કૅપ્શન વડે તમારા વીડિયોને બહેતર બનાવવા

તમે તમારા વીડિયોમાં ફેરફાર કરી લો તે પછી, કૅપ્શન ઉમેરીને તમારા વીડિયોને બહેતર બનાવો. કૅપ્શન ટૂલ વડે તમારા દર્શકો માટે તમારા વીડિયોને ઍક્સેસિબલ બનાવો. તમારા વીડિયો માટે ઑટોમૅટિક રીતે ટ્રાન્સ્ક્રાઇબ કરવાની અથવા કૅપ્શનમાં ફેરફાર કરવાની રીત જાણો.

નોંધ: YouTube Create 60 સેકન્ડથી વધુ લાંબી ક્લિપ માટે કૅપ્શન જનરેટ કરી શકતું નથી.
 
YouTube Create એવા Android ફોન પર ઉપલબ્ધ છે જે ઓછામાં ઓછી 4GB RAM ધરાવતા હોય. ભવિષ્યમાં આ ઍપ કદાચ અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

તમારા વીડિયોમાં કૅપ્શન ઉમેરવા

માત્ર બટન પર ટૅપ કરવાથી YouTube Create કૅપ્શન જનરેટ કરી શકે છે. વીડિયોમાં કૅપ્શન ઉમેરવા માટે,

  1. પ્રોજેક્ટ ખોલો અને ટૂલબારમાં જ કૅપ્શન  પર ટૅપ કરો.
  2. ટૂલબારમાંથી, તમે શું ટ્રાન્સ્ક્રાઇબ કરવા માગો છો તે પસંદ કરો:
  • બધા વીડિયો ઑરિજિનલ વીડિયો રેકોર્ડિંગમાં મળેલી કોઈપણ સ્પીચ માટે કૅપ્શન ઉમેરે છે
  • વૉઇસઑવર માત્ર ઍપમાં રેકોર્ડ કરેલા વૉઇસઑવરમાં જ કૅપ્શન ઉમેરે છે
  1. “ભાષા” મેનૂમાંથી, તમારા વૉઇસઑવરમાં વપરાયેલી ભાષા પસંદ કરો.
  2. જનરેટ કરો પર ટૅપ કરો.

કૅપ્શનમાં ફેરફાર કરવો

જો કૅપ્શનના ટ્રાન્સક્રિપ્શન ખોટા હોય, તો તમારા દર્શકોને બતાવવામાં આવેલા કૅપ્શનને અપડેટ કરવા માટે, એડિટિગ ટૂલનો ઉપયોગ કરો. ખુલ્લા પ્રોજેક્ટમાં એડિટિંગ ટૂલમાંથી,

  1. તમારા વીડિયો માટે જનરેટ કરવામાં આવેલું કૅપ્શનનું લેયર પસંદ કરો.
  2. ફેરફાર કરો  પર ટૅપ કરો.
  3. ટ્રાન્સક્રિપ્ટમાંથી, ખોટા શબ્દ પર ટૅપ કરો.
  4. ટેક્સ્ટ અપડેટ કરવા માટે ટાઇપ કરો.

કૅપ્શનને ફૉર્મેટ કરવા

કૅપ્શનની ટેક્સ્ટને ફૉર્મેટ કરીને, તમે તમારા કૅપ્શનનો મેળ તમારા વીડિયોની થીમ સાથે કરી શકો છો. ખુલ્લા પ્રોજેક્ટમાં એડિટિંગ ટૂલમાંથી,

  1. તમારા વીડિયોમાં કૅપ્શનનું લેયર પસંદ કરો.
  2. શૈલી  પર ટૅપ કરો.
  3. કદ, ફૉન્ટ, રંગ, બૅકગ્રાઉન્ડ, ફૉર્મેટ, આઉટલાઇન અથવા શૅડો બદલવા માટે, ટૅબને બ્રાઉઝ કરો.
  4. ફેરફારો સાચવવા માટે, થઈ ગયું પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11987494828719760386
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false