YouTubeની પ્રતિસ્પર્ધાની પૉલિસી અને માર્ગદર્શિકાઓ

YouTube પર ચાલતી અથવા YouTubeનો ઉપયોગ કરતી તમામ પ્રતિસ્પર્ધાઓ નીચેના નિયમોને આધીન છે. વધુમાં, તમારી પ્રતિસ્પર્ધા અમારી પ્રાઇવસી પૉલિસી સાથે વિરોધાભાસ ઊભો કરે તે રીતે ચલાવી કે આયોજિત કરી શકાતી નથી. કન્ટેન્ટ પણ YouTubeની સેવાની શરતો અથવા સમુદાયના દિશાનિર્દેશો સાથે વિરોધાભાસી હોઈ શકતું નથી.

YouTube, જાહેરાત એકમો મારફતે પ્રતિસ્પર્ધાઓ ચલાવવાની મંજૂરી આપતું નથી. જો પ્રતિસ્પર્ધા નીચે આપેલા નિયમોને અનુરૂપ છે, તો તમે પ્લેટફોર્મ પરના તમારા કન્ટેન્ટ મારફતે પ્રતિસ્પર્ધાઓનો ઉપયોગ કરી શકો છો.

I. સામાન્ય પ્રતિબંધો અને જરૂરિયાતો:

  1. તમારી પ્રતિસ્પર્ધા માટે, માત્ર તમે જ પૂર્ણ રીતે જવાબદાર છો.
  2. YouTube પર તમારી પ્રતિસ્પર્ધાએ યુ.એસ. પ્રતિબંધો સહિત તમામ સંબંધિત સંઘના, રાજ્યના અને સ્થાનિક કાયદાઓ, નિયમો અને નિયમનોનું અનુપાલન કરવું આવશ્યક છે.
  3. તમારી પ્રતિસ્પર્ધા કોઈપણ ત્રીજા-પક્ષના અધિકારોનું ઉલ્લંઘન કરતી અથવા ઉલ્લંઘનને પ્રોત્સાહિત કરતી અથવા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી થતી હોય તેવી હોઈ શકતી નથી.
  4. તમે દર્શકને તેમની એન્ટ્રી માટે તમને તમામ અધિકારો આપવાનું કે તેની માલિકી ટ્રાન્સફર કરવાનું કહી શકતા નથી.
  5. તમારી પ્રતિસ્પર્ધામાં દાખલ થવા માટે તે કોઈ કિંમત વિનાની હોવી આવશ્યક છે (તમારી સ્થાનિક લૉટરીના કાયદા ચેક કરવાનું ભૂલશો નહીં!).
  6. તમે અને કોઈપણ ત્રીજો-પક્ષ, YouTube સેવા સાથે યોગ્ય દર્શક એંગેજમેન્ટને ખોટી રીતે રજૂ કરવા માટે YouTube સેવા પરના મેટ્રિકમાં હેરફેર કરશો નહીં. આ મેટ્રિકમાં વ્યૂ, પસંદ, નાપસંદ અથવા સબ્સ્ક્રાઇબરની સંખ્યા શામેલ છે.
  7. તમે YouTubeની પૂર્વ લિખિત સંમતિ વિના તમારી પ્રતિસ્પર્ધા સાથે YouTubeને સાંકળી શકતા કે આનુષંગિક બનાવી શકતા નથી. આ નિયમ અન્ય ઉદાહરણોની સાથે-સાથે, તે કોઈપણ વસ્તુ દર્શાવવા કે કરવાથી પ્રતિબંધિત કરે છે જે એવું સૂચવતી હોય કે YouTube કોઈપણ રીતે તમારી પ્રતિસ્પર્ધામાં શામેલ છે અથવા તેનું સમર્થન કરે છે

II. તમારી આધિકારિક પ્રતિસ્પર્ધાના નિયમો:

  1. તમારી પાસે "અધિકારિક નિયમો"નો એક સેટ હોવો આવશ્યક છે જે:
    a. YouTube સમુદાયના દિશાનિર્દેશોની લિંક શામેલ કરતો હોય અને અનુપાલન ન કરતી એન્ટ્રી અયોગ્ય ઠેરવવામાં આવશે તેમ સૂચવતો હોય.
    b. યુ.એસ. પ્રતિબંધો સહિત તમામ લાગુ સંઘના, રાજ્યના અને સ્થાનિક કાયદા, નિયમો અને નિયમનો દ્વારા જરૂરી તમામ સ્પષ્ટતાઓ દર્શાવતો હોય.
    c. YouTube સેવાની શરતોનું પૂર્ણ રીતે અનુપાલન કરતો હોય અને તેની સાથે સુસંગત હોય.
  2. તમારી પ્રતિસ્પર્ધાનું આયોજન અને તમામ ઇનામોનું વિતરણ તમારા આધિકારિક નિયમોમાં આઉટલાઇન કર્યા મુજબ થવું આવશ્યક છે.
  3. તમારા નિયમો અને તમારી પ્રતિસ્પર્ધાના ઍડમિનિસ્ટ્રેશનના તમામ પાસાઓ માટે તમે જવાબદાર હશો.
  4. તમારા નિયમોમાં સ્પષ્ટપણે દર્શાવવું આવશ્યક છે કે YouTube એ તમારી પ્રતિસ્પર્ધાના સ્પૉન્સર નથી અને દર્શકોએ તમારી પ્રતિસ્પર્ધાથી સંબંધિત કોઈપણ જવાબદારીથી YouTubeને મુક્ત રાખવું જરૂરી છે.
  5. તમારા આધિકારિક નિયમોમાં તમારે કાયદેસર અનુપાનલ કરતી પ્રાઇવસી નોટિસ શામેલ કરવી આવશ્યક છે. આ નોટિસ સમજાવે છે કે તમે પ્રતિસ્પર્ધા માટે એકત્રિત કરવામાં આવેલા કોઈપણ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરશો અને તેના ઉપયોગનું પાલન કેવી રીતે કરશો.

અસ્વીકાર: અમે તમારા વકીલ નથી અને અહીં પ્રસ્તુત કરવામાં આવેલી માહિતી કોઈ કાનૂની સલાહ નથી. અમે તે માહિતીપ્રદ હેતુઓ માટે આપીએ છીએ અને કાયદેસર રીતે પ્રતિસ્પર્ધા ચલાવવા માટે તમારા અધિકાર ક્ષેત્રમાં સલાહ શોધવાનું સૂચવીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7820295028733393661
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false