YouTube Studio ડૅશબોર્ડનો ઉપયોગ કરવો

તમારી ચૅનલના વિશ્લેષણો, કૉમેન્ટ અને વધુ બાબતોનો ઓવરવ્યૂ મેળવવા માટે YouTube Studio ડૅશબોર્ડનો ઉપયોગ કરો.

તમારું ડૅશબોર્ડ જોવું

તમારું ડૅશબોર્ડ ખોલવા માટે, આમાંનો કોઈ વિકલ્પ પસંદ કરો:

  • સીધા જ YouTube Studio પર જાઓ.
  • ગમે ત્યાંથી YouTube પર, તમારો પ્રોફાઇલ ફોટો અને પછી YouTube Studio પસંદ કરો.

તમારા ડૅશબોર્ડ પર નેવિગેટ કરો

ડૅશબોર્ડ પર તમે થોડા અલગ-અલગ કાર્ડ જોશો.

  • ચૅનલ દ્વારા થયેલા ઉલ્લંઘનો: સમુદાયના દિશાનિર્દેશો સંબંધિત ચેતવણીઓ, સ્ટ્રાઇક અથવા અપીલ પરના નિર્ણયો.
  • નવીનતમ કન્ટેન્ટનું પર્ફોર્મન્સ: તમારો નવીનતમ વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ કેવું પર્ફોર્મ કરે છે તેનો એક સ્નૅપશૉટ. તમારો રેંકિંગનો ડેટા છુપાવવા માટે, તમે આ કાર્ડ નાનું કરી શકો છો. એકવાર નાનું કરી લો, એટલે તમે તેને મોટું ન કરો ત્યાં સુધી તે તેમ જ રહેશે.
  • પબ્લિશ કરેલા વીડિયો: તમારા તાજેતરમાં પબ્લિશ કરેલા વીડિયોનો સ્નૅપશૉટ.
  • નવીનતમ પોસ્ટ: તમારી નવીનતમ સમુદાય પોસ્ટ સાથે તમારી ઑડિયન્સ કેટલી સારી રીતે સહભાગી થાય છે તેનો એક સ્નૅપશૉટ. જો તમે સમુદાય ટૅબ માટે યોગ્ય હો તો જ તમને દેખાશે.
  • મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન: તમારી ચૅનલ અને વીડિયો વિશેના મહત્ત્વપૂર્ણ મેસેજ. નીચે વધુ વાંચો.
  • નવી સિદ્ધિ: તમારા જોવાયાનો સમય, સબ્સ્ક્રાઇબર અને વ્યૂના માઇલસ્ટોનનો એક સ્નૅપશૉટ.
  • ચૅનલના Analytics: છેલ્લા 28 દિવસથી વધુમાં તમારી ચૅનલના જોવાયાના સમય, વ્યૂ અને તમારી ચૅનલના સબ્સ્ક્રાઇબરનો એક ઝડપી ઓવરવ્યૂ. તમે તમારા વર્તમાન સબ્સ્ક્રાઇબર અને લોકપ્રિય વીડિયો પણ જોઈ શકો છો.
  • નવીનતમ કૉમેન્ટ: તમે જવાબ આપ્યો નથી તે નવીનતમ કૉમેન્ટનો એક સ્નેપશૉટ.
  • તાજેતરની પ્રવૃત્તિ: તમારી ચૅનલના તાજેતરના સબ્સ્ક્રાઇબર અને સભ્યોની સૂચિ.
  • ન્યૂઝ: સમગ્ર YouTube પરથી નવીનતમ અપડેટ.
  • Creator Insider: Creator Insider ચૅનલના નવીનતમ વીડિયો.
  • Studioમાં શું નવું છે: નિર્માતા માટેના ટૂલ અને સુવિધાઓ વિશે નવીનતમ અપડેટ.
  • તમારા માટે આઇડિયા: તમારી ચૅનલ માટે મનગમતા બનાવેલા સૂચનો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ.
  • તાજેતરના સબ્સ્ક્રાઇબર: તમારી ચૅનલના તાજેતરના સબ્સ્ક્રાઇબરની એક સૂચિ. તમે એક ટાઇમફ્રેમ પસંદ કરી શકો છો અને સબ્સ્ક્રાઇબરની સંખ્યા દ્વારા સૂચિને સૉર્ટ કરી શકો છો.
  • જાણીતી સમસ્યાઓ: YouTubeની ચાલી રહેલી ઘટનાઓ જેની અસર ઘણી ચૅનલ અથવા વપરાશકર્તાઓ પર થઈ છે.
નોંધ: તમારી તાજેતરની ચૅનલ ઍક્ટિવિટીના આધારે કેટલાક કાર્ડ કદાચ ન પણ દેખાય.

YouTube Studio (ડેસ્કટૉપ) પર નૅવિગેટ કરવાની રીત

મહત્ત્વપૂર્ણ નોટિફિકેશનને સમજવા

નીચેના પ્રકારના નોટિફિકેશન હાલમાં તમારી ચૅનલના ડૅશબોર્ડ પર મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન કાર્ડમાં દેખાય છે. ભવિષ્યમાં અમે આ કાર્ડમાં નોટિફિકેશનના વધારાના પ્રકારો ઉમેરવા માટે કામ કરી રહ્યાં છીએ.

  • કમાણી કરવાની પ્રક્રિયા: શું કમાણી કરવાની પ્રક્રિયા માટે તમારી ચૅનલને મંજૂરી છે, હવે તે માટે તે યોગ્ય નથી અથવા કમાણી કરવાની મંજૂરી નથી.
  • કૉપિરાઇટ: જો તમે કૉપિરાઇટ સ્ટ્રાઇક કે કૉપિરાઇટનો દાવો પ્રાપ્ત કર્યો છે.

નીચેના પ્રકારના નોટિફિકેશન મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન કાર્ડમાં દેખાશે નહીં. ભવિષ્યમાં અમે કાર્ડમાં આ પ્રકારના નોટિફિકેશન ઉમેરવા માટે કામ કરી રહ્યાં છીએ. આ ક્ષેત્રોમાં અપડેટ માટે તમારો ઇમેઇલ ચેક કરવાની ખાતરી કરો:

  • તમારા YouTube માટે AdSense એકાઉન્ટ વિશે નોટિફિકેશન.
  • જાહેરાતકર્તા માટે અનુકૂળતાના મેન્યુઅલ રિવ્યૂના પરિણામો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6592228181929304093
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false