સ્ક્રીન રીડર સાથે YouTubeનો ઉપયોગ કરો

આ પેજ પરની ટિપનો ઉપયોગ કરીને કમ્પ્યુટર સ્ક્રીન રીડર સાથે શ્રેષ્ઠ YouTube નો શ્રેષ્ઠ અનુભવ મેળવો. જ્યારે તમે YouTubeનો ઉપયોગ કરો છો ત્યારે કીબોર્ડ શૉર્ટકટઑટોમૅટિક રીતે ચાલુ થઈ જાય છે.

YouTube અને શોધ પરિણામોને શોધો

YouTube વીડિયો માટે શોધો

  1. YouTubeપર જાઓ
  2. /કીબોર્ડ કી સાથે પેજની ટોચ પરના શોધ બૉક્સમાં જાઓ. 
  3. શોધ શબ્દ દાખલ કરો અને Enterદબાવો.

શોધ પરિણામો

શોધ પરિણામના પેજમાં "શું તમે આવું કહેવા માગો છો" વિભાગ છે જે જો તમે કોઈ ખોટી જોડણી કરી હોય તો યોગ્ય શબ્દ સૂચવે છે. દરેક શોધ પરિણામ નીચેની માહિતી ધરાવે છે:

  • વીડિયોનું શીર્ષક  -- તેને પસંદ કરવાથી વીડિયો ચાલશે. 
  • વીડિયો પોસ્ટ કરનાર ચૅનલનું નામ.
  • કેટલા સમય પહેલા આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને કેટલી વાર જોવામાં આવ્યો છે.
  • વીડિયોના વર્ણનમાંથી એક સ્નિપેટ.

YouTube પ્લેયર

જ્યારે તમે કોઈ વીડિયો ક્લિક કરો છો, ત્યારે તમે YouTube વીડિયો પ્લેયર પર જશો. તમે પ્લેયરમાં જે વિભાગોનો ઉપયોગ કરશો તે આ પ્રમાણે છે:

વિભાગના હેડર

વીડિયોના શીર્ષક માટે H1

પ્લેયર પર

  • સીક સ્લાઇડર: સીક સ્લાઇડરનો ઉપયોગ ફાસ્ટ ફૉરવર્ડ કરવા અથવા વીડિયોને રિવાઇન્ડ કરવા માટે થાય છે. સીક સ્લાઇડરનો ઉપયોગ કરવા માટે પહેલા વર્ચ્યુઅલ કર્સરને બંધ કરો પછી સ્લાઇડર પર ટૅબ કરો. વીડિયોને ફાસ્ટ ફોરવર્ડ/રિવાઇન્ડ કરવા માટે ડાબી/જમણી અથવા ઉપર/નીચેની ઍરો કીનો ઉપયોગ કરો.
  • પ્લે/થોભાવવા: બટનનું ટેક્સ્ટ વીડિયોની સ્ટેટસના આધારે બદલાય છે. વીડિયોને ફરીથી ચલાવવા માટે, વીડિયો પ્લે થતો બંધ થાય તે પછી પ્લે અથવા Kબટન પસંદ કરો.
  • આગળ: આ બટન તમને આગળના વીડિયો પર જવા દે છે. જો તમારી પાસે મીડિયા બટન ન હોય, તો તમે Shift+Nનો ઉપયોગ કરીને આગળના વીડિયો પર પણ જઈ શકો છો. 
  • મ્યૂટ/અનમ્યૂટ: વીડિયો મ્યૂટ છે કે નહિ તેના પર આધાર રાખીને આ બટન બદલાય છે.
  • વોલ્યુમ સ્લાઇડર: વોલ્યુમને વધારવા/ઘટાડવા માટે ડાબી/જમણી બાજુની અથવા ઉપર/નીચેની ઍરો કીનો ઉપયોગ કરો.
  • પસાર થયેલો સમય/કુલ સમયગાળો: આ વિભાગ વીડિયોના કુલ સમયગાળા દરમિયાન પસાર થયેલો કુલ સમય દર્શાવે છે. તે તમને બતાવે છે કે વીડિયોનો કેટલો ભાગ પહેલેથી જ ચાલ્યો છે અને હજી કેટલો પ્લે થવાનો બાકી છે. 
  • CC (સબટાઇટલ): જો વીડિયોમાં સબટાઇટલ હોય, તો તમે તેમને C શૉર્ટકટ દ્વારા સક્રિય કરી શકો છો. સબટાઇટલ વીડિયોના તળિયે હશે. સબટાઇટલને બંધ કરવા માટે, ફરીથી C શૉર્ટકટનો ઉપયોગ કરો.

સેટિંગ 

આ સેટિંગ બટન મેનૂ ખોલે છે જે તમને નીચેના ફેરફારો કરવા માટે પરવાનગી આપે છે:

  • ટીકાટિપ્પણીઓ: ટીકાટિપ્પણીને ચાલુ અથવા બંધ કરો.
  • પ્લેબૅકની સ્પીડ: વીડિયોની સ્પીડને સામાન્ય સ્પીડમાંથી સ્પીડ અપ અથવા સ્લો ડાઉન ને પસંદ કરો.
  • સબટાઇટલ/CC: સબટાઇટલને ચાલુ કે બંધ કરો. તમે અહીં સબટાઇટલની ભાષા પણ પસંદ કરી શકો છો, અથવા સ્વયં-અનુવાદ પસંદ કરી શકો છો.
  • ગુણવત્તા: તમે હાલમાં જોઈ રહ્યા હોય તે વીડિયોની પિક્સેલ ક્વૉલિટી પસંદ કરો. ઉપલબ્ધ રિઝોલ્યુશન વીડિયો કેવી રીતે અપલોડ કરવામાં આવ્યો હતો અને તમારી ઇન્ટરનેટ સ્પીડ પર આધારિત છે. અમે આ વિકલ્પને ઑટો પર છોડવાની ભલામણ કરીએ છીએ જેથી તમારી ઇન્ટરનેટ સ્પીડના આધારે વીડિયોની ગુણવત્તાને પસંદ કરવામાં આવે.

થિયેટર મોડ

પ્લેયર મોટું કરવા માટે થિયેટર મોડ  પસંદ કરો. પ્લેયરના મૂળ કદ પર પાછા જવા માટે, તેને ફરીથી પસંદ કરો.

પૂર્ણ સ્ક્રીન

પૂર્ણ સ્ક્રીનને પસંદ કરવાથી  પ્લેયરને તમારી સ્ક્રીનના કદ સુધીનું મેક્સિમાઇઝ કરે છે અને પ્લેયરની બહારની બધી જ વસ્તુઓ કાઢી નાખે છે. પૂર્ણ-સ્ક્રીન સ્થિતિમાંથી બહાર નીકળવા માટે, Escapeપસંદ કરો.

જો તમે પ્લેયરની આસપાસના HTML પેજમાંના વધારાના એલિમેન્ટથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો પૂર્ણ સ્ક્રીન પણ ઉપયોગી છે. તે ફક્ત પ્લેયરને તેના પોતાના પર છોડી દેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2911309010030269305
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false