મારું YouTube માટે AdSense એકાઉન્ટ અમાન્ય ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યું હતું

ટ્રાફિક માન્ય છે કે અમાન્ય છે તે જાણવા માટે, અમારી સિસ્ટમ નિયમિતપણે વીડિયો પર ટ્રાફિકનો રિવ્યૂ કરે છે. અમાન્ય ટ્રાફિક એ તમારી ચૅનલ પરની એવી કોઈ પ્રવૃત્તિ છે કે જે વાસ્તવિક વપરાશકર્તા કે વાસ્તવિક રૂચિ ધરાવતા વપરાશકર્તા તરફથી કરવામાં આવતી નથી. તેમાં વીડિયો માટે જાહેરાતની આવક વધારવા માટે કપટપૂર્ણ, કૃત્રિમ કે ઇરાદા વિનાની રીતો શામેલ થઈ શકે છે, પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી. જો તમે ઇરાદાપૂર્વક ટ્રાફિક વધારી રહ્યાં ન હો, તો પણ અમાન્ય ટ્રાફિક તમારી ચૅનલ પર અસર કરી શકે છે. 

જો અમને લાગે કે તમારું YouTube માટે AdSense એકાઉન્ટ અમાન્ય ટ્રાફિક સાથે સંકળાયેલું છે, તો અમે તમારા એકાઉન્ટને બંધ કરી શકીએ છીએ. તમારા એકાઉન્ટને બંધ કરવાથી અમારા પ્લૅટફૉર્મ પરના નિર્માતાઓ, જાહેરાતકર્તાઓ અને દર્શકોનું રક્ષણ થાય છે. અમાન્ય ટ્રાફિક સામે અમારી જાહેરાત સિસ્ટમને રક્ષણ આપવાથી, જાહેરાતકર્તાઓ વિશ્વાસપૂર્વક YouTubeમાં રોકાણ કરી શકે છે, જેનાથી તમારા જેવા નિર્માતાઓને તમારા કન્ટેન્ટથી કમાણી કરવામાં સહાય મળે છે. 

અમાન્ય ટ્રાફિકના કારણે બંધ થયા પછી, શું મારું એકાઉન્ટ ફરીથી ચાલુ કરી શકાય છે?

મોટાભાગના કિસ્સાઓમાં, અમારી સિસ્ટમ અમાન્ય ટ્રાફિક વિશે સચોટ નિર્ણયો લે છે. પરંતુ, જો તમને એવું લાગતું હોય કે આ નિર્ણય ભૂલથી લેવાયો હતો, તો તમે અમાન્ય પ્રવૃત્તિની અપીલ સબમિટ કરી શકો છો. તમે અને તમે જેના માટે જવાબદાર છો તે કોઈપણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમાન્ય ટ્રાફિકનું કારણ નથી, એની તમારે ખાતરી કરવી જોઈએ. 

જ્યારે અમને તમારી અપીલ મળશે, ત્યારે અમને આપેલી માહિતીનો અમે કાળજીપૂર્વક રિવ્યૂ કરીશું અને તમને કોઈ અંતિમ નિર્ણય આપીશું. નોંધ કરો કે તમારું એકાઉન્ટ ફરી ચાલુ કરવામાં આવશે જ તેની કોઈ ગૅરંટી નથી. અમે તમારી અપીલ વિશે નિર્ણય લઈ લઈએ ત્યાર પછી, આગળની કોઈપણ અપીલ પર ધ્યાન આપવામાં આવશે નહીં.

અમાન્ય ટ્રાફિક વિશે સફળ અપીલ લખવાની કેટલીક ટિપ કઈ છે? 

  • અમાન્ય ટ્રાફિકના ઉદાહરણોનો રિવ્યૂ કરો. શું આમાંથી કોઈપણ કારણ તમને અથવા તમારા કન્ટેન્ટને લાગુ થાય છે? શું કોઈ વ્યક્તિએ તમારી જાહેરાતો પર ઘણી બધી વખત ક્લિક કર્યું છે? શું તમે ટ્રાફિક ખરીદ્યો હતો જેના કારણે અમાન્ય ટ્રાફિકમાં ઉછાળો આવ્યો હોય? શું તમે ફરીથી અમાન્ય ટ્રાફિક થતો રોકવા માટે કન્ટેન્ટ અથવા વર્તણૂકમાં ફેરફાર કરી શકો છો?
  • અમાન્ય પ્રવૃત્તિની અપીલના ફોર્મમાં, તમારા બંધ કરેલા YouTube માટે AdSense એકાઉન્ટ સાથે સંકળાયેલું ઇમેઇલ ઍડ્રેસ શેર કરો. ફોર્મમાં ઇમેઇલ શેર કરવાથી, અમને તમારું એકાઉન્ટ શોધવામાં અને તમારી અપીલ પર પ્રક્રિયા કરવામાં થતા વિલંબને ઘટાડવામાં સહાય મળે છે.
  • તમારા વીડિયો પર અમાન્ય ટ્રાફિક માટેના કોઈપણ સંભવિત કારણને ઓળખો. અમાન્ય ટ્રાફિક ફરી ન થાય તેની ખાતરી તમે કેવી રીતે કરશો, તે પણ શેર કરો. તમારા કેસને સમજાવવા માટે શક્ય એટલી વધુ માહિતી આપો.
    • ઉદાહરણ તરીકે, તમે તમારા ઑડિયન્સને વધારવા માટે કોઈ ત્રીજા પક્ષ પાસેથી ટ્રાફિક ખરીદ્યો છે કે નહીં, તે અમને જણાવો. શેર કરો કે તમે આ ત્રીજા પક્ષ સાથે કેવી રીતે કામ કરવાનું બંધ કર્યું અને ભવિષ્યમાં ચૅનલના પ્રમોશન માટે ત્રીજા પક્ષો સાથે કામ કરશો નહીં.  

મારું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું અને મારી અપીલને નકારવામાં આવી હતી. શું હું પ્રોગ્રામમાં ફરી જોડાઈ શકું છું કે નવું એકાઉન્ટ બનાવી શકું છું?

અમે તમારા એકાઉન્ટ સામે લેવાયેલા પગલાં વિશેની તમારી ચિંતાને સમજીએ છીએ. અમે લીધેલા પગલાં નિષ્ણાતોની અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી કાળજીપૂર્વકની તપાસનું પરિણામ છે, જેમાં અમારા જાહેરાતકર્તાઓ, નિર્માતાઓ અને દર્શકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. 

અમાન્ય ટ્રાફિકના કારણે જે નિર્માતાઓના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હોય, તેઓને ભવિષ્યમાં AdSenseમાં ભાગ લેવાની મંજૂરી નથી. આ કારણસર, આ નિર્માતાઓ કદાચ નવું એકાઉન્ટ ખોલી શકશે નહીં.

Google કોઈપણ સૉર્સમાંથી અમાન્ય ટ્રાફિક સહિત કોઈપણ કારણસર એકાઉન્ટને બંધ કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે.

બંધ થયેલા અન્ય એકાઉન્ટ સાથે સંબંધિત હોવાના કારણે મારું એકાઉન્ટ શા માટે બંધ કરવામાં આવ્યું હતું?

જો કોઈ સંબંધિત એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય, તો તમારું એકાઉન્ટ અમારા નિર્માતાઓ, દર્શકો અને જાહેરાતકર્તાઓ માટે જોખમ ઊભું કરે છે, એવું અમારા નિષ્ણાતોને જાણવા મળ્યું છે.

શું મને હજી પણ YouTube માટે AdSenseની મારી કમાણીની ચુકવણી કરવામાં આવશે?

જો તમારું એકાઉન્ટ અમાન્ય ટ્રાફિક કે અમારી પૉલિસીઓના ઉલ્લંઘન માટે બંધ કરવામાં આવ્યું હોય, તો તમે અમાન્ય તરીકે ઓળખવામાં આવી ન હોય તે આવકના ભાગ માટે અંતિમ ચુકવણી માટે યોગ્યતા ધરાવતા હોઈ શકો છો. એકાઉન્ટ બંધ થવા પર, 30 દિવસની ચુકવણી પર રોક મૂકવામાં આવે છે જેથી અમે અંતિમ ચુકવણી (જો કોઈ હોય તો)ની ગણતરી કરી શકીએ. આ 30 દિવસના સમયગાળા પછી, તમારું યોગ્યતા ધરાવતું બાકી બૅલેન્સ (જો કોઈ હોય તો) જોવા માટે, કૃપા કરીને YouTube માટે AdSenseમાં સાઇન ઇન કરો અને ચુકવણીની ગોઠવણ કરો. અમાન્ય ટ્રાફિક માટે અને નિર્માતાની પૉલિસીનું ઉલ્લંઘન કરવા બદલ તમારા અંતિમ બૅલેન્સમાંથી થયેલી કપાતનું, જ્યાં યોગ્ય અને શક્ય હોય ત્યાં અસરગ્રસ્ત જાહેરાતકર્તાઓને રિફંડ આપવામાં આવશે.

શું મને મળેલી ચુકવણીઓ માટેના ટેક્સ ફોર્મ મને હજી પણ મળશે?

તમે હજી પણ નીચે જણાવેલા કિસ્સાઓમાં અમારી પાસેથી ટેક્સ ફોર્મ મેળવી શકો છો: 

  • ભૂતકાળમાં અમારી પાસેથી કોઈ ચુકવણી મળી હોય અથવા 
  • તમારા એકાઉન્ટમાં ચૂકવવાપાત્ર બૅલેન્સ બાકી હોય

તમારી YouTube માટે AdSenseની કમાણી પર ટેક્સ ચૂકવવા વિશે વધુ જાણો.

મારું એકાઉન્ટ ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. શા માટે મારી સાઇટ, ઍપ અથવા વીડિયો પર જાહેરાતો બતાવવામાં આવી રહી નથી?

તમારું એકાઉન્ટ ફરી ચાલુ કરવામાં આવે તે પછી, જાહેરાત સેવાઓ ફરી શરૂ કરવામાં 48 કલાક સુધીનો સમય લાગી શકે છે. 

નોંધ: તમારે તમારી YouTube ચૅનલને તમારા YouTube માટે AdSense એકાઉન્ટ સાથે ફરીથી સાંકળવી જરૂરી હોઈ શકે છે. ચુકવણીઓ માટે YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15945408552801063639
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false