YouTube ચૅનલ બનાવો

Google એકાઉન્ટ વડે તમે વીડિયો જોઈ શકો છો અને લાઇક કરી શકો છો તથા ચૅનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો. પરંતુ કોઈ YouTube ચૅનલ વિના, YouTube પર તમારી કોઈ સાર્વજનિક ઉપસ્થિતિ નહીં હોય. તમારી પાસે Google એકાઉન્ટ હોય તો પણ, તમારે વીડિયો, કૉમેન્ટ અપલોડ કરવા અથવા પ્લેલિસ્ટ બનાવવા માટે એક YouTube ચૅનલ હોવી જરૂરી છે. 

તમે તમારી ચૅનલ YouTubeની વેબસાઇટ અથવા YouTube મોબાઇલ સાઇટ પર બનાવી શકો છો.

નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. વધુ જાણો.

શરૂઆત કરવી | YouTubeમાં સાઇન ઇન કરવાની અને YouTube ચૅનલ બનાવવાની રીત અને તેનાં કારણો

એક વ્યક્તિગત ચૅનલ બનાવો

તમારા Google એકાઉન્ટ નો ઉપયોગ કરીને ફક્ત તમે જ મેનેજ કરી શકો તેવી એક ચૅનલ બનાવવા માટે, આ સૂચનાઓને ફૉલો કરો. 

  1. કમ્પ્યુટર પર YouTube પર અથવા મોબાઇલ સાઇટ પર સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટોને ક્લિક કરો  અને પછી એક ચૅનલ બનાવો
  3. તમને એક ચૅનલ બનાવવા માટે કહેવામાં આવશે.
  4. વિગતો ચેક કરો (તમારા Google એકાઉન્ટ ના નામ અને ફોટો સાથે) અને તમારી ચૅનલ બનાવવાનું કન્ફર્મ કરો.
નોંધ: મોબાઇલ પર કૉમેન્ટ પોસ્ટ કરવા જેવી પદ્ધતિ વડે તમે ચૅનલ બનાવી હોય તેવા અમુક કિસ્સાઓમાં, તમે પસંદ કરેલા ચૅનલના નામના આધારે YouTube ઑટોમૅટિક રીતે તમને હૅન્ડલ ફાળવે તેમ બની શકે છે. એવા કિસ્સા પણ હોઈ શકે છે જેમાં ચૅનલના પસંદ કરેલા નામને હૅન્ડલમાં ન ફેરવી શકાતું હોય, તો હૅન્ડલ રેન્ડમલી ફાળવવામાં આવે. તમે ગમે ત્યારે Studioમાં અથવા youtube.com/handle પર જઈને હૅન્ડલ જોઈ અને તેમાં ફેરફાર કરી શકો છો.

બિઝનેસના અથવા અન્ય નામ વડે ચૅનલ બનાવો

જેના એક કરતા વધુ મેનેજર અથવા માલિક હોઈ શકે તેવી ચૅનલ બનાવવા માટે આ સૂચનાઓને ફૉલો કરો. 

જો તમે YouTube પર તમારા Google એકાઉન્ટ કરતા કોઈ અલગ નામનો ઉપયોગ કરવા માગતા હો, તો તમે તમારી ચૅનલને બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકો છો. બ્રાંડ એકાઉન્ટ વિશે વધુ જાણો. 

  1. કમ્પ્યુટર પર YouTube પર અથવા મોબાઇલ સાઇટ પર સાઇન ઇન કરો.
  2. તમારી ચૅનલની સૂચિ પર જાઓ.
  3. એક નવી ચૅનલ બનાવવાનું અથવા અસ્તિત્વમાં રહેલ બ્રાંડ એકાઉન્ટનો ઉપયોગ કરવાનું પસંદ કરો:
    • નવી ચૅનલ બનાવોને ક્લિક કરીને એક ચૅનલ બનાવો.
    • તમે પહેલાંથી જ મેનેજ કરો છો તે બ્રાંડ એકાઉન્ટને સૂચિમાંથી પસંદ કરીને તે બ્રાંડ એકાઉન્ટ માટે એક YouTube ચૅનલ બનાવો. જો આ બ્રાંડ એકાઉન્ટની પહેલાંથી જ એક ચૅનલ છે, તો તમે નવી બનાવી શકતા નથી. તમે સૂચિમાંથી બ્રાંડ એકાઉન્ટ પસંદ કરો ત્યારે, તમને તે ચૅનલ પર સ્વિચ કરવામાં આવશે. 
  4. તમારી નવી ચૅનલને નામ આપવા માટેની વિગતો ભરો. તે પછી, બનાવોને ક્લિક કરો. આ એક નવું બ્રાંડ એકાઉન્ટ બનાવશે. 
  5. ચૅનલના મેનેજર ઉમેરવા માટે, ચૅનલના માલિક અને મેનેજર બદલવા માટેની સૂચનાઓને ફૉલો કરો.

YouTube પર બિઝનેસના અથવા અન્ય નામ સાથેની ચૅનલનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3251109180729586518
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false