YouTube દ્વારા મારા વીડિયોને ખાનગી કેમ બનાવાયા?

અમુક કેસમાં, અમને તમારી ચૅનલ પર શંકાસ્પદ ઍક્ટિવિટી હોવાની ભાળ મળે, ત્યારે તે વીડિયો કોઈ હૅકર દ્વારા અપલોડ કર્યા હોવાનું જો અમને લાગે તો અમે તેને ખાનગી પર સેટ કરવા માટે પગલું લઈએ તેમ બની શકે છે. તમારી ચૅનલ અને સમુદાયને બહેતર સુરક્ષા આપવા માટે અમે આ પગલાં લઈએ છીએ.

અમે તમારા કોઈપણ વીડિયોને ખાનગી પર સેટ કરીએ તો અમે તમને ઇમેઇલ દ્વારા નોટિફિકેશન મોકલીશું. આ ઉપરાંત, તમે અને અમારો YouTube સમુદાય, એમ બંને સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે અમે તમને તમારા એકાઉન્ટમાંથી સાઇન આઉટ કરીશું.

મારે શું કરવું જોઈએ?

હો તમે વીડિયો પબ્લિશ કર્યા હોય તો

તમારા ખાનગી વીડિયોને ફરીથી સાર્વજનિક બનાવવા કે કેમ તે નક્કી કરતાં પહેલાં તેમના પર એક નજર નાખી લો. જો તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરતા હોવાનું તમને લાગતું હોય, તો તમે વીડિયોને બદલીને સાર્વજનિક કરી શકો છો.

નોંધ: જો તમે તમારા વીડિયોને સાર્વજનિક પર બદલી ન શકો, તો તમારા વીડિયોને કોઈ અન્ય કારણસર ખાનગી તરીકે માર્ક કરવામાં આવ્યો હોઈ શકે છે. અસંબંધિત કે ગેરમાર્ગે દોરતા ટૅગના ઉપયોગના કારણે વીડિયોને ખાનગી બનાવવા વિશે વધુ જાણો.

જો તમે વીડિયો પબ્લિશ કર્યા ન હોય તો

  1. studio.youtube.comની મુલાકાત લો અને તમે અપલોડ ન કર્યા હોય તેવા કોઈપણ વીડિયો ડિલીટ કરો. ખાનગી વીડિયો દ્વારા પણ સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરવું આવશ્યક છે અને તમે પોસ્ટ ન કર્યું હોય એવા કન્ટેન્ટ માટે તમે દંડિત થાઓ, એવું અમે ઇચ્છતા નથી.
  2. તમારા Google એકાઉન્ટની સુરક્ષા તપાસ કરો અને સુઝાવ અનુસાર કોઈ પગલાં લેવાના હોય તો તે લો. સુઝાવ અનુસારના પગલાંમાં તમારો પાસવર્ડ બદલવાનો અથવા જૂના ડિવાઇસ કાઢી નાખવાનો સમાવેશ થઇ શકે.
  3. તમારી ચૅનલનો ઍક્સેસ કોને છે તે રિવ્યૂ કરો. તમારા એકાઉન્ટ સાથે કોઈ અનિચ્છનીય વપરાશકર્તાઓ સંકળાયેલા ન હોવાની ખાતરી કરવા માટે ચૅનલની પરવાનગીઓ ચેક કરો.
  4. હૅકરે તમારી ચૅનલ પર બીજું કંઈ બદલ્યું હોવાનું ચેક કરો, જેમ કે બૅનર, વીડિયોના વર્ણનોમાં આપેલી લિંક અથવા પિન કરેલી કૉમેન્ટ.

તમે અમારા નિર્માતા સુરક્ષા કેન્દ્ર પર અથવા તમારું YouTube એકાઉન્ટ સુરક્ષિત રાખોની મુલાકાત લઈને તમારા એકાઉન્ટને હૅકરથી સુરક્ષિત રાખવાની રીત વિશે વધુ જાણી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4499481686974619138
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false