YouTube વપરાશકર્તાના નામ સાથે સાઇન ઇન કરો

જો તમે તમારા YouTube વપરાશકર્તાના નામ સાથે સાઇન ઇન કરી શકતા નથી, તો તમારા Google એકાઉન્ટ વડે YouTubeમાં સાઇન ઇન કરવાનો પ્રયાસ કરો. પછી, તમે YouTubeમાં લૉગ ઇન કરવા માટે ઉપયોગ કરી રહ્યાં છો તે જ પાસવર્ડ દાખલ કરો.

તમે હજી પણ હંમેશની જેમ સમાન એકાઉન્ટમાં સાઇન ઇન કરી રહ્યાં છો—તમારા YouTube વપરાશકર્તાના નામને બદલે એકાઉન્ટ પર ફક્ત ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.

મારે શા માટે YouTube પર Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની જરૂર છે?

તમે તમારા Google એકાઉન્ટ વડે YouTube ઍક્સેસ કરો છો. તમે સાઇન ઇન કરવા માટે જે પાસવર્ડનો ઉપયોગ કર્યો છે તે તમારો Google એકાઉન્ટનો પાસવર્ડ છે.

અમે સમગ્ર Google પર સેવાઓને એકીકૃત કરતા હોવાથી, હવે અમે YouTube વપરાશકર્તાના નામો વડે Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું સપોર્ટ કરતા નથી. તેને બદલે તમે તમારા Google એકાઉન્ટ ઇમેઇલ ઍડ્રેસ વડે YouTubeમાં સાઇન ઇન કરો. આ મોટે ભાગે Gmail હોય છે, જોકે Yahoo, Hotmail વગેરે જેવું અલગ ડોમેન પણ હોઈ શકે. YouTube માટે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.

પણ મને મારું Google એકાઉન્ટ ઇમેઇલ ઍડ્રેસ પસંદ નથી!

કેટલીક જૂની YouTube ચૅનલ (મે 2009 પહેલા બનાવેલી) Google એકાઉન્ટનો ભાગ નથી. Google એકાઉન્ટનો ભાગ ન હોય તેવી YouTube ચૅનલને કેવી રીતે ઍક્સેસ કરવી તે શોધો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13810485801360778755
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false