વીડિયોના પ્રાઇવસી સેટિંગ બદલવા

તમારો વીડિયો ક્યાં દેખાઈ શકે અને કોણ તેને જોઈ શકે તે નિયંત્રિત કરવા માટે તમારા વીડિયોના પ્રાઇવસી સેટિંગ અપડેટ કરો.

YouTube iPhone અને iPad ઍપ

  1. ​YouTube ઍપ  ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો  અને પછી તમારા વીડિયો પર ટૅપ કરો.
  3. તમે જે વીડિયોમાં ફેરફાર કરવા માગો છો તેની બાજુમાં વધુ વધુ અને પછી ફેરફાર કરો પર ટૅપ કરો.
  4. દૃશ્યતાપર ટૅપ કરો અને સાર્વજનિક, ખાનગી, અનેફક્ત લિંક સાથે દેખાવવું વચ્ચે પસંદ કરો.
  5. સાચવો પર ટૅપ કરો.

iPhone અને iPad માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો. 
  4. ફેરફાર કરો Edit icon પર ટૅપ કરો.
  5. દૃશ્યતા  અને સાર્વજનિક, ફક્ત લિંક સાથે દેખાય તેવો અથવા ખાનગી પર ટૅપ કરો.
    1. સાર્વજનિક: YouTube પર કોઈપણ વ્યક્તિ સાર્વજનિક વીડિયો જોઈ શકે છે. YouTubeનો ઉપયોગ કરીને તેને કોઈપણ સાથે શેર પણ કરી શકાય છે.
    2. ફક્ત લિંક સાથે દેખાય તેવા વીડિયો: ફક્ત લિંક સાથે દેખાય તેવા વીડિયો અને પ્લેલિસ્ટને લિંક ધરાવતી કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે અને તેમને શેર કરી શકે છે.
    3. ખાનગી: ખાનગી વીડિયો અને પ્લેલિસ્ટને તમે અને તમે જેમને પસંદ કરો છો તે લોકો જોઈ શકે છે.
  6. પાછળ અને પછી સાચવો પર ટૅપ કરો.

નોંધ: 13–17 વર્ષની વયના નિર્માતાઓ માટે ડિફૉલ્ટ વીડિયો પ્રાઇવસી સેટિંગ ખાનગી છે. તમે 18 કે તેથી વધુ વર્ષના હોવ, તો તમારું ડિફૉલ્ટ વીડિયો પ્રાઇવસી સેટિંગ સાર્વજનિક પર સેટ કરેલું હોય છે. પ્રત્યેક વ્યક્તિ તેમના વીડિયોને સાર્વજનિક, ખાનગી કે ફક્ત લિંક સાથે દેખાતો બનાવવા માટે આ સેટિંગ બદલી શકે છે. 

પ્રાઇવસી સેટિંગ વિશે

સાર્વજનિક વીડિયો
YouTube પર કોઈપણ સાર્વજનિક વીડિયો જોઈ શકે છે. YouTubeનો ઉપયોગ કરીને તેને કોઈપણ સાથે શેર કરી શકાય છે. જ્યારે તમે તેને અપલોડ કરો, ત્યારે તેને તમારી ચૅનલ પર પોસ્ટ કરવામાં આવે છે અને શોધ પરિણામો અને સંબંધિત વીડિયોની સૂચિઓમાં તે દેખાઈ શકે છે.
ખાનગી વીડિયો

માત્ર તમે અને તમે પસંદ કરેલી કોઈપણ વ્યક્તિ ખાનગી વીડિયો અને પ્લેલિસ્ટ જોઈ શકે છે. તમારા ખાનગી વીડિયો તમારા ચૅનલના હોમપેજના વીડિયો ટૅબમાં દેખાશે નહીં. તેઓ YouTubeના શોધ પરિણામોમાં પણ દેખાશે નહીં. YouTubeની સિસ્ટમ અને માનવ રિવ્યૂઅર જાહેરાત માટેની અનુકૂળતા, કૉપિરાઇટ અને અન્ય દુરુપયોગ રોકવાની કાર્યપદ્ધતિઓ માટે ખાનગી વીડિયોને રિવ્યૂ કરી શકે છે.

ખાનગી વીડિયો શેર કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમારે જેમાં ફેરફાર કરવો હોય તે વીડિયો પર ક્લિક કરો.
  4. દૃશ્યતા બૉક્સ પર ક્લિક કરો અને ખાનગી રીતે શેર કરો પસંદ કરો.
  5. તમે તમારો વીડિયો જેની સાથે શેર કરવા માગો છો, તે ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો, પછી સાચવો પસંદ કરો.

ખાનગી વીડિયો પર કૉમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી. જો તમે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ન હોય તેવા વીડિયો પર કૉમેન્ટને મંજૂરી આપવા માગતા હો, તો પ્રાઇવસી સેટિંગને ફક્ત લિંક સાથે દેખાતા પર બદલો.

ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો

ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો અને પ્લેલિસ્ટ લિંક ધરાવતી કોઈપણ વ્યક્તિ દ્વારા જોઈ અને શેર કરી શકાય છે. તમારા ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો તમારી ચૅનલના હોમપેજના વીડિયો ટૅબમાં દેખાશે નહીં. જ્યાં સુધી કોઈ તમારા ફક્ત લિંક સાથે દેખાતા વીડિયોને સાર્વજનિક પ્લેલિસ્ટમાં ઉમેરે નહીં ત્યાં સુધી તેઓ YouTubeના શોધ પરિણામોમાં દેખાશે નહીં.

તમે ફક્ત લિંક સાથે દેખાતા વીડિયોનું URL શેર કરી શકો છો. તમે જેની સાથે વીડિયો શેર કરો છો તેમને વીડિયો જોવા માટે Google એકાઉન્ટની જરૂર નથી. લિંક ધરાવનાર કોઈપણ તેને ફરીથી શેર પણ કરી શકે છે.

સુવિધા ખાનગી ફક્ત લિંક સાથે દેખાવવું સાર્વજનિક
URL શેર કરી શકે છે ના હા હા
ચૅનલના વિભાગમાં ઉમેરી શકાય છે ના હા હા
શોધ, સંબંધિત વીડિયો અને સુઝાવોમાં દેખાઈ શકે છે ના ના હા
તમારી ચૅનલ પર પોસ્ટ કર્યું ના ના હા
સબ્સ્ક્રાઇબર ફીડમાં બતાવે છે ના ના હા
પર કૉમેન્ટ કરી શકાય છે ના હા હા
સાર્વજનિક પ્લેલિસ્ટમાં દેખાઈ શકે છે ના હા હા

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15417758287479568383
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false