વર્ષની સમાપ્તિ પર ઉપલબ્ધ થતા તમારા Recap વિશે જાણો

તમારા કલાકાર Recapનો ઉપયોગ કરીને આખા વર્ષ દરમિયાન પાર કરેલા માઇલસ્ટોનની ઉજવણી કરો અને YouTube પર ચાહકો તમારા મ્યુઝિક સાથે કેવી રીતે જોડાય છે, તે જાણો. પછી, કસ્ટમ ડેટા કાર્ડનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તમારી સિદ્ધિઓ શેર કરો.

તમારા કલાકાર Recap વિશે જાણો

તમારા Recapમાં આખા વર્ષના મ્યુઝિક પર ફોકસ કરતી વિવિધ જાણકારી શામેલ હોઈ શકે છે, જેમ કે:

  • જોવાયાનો કુલ સમય
  • કુલ વ્યૂ
  • તમારો શ્રેષ્ઠ મહિનો, વિશિષ્ટ દર્શકોના આધારે
  • તમારું સૌથી લોકપ્રિય ગીત, આ વર્ષે આજની તારીખ સુધીના વ્યૂના આધારે
  • તમારા મ્યુઝિકનો ઉપયોગ કરતા UGC Shortsની સંખ્યા, રચનાઓ અને વ્યૂના આધારે
  • તમારું મ્યુઝિક જ્યાં સૌથી વધુ લોકપ્રિય હતું તેવા દેશો અથવા પ્રદેશો

તમારા Recapમાંનો ડેટા 1 જાન્યુઆરીથી 15 નવેમ્બર સુધીનો છે. 15 નવેમ્બર પછીના વ્યૂ અને ડેટા તમારા Recapમાં કૅપ્ચર કરવામાં આવશે નહીં. કલાકારની છબીઓ તમારી YouTube Music પ્રોફાઇલમાંથી મેળવવામાં આવે છે. તમારા Recapમાં સમસ્યાની જાણ કરવા માટે, આ સૂચનાઓનું પાલન કરો.

તમારું કલાકાર Recap શોધો

તમારું Recap શોધવા માટે,

  1. YouTube Studio મોબાઇલ ઍપ ખોલો.
  2. Analytics ટૅબ પર ટૅપ કરો.
  3. તમારા Analytics ઓવરવ્યૂ નીચે Recap કાર્ડ પર ટૅપ કરો.

તમારા ચાહકો સાથે તમારું કલાકાર Recap શેર કરો

તમારા Recapમાંથી ડેટા કાર્ડ શેર કરવા માટે,

  1. Recap કાર્ડ ખોલો અને કાર્ડની નીચે શેર કરો પર ટૅપ કરો.
  2. તમારા ડિવાઇસમાં છબી સાચવવા માટે, સાચવો પસંદ કરો. સોશિયલ મીડિયા પર તેને શેર કરવા માટે, શેર કરો પસંદ કરો.
નોંધ: જ્યારે તમે Instagram Stories પર તમારું Recap શેર કરો, ત્યારે અમે વપરાશકર્તાના તમારા નામ નીચે તમારા YouTube Musicના કલાકારના પેજની લિંક આપીશું.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5840524455444804314
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false