YouTube પર ખરીદી માટે સંગ્રહ બનાવવો અને મેનેજ કરવો

તમારી મનપસંદ પ્રોડક્ટનો સંગ્રહ પસંદ કરીને કોઈ થીમ માટે તમારી સુઝાવ આપેલી પ્રોડક્ટ સરળતાથી ખરીદવામાં દર્શકોની સહાય કરો. તમારા સ્ટોરમાંથી સુઝાવ આપેલી પ્રોડક્ટનો સંગ્રહ અને જો તમે આનુષંગિક પ્રોગ્રામમાં હો, તો અન્ય બ્રાંડની તમને ગમતી પ્રોડક્ટ પણ શેર કરીને દર્શકોને બુટિકમાંથી ખરીદી કરવા જેવો અનુભવ કરાવો.

✨NEW✨Create Custom Shopping Collections

દર્શકો માટે તમારી ચૅનલના સ્ટોર, પ્રોડક્ટની સૂચિઓ અને વીડિયોના વર્ણનોમાં સંગ્રહો બતાવવામાં આવી શકે છે. તમારી ચૅનલના સ્ટોરમાં અમે તમારો સૌથી તાજેતરનો સંગ્રહ બતાવીશું અને પ્રોડક્ટની સૂચિઓ તથા વીડિયોના વર્ણનોમાં દર્શક માટે સૌથી વધુ સબંધિત સંગ્રહ બતાવીશું.

તમે અમારા સમુદાયના દિશાનિર્દેશો અનુસરતા હોય તેવા જ સંગ્રહો બનાવવાની ખાતરી રાખો.

સંગ્રહ બનાવવો

સંગ્રહ બનાવવા માટે YouTube Studio મોબાઇલ ઍપ નો ઉપયોગ કરો:

  1. નીચેના મેનૂમાં, કમાણી કરો પર ટૅપ કરો.
  2. ખરીદી પર ટૅપ કરો.
  3. “સંગ્રહો” હેઠળ, સંગ્રહ બનાવો પર ટૅપ કરો.
  4. તમારા સંગ્રહ માટે કવર છબી પસંદ કરો અને અપલોડ કરો.
  5. તમારા સંગ્રહ માટે "શીર્ષક" દાખલ કરો અને વર્ણન ઉમેરો.
  6. તમારા સંગ્રહમાં સમાવેશ કરવા માટેની પ્રોડક્ટ શોધવા માટે  ઉમેરો પર ટૅપ કરો.
    1. સંગ્રહ બનાવવા માટે તમારે ઓછામાં ઓછી 3 પ્રોડક્ટ પસંદ કરવી જરૂરી છે.
    2. તમે તમારા સંગ્રહમાં વધુમાં વધુ 30 પ્રોડક્ટ ઉમેરી શકો છો.
    3. તમારા સંગ્રહમાં સમાવેશ કરવા માટે પ્રોડક્ટની બાજુમાં આપેલા  ઉમેરો પર ટૅપ કરો.
    4. કોઈ પ્રોડક્ટને સૂચિમાં ઉપર કે નીચે ખસેડવા માટે, તેની બાજુમાં આપેલા  ખસેડો પર ટૅપ કરીને દબાવી રાખો. પસંદગી માટેના ટૂલમાં બતાવેલો પ્રોડક્ટનો ક્રમ દર્શકોને તમારી પ્રોડક્ટ કેવી રીતે દર્શાવાશે તે છે.
    5. કોઈ પ્રોડક્ટને કાઢી નાખવા માટે, તેની બાજુમાં આપેલા  ડિલીટ કરો પર ટૅપ કરો.
  7. તમારી પ્રોડક્ટ ઉમેરવાનું, કાઢી નાખવાનું અને તેનો ક્રમ બદલવાનું પૂરું થાય એટલે થઈ ગયું પર ટૅપ કરો.
  8. કવર છબી, શીર્ષક, વર્ણન અને પ્રોડક્ટ સહિતની તમારા સંગ્રહની વિગતો રિવ્યૂ કરો.
  9. પબ્લિશ કરો પર ટૅપ કરો.

સંગ્રહ મેનેજ કરવો

YouTube Studio મોબાઇલ ઍપ વડે તમે કોઈ પણ સમયે તમારો સંગ્રહ બદલી શકો છો. તમારા સંગ્રહમાં ફેરફાર કરવા માટે:

  1. નીચેના મેનૂમાં, કમાણી કરો પર ટૅપ કરો.
  2. ખરીદી પર ટૅપ કરો.
  3. “સંગ્રહો”ની બજુમાં, અને પછી પર ટૅપ કરો.
  4. તમારે જે સંગ્રહ બદલવો હોય તેવી કવર છબી પર ટૅપ કરો.
  5. તમારા સંગ્રહમાં ફેરફાર કરો.
    1. તમારા સંગ્રહમાં સમાવેશ કરવા માટેની પ્રોડક્ટ શોધવા માટે  ઉમેરો પર ટૅપ કરો.
    2. કોઈ પ્રોડક્ટને સૂચિમાં ઉપર કે નીચે ખસેડવા માટે, તેની બાજુમાં આપેલા  ખસેડો પર ટૅપ કરીને દબાવી રાખો. પસંદગી માટેના ટૂલમાં બતાવેલો પ્રોડક્ટનો ક્રમ દર્શકોને તમારી પ્રોડક્ટ કેવી રીતે દર્શાવાશે તે છે.
    3. કોઈ પ્રોડક્ટને કાઢી નાખવા માટે, તેની બાજુમાં આપેલા  ડિલીટ કરો પર ટૅપ કરો.
    4. તમારા સંગ્રહ માટેની છબી બદલવા માટે કવર છબી પર ટૅપ કરો.
    5. તમારા સંગ્રહના નામ અથવા વર્ણનમાં ફેરફાર કરવા માટે "શીર્ષક" અથવા "વર્ણન"ના બૉક્સ પર ટૅપ કરો.
  6. પબ્લિશ કરો પર ટૅપ કરો.

સંગ્રહમાં સમાવિષ્ટ થંબનેલ, શીર્ષક, લિંક, વર્ણન અને પ્રોડક્ટ સહિતનો તમારી ખરીદીનો સંગ્રહ YouTube સમુદાયના દિશાનિર્દેશોનું અનુપાલન કરે તે આવશ્યક છે.

જો તમારા સંગ્રહના કોઈપણ ભાગ દ્વારા YouTube સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તમારો પૂર્ણ સંગ્રહ કાઢી નાખવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9192443167770345865
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false