ફેરફાર કરેલા કે કૃત્રિમ કન્ટેન્ટના ઉપયોગની સ્પષ્ટતા કરવી

અમે નિર્માતાઓને કન્ટેન્ટમાં ફેરફાર કરવાના અથવા કન્ટેન્ટ જનરેટ કરવાના ટૂલના નવીન અને ભરોસાપાત્ર ઉપયોગ માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ સાથે, અમે સમજીએ છીએ કે દર્શકો એ પણ જાણવા માગતા હોય છે કે તેઓ જે જોઈ રહ્યાં છે અથવા સાંભળી રહ્યાં છે તે વાસ્તવિક છે કે કેમ.

જ્યારે કન્ટેન્ટ વાસ્તવિક લાગતું હોય, ત્યારે દર્શકો જોઈ રહ્યાં છે તે કન્ટેન્ટ વિશે તેમને માહિતગાર રાખવામાં મદદ માટે, અમારા માટે એ જરૂરી છે કે નિર્માતાઓ એ સ્પષ્ટતા કરે કે તેમાં અર્થપૂર્ણ રીતે ફેરફાર કરાયો છે કે તે કુત્રિમ રીતે જનરેટ કરાયું છે.

નિર્માતાઓએ એવા કન્ટેન્ટ વિશે સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે જે:

  • કોઈ વાસ્તવિક વ્યક્તિને કંઈક એવું કહેતા અથવા કરતા બતાવવામાં આવ્યા છે, જે તેઓએ કર્યું નથી
  • કોઈ વાસ્તવિક ઇવેન્ટ કે સ્થળના ફૂટેજમાં ફેરફાર કરે છે
  • કોઈ ઘટનાનું વાસ્તવિક દેખાતું દૃશ્ય જનરેટ કરે છે, જે ઘટના ક્યારેય થઈ જ નથી

આમાં એવા કન્ટેન્ટનો સમાવેશ હોઈ શકે છે કે જેમાં ઑડિયો, વીડિયો અથવા છબી બનાવવા અથવા તેમાં ફેરફાર કરવાના ટૂલનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ફેરફાર કરાયો હોય.

YouTube Studioમાં ‘ફેરફાર કરેલું કન્ટેન્ટ’ના સેટિંગનો ઉપયોગ કરીને સ્પષ્ટતા કરવી

જેમાં અર્થપૂર્ણ રીતે ફેરફાર કરાયો હોય કે જેને કુત્રિમ રીતે જનરેટ કરાયું હોય એવા કન્ટેન્ટની સ્પષ્ટતા કરવા માટે, કમ્પ્યૂટર પર YouTube Studioનો ઉપયોગ કરતા નિર્માતાઓ માટે ‘ફેરફાર કરેલું કન્ટેન્ટ’નું સેટિંગ ઉપલબ્ધ છે. અમે ભવિષ્યમાં અન્ય ડિવાઇસ અને YouTubeની ઍપ પર પણ આ સેટિંગ ચાલુ કરીશું.

નિર્માતા આ ફીલ્ડ પસંદ કરે અને કન્ટેન્ટ અપલોડ કરે, તે પછી તેમના વીડિયોના મોટા કરેલા વર્ણનમાં એક લેબલ દેખાશે. હાલ પૂરતું આ લેબલ ફોન, ટૅબ્લેટ કે ટીવી પર YouTube ઍપનો ઉપયોગ કરતા હોય એવા દર્શકોને દેખાશે, પણ ભવિષ્યમાં અન્ય ડિવાઇસ પર બતાવવામાં આવશે.

જે નિર્માતાઓ YouTubeના જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ ડ્રીમ ટ્રૅક અથવા ડ્રીમ સ્ક્રીનનો ઉપયોગ કરીને YouTube Short બનાવે છે, તેમને સ્પષ્ટતા કરવા માટે કોઈ વધારાના પગલાં લેવાની જરૂર નથી. ટૂલ ઑટોમૅટિક રીતે નિર્માતાઓ માટે AIના ઉપયોગની સ્પષ્ટતા કરશે. અન્ય AI ટૂલ માટે, નિર્માતાઓએ અપલોડ ફ્લો દરમિયાન તેમના ઉપયોગ વિશે સ્પષ્ટતા કરવી જરૂરી છે.

ફેરફાર કરેલા કે કૃત્રિમ કન્ટેન્ટના ઉદાહરણો

નીચે આપેલી સૂચિમાં ફેરફાર કરેલા કે કૃત્રિમ કન્ટેન્ટના ઉદાહરણોનો સમાવેશ છે. ફેરફાર કરાયેલા અથવા કૃત્રિમ કન્ટેન્ટમાં એવા કન્ટેન્ટનો સમાવેશ હોઈ શકે છે કે જેમાં ઑડિયો, વીડિયો, છબી બનાવવા અથવા તેમાં ફેરફાર કરવાના કોઈપણ ટૂલનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે ફેરફાર કરવામાં આવ્યો હોય કે તે બનાવવામાં આવ્યું હોય. વાસ્તવિક કન્ટેન્ટ અને અર્થપૂર્ણ ફેરફારો માટે સ્પષ્ટતા જરૂરી છે, જ્યારે વાસ્તવિક ન હોય અથવા મામૂલી ફેરફારો ધરાવતા કન્ટેન્ટ માટે સ્પષ્ટતા જરૂરી નથી. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

નિર્માતાઓએ સ્પષ્ટતા કરવાની જરૂર નથી નિર્માતાઓએ સ્પષ્ટતા કરવી જરૂરી છે
  • સૌંદર્ય સંબંધિત ફિલ્ટર લાગુ કરવા
  • કોઈ વ્યક્તિના ચહેરાને કોઈ બીજી વ્યક્તિના ચહેરા સાથે બદલવા માટે, ડિજિટલ ટૂલનો ઉપયોગ કરીને કન્ટેન્ટ જનરેટ કરવું કે તેમાં ફેરફાર કરવું
  • ચાલતી કારને સિમ્યુલેટ કરવા માટે કુત્રિમ રીતે બૅકડ્રૉપ જનરેટ કરવું અથવા વધારવું
  • ઑરિજિનલ મૂવીમાં ન હતા તેવા કોઈ સેલિબ્રિટીને શામેલ કરવા માટે, કાર ચેસના પ્રખ્યાત દૃશ્યમાં ડિજિટલ રીતે ફેરફાર કરવો
  • અગાઉ રેકોર્ડ કરેલા ઑડિયોને વધુ સારો બનાવવા માટે ઇફેક્ટનો ઉપયોગ કરવો
  • એવો ઑડિયો સિમ્યૂલેટ કરવો કે જેમાં કોઈ તબીબી વ્યાવસાયિકે સલાહ આપી હોય એવું લાગે, જ્યારે વાસ્તવિક રીતે તબીબી વ્યાવસાયિક તે સલાહ આપતા નથી
  • વીડિયોમાં મિસાઇલના AI વડે જનરેટ કરેલા ઍનિમેશનનો ઉપયોગ કરવો
  • કોઈ વાસ્તવિક શહેર પર થતાં મિસાઇલ હુમલાનું વાસ્તવિક ચિત્રણ બતાવવું

 

એવા કન્ટેન્ટના ઉદાહરણો કે જેમાં નિર્માતાઓએ સ્પષ્ટતા કરવાની જરૂર હોતી નથી
નિર્માતાઓએ એવા અવાસ્તવિક કન્ટેન્ટની સ્પષ્ટતા કરવી જરૂરી નથી કે જે ફેરફાર કરેલું કે કુત્રિમ છે અથવા વાસ્તવિક કન્ટેન્ટમાં મામૂલી ફેરફારો કરેલા છે. મામૂલી ફેરફારો એવા ફેરફારો છે કે જે પ્રાથમિક રીતે વીડિયોને આકર્ષક બનાવવા માટે કરવામાં આવે છે અને જેમાં કન્ટેન્ટમાં એવી રીતે ફેરફાર થતો નથી કે તે વાસ્તવમાં થયેલી ઘટના વિશે દર્શકને ભ્રમિત કરે.
નિર્માતાઓએ જેની સ્પષ્ટતા કરવી જરૂરી નથી એવા કન્ટેન્ટ, ફેરફારો અથવા વીડિયો સહાયતાના ઉદાહરણો:
  • કન્ટેન્ટ જે વાસ્તવિક નથી
    • કોઈ વ્યક્તિને કાલ્પનિક દુનિયામાં યુનિકોર્નની સવારી કરતા બતાવવામાં આવી હોય
    • ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ આકાશમાં ઉડતી વ્યક્તિ દર્શાવવા માટે થાય છે
  • મામૂલી
    • રંગ ગોઠવણી અથવા લાઇટિંગવાળા ફિલ્ટર
    • વિશેષ ઇફેક્ટવાળા ફિલ્ટર, જેમ કે બૅકગ્રાઉન્ડ બ્લર અથવા વિન્ટેજ ઇફેક્ટ ઉમેરવી
    • પ્રોડક્શનમાં સહાયતા, જેમ કે વીડિયો આઉટલાઇન, સ્ક્રિપ્ટ, થંબનેલ, શીર્ષક અથવા ઇન્ફોગ્રાફિક બનાવવા માટે અથવા તેને બહેતર બનાવવા માટે જનરેટિવ AI ટૂલનો ઉપયોગ કરવો
    • કૅપ્શન બનાવવા
    • વીડિયો શાર્પિંગ, અપસ્કેલિંગ અથવા રિપૅર અને વૉઇસ અથવા ઑડિયો રિપૅર
    • કન્ટેન્ટ બનાવવાના આઇડિયા જનરેટ કરવા

ધ્યાનમાં રાખો, કે ઉપર આપેલી સૂચિ સંપૂર્ણ નથી.

એવા કન્ટેન્ટના ઉદાહરણો કે જેમાં નિર્માતાઓએ સ્પષ્ટતા કરવાની જરૂર છે
જ્યારે કન્ટેન્ટ વાસ્તવિક અથવા અર્થપૂર્ણ લાગતું હોય, ત્યારે દર્શકો જોઈ રહ્યાં છે તે કન્ટેન્ટ વિશે તેમને માહિતગાર રાખવામાં મદદ માટે, અમારા માટે એ જરૂરી છે કે નિર્માતાઓ એ સ્પષ્ટતા કરે કે કન્ટેન્ટ ફેરફાર કરેલું કે કુત્રિમ છે.
નિર્માતાઓએ જેની સ્પષ્ટતા કરવી જરૂરી છે એવા કન્ટેન્ટ, ફેરફારો અથવા વીડિયો સહાયતાના ઉદાહરણો:
  • મ્યુઝિક કુત્રિમ રીતે જનરેટ કરવું (Creator Musicનો ઉપયોગ કરીને જનરેટ કરેલા મ્યુઝિકનો સમાવેશ છે)
  • વૉઇસઓવર માટે કોઈ અન્ય વ્યક્તિના વૉઇસનું વૉઇસ ક્લોનિંગ
  • વાસ્તવિક સ્થાનનો કુત્રિમ રીતે વધારાનો ફૂટેજ જનરેટ કરવો, જેમ કે મુસાફરીના પ્રમોશનલ વીડિયો માટે માયુમાં સર્ફ કરતી વ્યક્તિનો વીડિયો
  • ટેનિસની રમતના બે વાસ્તવિક વ્યાવસાયિક ખેલાડી વચ્ચેની કોઈ મેચનો કુત્રિમ રીતે વાસ્તવિક વીડિયો જનરેટ કરવો
  • એવું દર્શાવવું કે કોઈ વ્યક્તિએ સલાહ આપી છે, વાસ્તવમાં તેમણે કોઈ સલાહ આપી નથી
  • કોઈ લોકપ્રિય ગાયક તેમના લાઇવ પર્ફોર્મન્સમાં કોઈ નોટ ચૂકી ગયા છે એવું દર્શાવવા માટે ઑડિયોમાં ડિજિટલ રીતે ફેરફાર કરવો
  • કોઈ વાસ્તવિક શહેર તરફ આગળ વધતા વાવાઝોડા અથવા હવામાનની અન્ય ઘટનાઓનું વાસ્તવિક ચિત્રણ બતાવવું જે વાસ્તવમાં બન્યું ન હતું
  • બીમાર કે ઇજાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ફેરવવામાં આવતા હોય એવું બતાવવું
  • કોઈ પ્રખ્યાત વ્યક્તિએ ચોરી ન કરી હોય તેવી કોઈ વસ્તુની ચોરી કરતા અથવા તેઓએ ચોરી કરવાનું કબૂલ ન કર્યું હોય તેવી કોઈ વસ્તુની ચોરી કરવાનું કબૂલ કરતા બતાવવું
  • કોઈ વાસ્તવિક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અથવા કેદ કરવામાં આવી છે એવું દર્શાવવું

ધ્યાનમાં રાખો, કે ઉપર આપેલી સૂચિ સંપૂર્ણ નથી.

ફેરફાર કરાયેલા કે કૃત્રિમ કન્ટેન્ટની સ્પષ્ટતા કરવી

અમારા માટે જરૂરી છે કે નિર્માતાઓ અર્થપૂર્ણ રીતે ફેરફાર કરાયેલા કે કુત્રિમ રીતે જનરેટ કરાયેલા હોય એવા વાસ્તવિક લાગતા કન્ટેન્ટ માટે સ્પષ્ટતા કરે. નિર્માતાઓ અપલોડની પ્રક્રિયા દરમિયાન આ સ્પષ્ટતા કરી શકે છે.

કમ્પ્યૂટર પર YouTube Studio

  1. YouTube Studio પર જાઓ.
  2. કન્ટેન્ટ અપલોડ કરવા માટેના પગલાં અનુસરો.
  3. સ્પષ્ટતા સંબંધિત પ્રશ્નોનો જવાબ આપવા માટે વિગતો વિભાગમાં, “ફેરફાર કરેલું કન્ટેન્ટ” હેઠળ, હા પસંદ કરો.
  4. વીડિયોની અન્ય વિગતો પસંદ કરવાનું ચાલુ રાખો.

જો કોઈ નિર્માતા તેમના YouTube Shortમાં YouTubeની જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇફેક્ટ (જેમ કે YouTubeની ડ્રીમ ટ્રૅક અથવા ડ્રીમ સ્ક્રીન)માંથી કોઈ એક ઇફેક્ટનો ઉપયોગ કરે, તો સ્પષ્ટતા કરવા માટે હાલમાં કોઈ વધારાના પગલાંની જરૂર નથી. ટૂલ ઑટોમૅટિક રીતે નિર્માતાઓ માટે AIના ઉપયોગની સ્પષ્ટતા કરશે.

જો નિર્માતાઓ તેમના વીડિયોના શીર્ષક અથવા વર્ણનમાં ફેરફાર કરેલા અથવા કૃત્રિમ કન્ટેન્ટના ઉપયોગની સ્પષ્ટતા કરે, તો તેમની સહાય કરવા માટે, અમે સક્રિયપણે તેમના વતી સ્પષ્ટતા પસંદ કરી શકીએ છીએ.

નિર્માતાઓ સ્પષ્ટતા કરે પછી શું થાય

જો નિર્માતાઓ તેમનું કન્ટેન્ટ ફરેફાર કરેલું અથવા કુત્રિમ છે એવું સૂચવવા માટે “હા” પસંદ કરશે, તો અમે તેમના વીડિયોના વર્ણન ફીલ્ડમાં એક લેબલ ઉમેરીશું. હાલ પૂરતું આ લેબલ મોબાઇલ ડિવાઇસ પર કે ટૅબ્લેટ પર YouTube વીડિયો જોનારા દર્શકોને બતાવવામાં આવશે.

મોટા કરેલા વર્ણન ફીલ્ડમાં લેબલ

સંવેદનશીલ કન્ટેન્ટ માટે વધારાનું લેબલ

ચૂંટણીઓ, ચાલી રહેલા વિરોધો, કુદરતી આફતો, નાણાકીય અથવા સ્વાસ્થ્ય વિશે ઉચ્ચ ક્વૉલિટીની અને સમયસર માહિતી મહત્ત્વપૂર્ણ છે. આ પ્રકારની માહિતી લોકો અને સમુદાયોની સુખાકારી, નાણાકીય સુરક્ષા અથવા સલામતી પર નોંધપાત્ર રીતે અસર કરે છે. આના જેવા સંવેદનશીલ વિષયો સંબંધિત કન્ટેન્ટ માટે, વધારાની પારદર્શિતાના હેતુસર વીડિયો પ્લેયરમાં વધુ પ્રાધાન્યતાનું લેબલ પણ બતાવવામાં આવી શકે છે.

સ્પષ્ટતા કરવાની અન્ય અસરો

ફેરફાર કરેલું કે કુત્રિમ તરીકે કન્ટેન્ટની સ્પષ્ટતા કરવાથી વીડિયોના ઑડિયન્સ મર્યાદિત થશે નહીં અથવા નાણાં કમાવાની યોગ્યતા પર તેની અસર પડશે નહીં.

સ્પષ્ટતા ન કરવાના જોખમો

જો દર્શકોને કોઈ વીડિયો વાસ્તવિક લાગે, તો તે વાસ્તવિક હોય એવું દર્શાવવા માટે, વાસ્તવમાં તો તેમાં અર્થપૂર્ણ રીતે ફેરફાર કરાયો છે અથવા તે કુત્રિમ રીતે જનરેટ કરવામાં આવ્યો છે, જે ભ્રામક હોઈ શકે છે.

જ્યારે કન્ટેન્ટની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય, ત્યારે અમુક કિસ્સાઓમાં YouTube સક્રિયપણે 'નિર્માતાઓ પાસે કાઢી નાખવાનો વિકલ્પ નથી' એવું એક લેબલ લગાવીને દર્શકોને થતા નુકસાનનું જોખમ ઓછું કરવા માટે પગલું લઈ શકે છે. વધુમાં, નિર્માતાઓ કે જેઓ સતત્ત રીતે આ માહિતીની સ્પષ્ટતા કરવાનું પસંદ ન કરતા હોય, તેઓ YouTube તરફથી દંડ ભોગવવાને પાત્ર હોઈ શકે છે, આમાં કન્ટેન્ટ કાઢી નાખવાનો અથવા YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી સસ્પેન્શનનો સમાવેશ છે.

યાદ રાખો કે, અમે YouTube પરના બધા કન્ટેન્ટ પર સમુદાયના દિશાનિર્દેશો લાગુ કરીએ છીએ, પછી ભલે તે ફેરફાર કરેલું હોય કે તે કુત્રિમ હોય.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8646764114806501793
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false