YouTube પર કોઈ RSS ફીડ પર એપિસોડ પબ્લિશ કરવા કે ડિસ્કનેક્ટ કરવા વિશે

જો તમે કોઈ પૉડકાસ્ટ નિર્માતા હો, તો કોઈ RSS ફીડ મારફતે YouTube પર તમારા પૉડકાસ્ટ અપલોડ કરવા માટે તમે YouTube Studioનો ઉપયોગ કરી શકો છો. કોઈ RSS ફીડમાં પબ્લિશ કરવા કે ડિસ્કનેક્ટ કરવા માટે, નીચે આપેલા પગલાં અનુસરો. તમે YouTube પર RSS ફીડમાંથી પૉડકાસ્ટ અપલોડ કરવા વિશે વધુ જાણી પણ શકો છો.

નોંધ: RSS ઇન્જેશન પસંદગીના દેશો/પ્રદેશોમાં ઉપલબ્ધ છે.

RSS ફીડ વડે YouTube પર ઑડિયો-ફર્સ્ટ Podcasts અપલોડ કરવાની રીત

YouTubeમાં પૉડકાસ્ટ અપલોડ કરવા માટે, તમારું RSS ફીડ કનેક્ટ કરવા વિશે

તમે શરૂ કરો એ પહેલાં, YouTube Studioમાં લૉગ ઇન કરો. પછી, તમારા RSS ફીડમાંથી YouTube પર પૉડકાસ્ટના એપિસોડ અપલોડ કરવા માટે, નીચે આપેલા પગલાં અનુસરો.

YouTube પર કોઈ RSS ફીડ સબમિટ કરવા વિશે

1. YouTube Studioમાં, બનાવો  અને પછી નવું પૉડકાસ્ટ અને પછી RSS ફીડ સબમિટ કરો  પર ક્લિક કરો.

નોંધ: જો તમે વિગતવાર સુવિધાનો ઍક્સેસ ધરાવતા ન હો, તો તમારે તમારી ઓળખની ચકાસણી કરવાની જરૂર છે.

2. RSS ઇન્જેશન ટૂલની સેવાની શરતો વાંચો અને સ્વીકારો. 

3. સ્ક્રીન પરની સૂચનાઓ વાંચો અને આગળ પર ક્લિક કરો.

4. RSS ફીડનું તમારું URL દાખલ કરો અને આગળ પર ક્લિક કરો.

5. તમારા એકાઉન્ટની ચકાસણી કરવા માટે, કોડ મોકલો પર ક્લિક કરો. 

6. તમારા RSS ફીડના ઇમેઇલ ઍડ્રેસ પર મોકલેલો ચકાસણી કોડ દાખલ કરો અને ચકાસણી કરો પર ક્લિક કરો. જો તમે તમારા RSS ફીડના ઇમેઇલ ઍડ્રેસ વિશે જાણતા ન હો, તો તમારા હોસ્ટિંગ પ્રદાતાનો સંપર્ક કરો.

7. YouTube પર તમે તમારા પૉડકાસ્ટમાં કયા એપિસોડ અપલોડ કરવા માગો છો તે પસંદ કરો અને આગળ પર ક્લિક કરો. તમે અપલોડ કરવા માટે, આ પસંદ કરી શકો છો:

  • હાલના તમામ એપિસોડ
  • કોઈ ચોક્કસ તારીખથી પબ્લિશ કરેલા બધા એપિસોડ
  • માત્ર ભવિષ્યના એપિસોડ
જો તમારા એપિસોડમાં પેઇડ પ્રમોશન શામેલ હોય, તો તમારે આ “RSS ફીડના મોટા ભાગના એપિસોડમાં પેઇડ પ્રમોશનનો સમાવેશ છે” વિકલ્પ પણ પસંદ કરવો જોઈએ. YouTube પર RSS ફીડ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે વધુ જાણો.

8. દૃશ્યતાની વિગતોનો રિવ્યૂ કરો અને સાચવો પર ક્લિક કરો.

તમારા RSS ફીડમાંથી પૉડકાસ્ટ પબ્લિશ કરવા વિશે

એકવાર તમે તમારા ફીડનું સેટઅપ કરી લો, પછી તમારા એપિસોડને અપલોડ થવા માટે થોડા દિવસનો સમય લાગી શકે છે. જ્યારે તમારું પૉડકાસ્ટ પબ્લિશ કરવા માટે તૈયાર હશે, ત્યારે તમે કોઈ ઇમેઇલ મેળવશો, જોકે જ્યાં સુધી તમે નીચે આપેલા પગલાં અનુસરો નહીં ત્યાં સુધી તમારું પૉડકાસ્ટ પબ્લિશ કરવામાં આવશે નહીં. 

કોઈ ફીડ પબ્લિશ કરવા માટે,

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી Podcasts પર જાઓ.
  2. “વીડિયોની સંખ્યા” હેઠળ તમારા પૉડકાસ્ટ ફીડની બાજુમાંથી પબ્લિશ કરો પર ક્લિક કરો. જ્યારે તમારા પૉડકાસ્ટ એપિસોડ અપલોડ થવાના પૂર્ણ થાય, માત્ર ત્યારે આ બટન દેખાશે. 

તમે પબ્લિશ કરશો, પછી તમારા પૉડકાસ્ટ અને કોઈપણ નવા એપિસોડ YouTube પર બધા માટે સાર્વજનિક થશે. તમે આ સેટિંગમાં ફેરફાર પૉડકાસ્ટની વિગતો પેજ પર કરી શકશો. આગલા વિભાગમાં તમારા વીડિયોની ડિફૉલ્ટ દૃશ્યતામાં ફેરફાર કરવાની રીત જાણો.

પૉડકાસ્ટની વિગતોમાં ફેરફાર કરવા વિશે

જો તમારા RSS ફીડમાં ડિલિવર કરવામાં આવેલી પૉડકાસ્ટની વિગતો ખૂટતી કે અયોગ્ય હોય, તો તમે તેના માટે પૉડકાસ્ટની વિગતો પેજ પરથી ફેરફાર કરી શકશો.

1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી Podcasts પર જાઓ.
2. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને વિગતો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પસંદ કરો.
3. પૉડકાસ્ટની વિગતોના પેજ પર નીચે આપેલામાંથી કોઈપણ સેટિંગ અપડેટ કરો:

  • શીર્ષકો
  • વર્ણનો
  • વીડિયો દૃશ્યતા
  • વીડિયોનો ડિફૉલ્ટ ક્રમ
  • RSS સેટિંગ

4. જ્યારે પૂર્ણ થાય, ત્યારે સાચવો પર ક્લિક કરો.

નોંધ: તમારા RSS ફીડમાંથી એપિસોડની વિગતો ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે. જો તમારા એપિસોડની વિગતોમાં કોઈ ફેરફાર થાય, તો તમે તેને તમારા RSS ફીડમાંથી જ ફેરફાર કરી શકો છો. જો તમે YouTube Studioમાં એપિસોડની વિગતોમાં કોઈ ફેરફાર કરો, તો તમારા RSS ફીડમાંથી તે એપિસોડમાં કરવામાં આવનારા બધા ભાવિ ફેરફારોને અમે બ્લૉક કરીશું.

કોઈ RSS ફીડને તમારા YouTube પૉડકાસ્ટમાંથી ડિસ્કનેક્ટ કરવા વિશે

YouTube પર તમારા પૉડકાસ્ટમાંથી તમારા RSS ફીડને ડિસ્કનેક્ટ કરવાથી નવા એપિસોડ અપલોડ થવાથી રોકી શકાશે. 

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી Podcasts પર જાઓ.
  2. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને વિગતો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પસંદ કરો.
  3. પૉડકાસ્ટની વિગતોના પેજમાંથી તમારા RSS ફીડની લિંક શોધો અને ડિસ્કનેક્ટ કરો પર ક્લિક કરો.
  4. તમે તમારી ચૅનલમાંથી RSS ફીડ ડિસ્કનેક્ટ કરવા માગો છો, તે કન્ફર્મ કરો.

કોઈ એપિસોડ ફરીથી અપલોડ કરવા વિશે

જો તમે તમારા RSS ફીડ મારફતે કોઈ ઑડિયો ફાઇલ અપડેટ કરવા માગતા હો, તો તમારો વીડિયો ફરીથી અપલોડ કરવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી Podcasts પર જાઓ.
  2. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને વીડિયો પસંદ કરો.
  3. તમે ફરીથી ટ્રાન્સફર કરવા માગતા હો, તે વીડિયો પર કર્સર લઈ જાઓ અને મેનૂ પર ક્લિક કરો.
  4. RSS ફીડમાંથી ફરીથી અપલોડ કરો પસંદ કરો. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15875527389728940717
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false