વીડિયો ડિસ્ટ્રિબ્યૂશન બદલો

ડિસ્ટ્રિબ્યૂશન સંબંધિત સેટિંગ વડે તમારા વીડિયોને બધા પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ કરાવવા છે કે માત્ર કમાણીના પ્લૅટફૉર્મ પર કરાવવા છે તે પસંદ કરો. જે વપરાશકર્તાઓ કમાણીના ભાગીદારો નથી તેઓ ડિસ્ટ્રિબ્યૂશન સંબંધિત સેટિંગને બદલી શકતા નથી.

વીડિયો ડિસ્ટ્રિબ્યૂશનને સેટ કરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટને પસંદ કરો પછી તમે જે વીડિયોમાં ફેરફાર કરવા માગો છો તેને પસંદ કરો.
  3. મેનૂના તળીયા સુધી સ્ક્રોલ કરીને અને પછીવધુ બતાવો પર ક્લિક કરો.
  4. ડિસ્ટ્રિબ્યૂશન બૉક્સમાં "લાઇસન્સ અને ડિસ્ટ્રિબ્યૂશન" હેઠળ, "સર્વત્ર" અને "આ વીડિયોને માત્ર કમાવવાનો વિકલ્પ આપતા પ્લૅટફૉર્મ પર જ ઉપલબ્ધ કરાવો" વચ્ચે પસંદ કરો.
  5. સાચવો પસંદ કરો.

દાવો ધરાવતા વીડિયો

કોઈ વીડિયો પર લાગુ પડતા ડિસ્ટ્રિબ્યુશન સંબંધિત સેટિંગ એ વીડિયોમાં દાવો કરાયેલું કન્ટેન્ટ છે કે કેમ તેના પર આધાર રાખે છે.

  • જો કોઈ વીડિયો દાવો કરાયેલ વીડિયો હોય તો દાવેદારનું ડિસ્ટ્રિબ્યૂશન સેટિંગ લાગુ પડશે, વપરાશકર્તાનું નહીં.
  • જો કોઈ વીડિયો તે વીડિયોમાં સમાવેશ કરાયેલા મ્યુઝિકનો દાવો ધરાવતો વીડિયો હોય તો તે વીડિયો પર દાવેદારનું ડિસ્ટ્રિબ્યૂશન સેટિંગ લાગુ પડશે, નિર્માતાનું નહીં.

કમાવવાનો વિકલ્પ આપતા પ્લૅટફૉર્મ અને તમામ પ્લૅટફૉર્મ વચ્ચેનો તફાવત

નીચે આપેલા પ્લૅટફૉર્મ એવા પ્લૅટફૉર્મના ઉદાહરણ છે જેને આપણે કમાણી કરવાના પ્લૅટફૉર્મ માનીએ છીએ:

  • www.youtube.com
  • YouTube ઍપ
  • Xbox, Android TV, PlayStation, અને Chromecast સહિતની ટીવી પરની YouTube ઍપ
  • મોટાભાગના સ્માર્ટફોન પરથી m.youtube.com ને ઍક્સેસ કરવામાં આવે છે
  • Apple TV પર YouTube ઍપ

ઉપર દર્શાવેલ કમાવવાનો વિકલ્પ આપતા પ્લૅટફૉર્મ ઉપરાંત, "બધા પ્લૅટફૉર્મ"માં નીચે આપેલાનો સમાવેશ થાય છે પરંતુ તે તેના પૂરતું જ મર્યાદિત નથી:

  • YouTube ઍપ iOS 5 અને નીચે આપેલા પર પહેલેથી જ ઇન્સ્ટૉલ કરેલી છે
  • ફીચર ફોન અને ટીવી પર જૂની YouTube ઍપ
  • ફીચર ફોનમાંથી m.youtube.com ને ઍક્સેસ કરવામાં આવે છે

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9236391040574688087
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false