તમારી ચૅનલમાં સર્વનામો ઉમેરવા અથવા તેમાં ફેરફાર કરવા

તમે તમારી ચૅનલમાં તમારા સર્વનામો ઉમેરી શકો છો, જેથી તેમને તમારી ચૅનલના પેજ પર બતાવવામાં આવી શકે. તમારા સર્વનામો દરેકને બતાવવા કે નહીં અથવા તો માત્ર તમારા સબ્સ્ક્રાઇબરને જ બતાવવા એ તમે પસંદ કરી શકો છો.

સર્વનામો એ વ્યક્તિગત ઓળખ અને અભિવ્યક્તિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. કેટલાક અધિકાર ક્ષેત્રોમાં લિંગ અભિવ્યક્તિ સંબંધિત કાયદા છે. તમે જ્યારે YouTube પર પસંદ કરવા માટેની આ સાર્વજનિક સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારા સ્થાનિક કાયદા ધ્યાનમાં રાખો.

જો તમારી ચૅનલના પેજ પર સર્વનામો ઉપલબ્ધ ન હોય, તો તમને જણાવી દઈએ કે અમે આ સુવિધાને વિસ્તારીને વધુ દેશો/પ્રદેશોમાં અને ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.

નોંધ: સર્વનામોની સુવિધા કાર્યસ્થળ કે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે ઉપલબ્ધ નથી.

તમારા સર્વનામો ઉમેરવા કે તેમાં ફેરફાર કરવા માટે:

YouTube Android ઍપ

  1. તમારા પ્રોફાઇલ ફોટો  અને પછી તમારી ચૅનલ  પર ટૅપ કરો.
  2. તમારી ચૅનલના વર્ણન હેઠળ, ફેરફાર કરો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ટૅપ કરો.
  3. સર્વનામોની આગળ, ફેરફાર કરો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા અને પછી સર્વનામ ઉમેરો પર ટૅપ કરો.
  4. તમારા સર્વનામો દાખલ કરવાનું શરૂ કરો અને તેમાંથી તમારી ચૅનલને સંબંધિત હોય એવા સર્વનામની પસંદગી કરો. તમે વધુમાં વધુ ચાર સર્વનામ ઉમેરી શકો છો.
    1. તમારે જે પણ સર્વનામો કાઢી નાખવા હોય, તેની બાજુમાં  પર ટૅપ કરીને, તમે તમારી પસંદગીઓમાં ફેરફાર કરી શકો છો.
  5. તમારા સર્વનામો કોણ જોઈ શકે તે પસંદ કરો: 
    1. YouTube પરની પ્રત્યેક વ્યક્તિ અથવા 
    2. માત્ર મારા સબ્સ્ક્રાઇબર 
  6. સાચવો પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16032787021276248805
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false