YouTube પર નિરીક્ષિત અનુભવ માટે માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ

માતાપિતા કે જેઓ નક્કી કરે છે કે તેમનું 13 વર્ષ (અથવા તેમના દેશ/પ્રદેશમાં લાગુ થતી સંબંધિત ઉંમર)થી ઓછી ઉંમરનું બાળક YouTube પર શોધખોળ કરવા માટે તૈયાર છે, તેઓ નિરીક્ષણ હેઠળના એકાઉન્ટનું સેટઅપ કરી શકે છે. તમે નિરીક્ષિત અનુભવ મારફતે તમારા બાળકના જોવાના પ્રવાસમાં માર્ગદર્શન આપી શકો તે હેતુસર તમારા માટે વિવિધ નિયંત્રણો અને સેટિંગ ઉપલબ્ધ છે.

નોંધ: જો તમે YouTube Kids માટે માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ વિશે વધુ જાણવા માગતા હો, તો અમારા સહાયતા કેન્દ્રમાં વધુ માહિતી મેળવો. 

માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ મેનેજ કરવા

જ્યારે તમે તમારા બાળક માટે Google એકાઉન્ટનું સેટઅપ કરો, ત્યારે તમે આની મારફતે YouTubeના નિરીક્ષિત અનુભવ માટે માતાપિતાના યોગ્ય નિયંત્રણોનું સેટઅપ કરી શકો છો:

  • YouTube: તમારા લિંક કરેલા 'માતાપિતાના એકાઉન્ટ'ના YouTube સેટિંગમાં માતાપિતાના સેટિંગ હેઠળ
  • Family Link: Family Link ઍપમાં “YouTube સેટિંગ” હેઠળ

તમારા લિંક કરેલા માતાપિતાના એકાઉન્ટના YouTube સેટિંગનો ઉપયોગ કરવા

તમારા YouTube સેટિંગમાંથી નિરીક્ષિત અનુભવ માટે માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ જોવા માટે:

  1. તમારા લિંક કરેલા 'માતાપિતાના એકાઉન્ટ' વડે YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ.
  3. સેટિંગ પસંદ કરો.
  4. માતાપિતા માટેના સેટિંગ પસંદ કરો.
    1. જો તમે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમારા બાળક માટે સેટિંગ મેનેજ કરો પસંદ કરો, જે “માતાપિતા માટેના સેટિંગ”ની બાજુમાં છે.

Family Link ઍપનો ઉપયોગ કરો

Family Linkમાંથી YouTube Kids પ્રોફાઇલ અથવા YouTubeના નિરીક્ષિત અનુભવો માટે માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ જોવા માટે:

  1. તમારા ડિવાઇસ પર, Family Link ઍપ Family Link ખોલો.
  2. તમારા બાળકની પસંદગી કરો.
  3. નિયંત્રણો અને પછી કન્ટેન્ટ પ્રતિબંધો અને પછી YouTube પર ટૅપ કરો.
  4. "YouTube સેટિંગ" હેઠળ YouTube પર તમારા બાળકના નિરીક્ષિત અનુભવ માટેના સેટિંગ બદલો.

વિશિષ્ટ માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ બદલવા

તમે વિશિષ્ટ માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ ગોઠવીને ખાસ તમારા બાળક માટે YouTubeનો નિરીક્ષિત અનુભવ તૈયાર કરી શકો છો. આ નિયંત્રણો અને સેટિંગ થકી તમે નિમ્નલિખિત કાર્યો કરી શકશો:

કન્ટેન્ટ બ્લૉક કરવું

તમે તમારું બાળક ન જુએ તેમ ઇચ્છતા હો તેવી વિશિષ્ટ ચૅનલને બ્લૉક કરવા માટે તમારા લિંક કરેલા માતાપિતાના એકાઉન્ટ વડે YouTubeમાં સાઇન ઇન કરી શકો છો.

તમારા બાળકના કન્ટેન્ટના લેવલના સેટિંગ બદલવા 
માતાપિતા, YouTube પર નિરીક્ષિત અનુભવ માટે કન્ટેન્ટ કેવી રીતે પસંદ કરવામાં આવશે તે પસંદ કરી શકે છે.

YouTube પર જઈને તમારા બાળકના કન્ટેન્ટના લેવલના સેટિંગ બદલવા:

  1. તમારા લિંક કરેલા 'માતાપિતાના એકાઉન્ટ' વડે YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ.
  3. સેટિંગ પસંદ કરો.
  4. માતાપિતા માટેના સેટિંગ પસંદ કરો.
  5. તમારા બાળકની પ્રોફાઇલ અથવા એકાઉન્ટ પસંદ કરો.
  6. જો તમે YouTube પર તેમના નિરીક્ષિત અનુભવ માટે કન્ટેન્ટ સેટિંગ બદલવા ઇચ્છતા હો, તો:
    • YouTube સેટિંગ હેઠળ, “કન્ટેન્ટ સેટિંગ”ની આગળ દેખાતા ફેરફાર કરો પસંદ કરો.

જો તમે Family Link વડે તમારા બાળકના Google એકાઉન્ટને મેનેજ કરતા હો, તો તમે Family Link ઍપમાંથી પણ તેમના કન્ટેન્ટના લેવલનું સેટિંગ બદલી શકો છો:

  1. તમારા ડિવાઇસ પર, Family Link ઍપ Family Link ખોલો.
  2. તમારા બાળકની પસંદગી કરો.
  3. નિયંત્રણો અને પછી કન્ટેન્ટ પ્રતિબંધો અને પછી YouTube પર ટૅપ કરો.
  4. "YouTube સેટિંગ" હેઠળ YouTube પર તમારા બાળકના નિરીક્ષિત અનુભવ માટે તેમના કન્ટેન્ટના લેવલનું સેટિંગ બદલો.
નોંધ: જ્યારે તમે કન્ટેન્ટ સેટિંગના નામ પર ક્લિક કરશો કે ટૅપ કરશો, ત્યારે તમને દરેક કન્ટેન્ટ સેટિંગમાં ઉપલબ્ધ કન્ટેન્ટનો પ્રીવ્યૂ મળશે. તમે કોઈપણ સમયે આ સેટિંગ બદલી શકો છો.
તમારા બાળકના જોવાયાના ઇતિહાસનો રિવ્યૂ કરો

તમે તમારા બાળકના ડિવાઇસ પરના તેમના નિરીક્ષણ હેઠળના એકાઉન્ટના જોવાયાના ઇતિહાસનો રિવ્યૂ કરી શકો છો:

  1. મારી પ્રવૃત્તિ પેજ પર જાઓ.
  2. YouTube ઇતિહાસ પસંદ કરો.
  3. ઇતિહાસ મેનેજ કરો પસંદ કરો.
  4. જોવાયાના ઇતિહાસનો રિવ્યૂ કરવા માટે સ્ક્રોલ કરો.
ઇતિહાસ સાફ કરો

તમે YouTubeમાંથી તમારા બાળકના બધા લિંક કરેલાં ડિવાઇસમાંથી તેમના એકાઉન્ટ માટેના જોવાયાનો અને શોધ ઇતિહાસ સાફ કરી શકો છો:

  1. તમારા લિંક કરેલા 'માતાપિતાના એકાઉન્ટ' વડે YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ.
  3. સેટિંગ પસંદ કરો.
  4. માતાપિતા માટેના સેટિંગ પસંદ કરો.
  5. તમારા બાળકની પ્રોફાઇલ અથવા એકાઉન્ટ પસંદ કરો.
  6. ઇતિહાસ સાફ કરો પસંદ કરો.
  7. તમારા ફેરફારો સાચવવા માટે, સાફ કરો પસંદ કરો.
ઑટોપ્લે બંધ કરો

તમે ઑટોપ્લે બંધ કરો વિકલ્પ પસંદ કરીને તમારા બાળક માટે ઑટોપ્લે બંધ કરી શકો છો. જ્યારે આ સેટિંગ ચાલુ હોય, ત્યારે તમારું બાળક ઑટોપ્લે ચાલુ કરી શકતું નથી.

YouTubeમાંથી તમારા બાળક માટે ઑટોપ્લે બંધ કરવા માટે:

  1. તમારા લિંક કરેલા 'માતાપિતાના એકાઉન્ટ' વડે YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ.
  3. સેટિંગ પસંદ કરો.
  4. માતાપિતા માટેના સેટિંગ પસંદ કરો.
  5. તમારા બાળકની પ્રોફાઇલ અથવા એકાઉન્ટ પસંદ કરો.
  6. ઑટોપ્લે બંધ કરો વિકલ્પને ચાલુ પર સ્વિચ કરો.
જોવાયાનો ઇતિહાસ થોભાવો
તમે અન્ય વીડિયોનો સુઝાવ આપવાના સિગ્નલ તરીકે નવા વીડિયોના વ્યૂનો ઉપયોગ થવાનું અટકાવી શકો છો.

YouTube પર તમારા બાળકનો જોવાયાનો ઇતિહાસ થોભાવવા માટે:

  1. તમારા લિંક કરેલા 'માતાપિતાના એકાઉન્ટ' વડે YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ.
  3. સેટિંગ પસંદ કરો.
  4. માતાપિતા માટેના સેટિંગ પસંદ કરો.
  5. તમારા બાળકની પ્રોફાઇલ અથવા એકાઉન્ટ પસંદ કરો.
  6. જોવાયાનો ઇતિહાસ થોભાવો વિકલ્પ ચાલુ થાય તે રીતે સ્વિચ કરો.
શોધ ઇતિહાસ થોભાવો
તમે અન્ય વીડિયોનો સુઝાવ આપવાના સિગ્નલ તરીકે નવા શોધ શબ્દોનો ઉપયોગ થવાનું અટકાવી શકો છો. 

YouTube પર તમારા બાળકનો શોધ ઇતિહાસ થોભાવવા માટે:

  1. તમારા લિંક કરેલા 'માતાપિતાના એકાઉન્ટ' વડે YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ.
  3. સેટિંગ પસંદ કરો.
  4. માતાપિતા માટેના સેટિંગ પસંદ કરો.
  5. તમારા બાળકની પ્રોફાઇલ અથવા એકાઉન્ટ પસંદ કરો.
  6. શોધ ઇતિહાસ થોભાવો વિકલ્પને ચાલુ પર સ્વિચ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5048524059070576150
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false