YouTube TV પર મલ્ટિવ્યૂ વડે એક સાથે સ્ટ્રીમ જોવા

મલ્ટિવ્યૂની સુવિધા વડે તમે સ્માર્ટ ટીવી અથવા Chromecast કે Fire TV Stick જેવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર એક જ સમયે ચાર જેટલી અગાઉથી પસંદ કરેલી લાઇવ ગેમ જોઈ શકશો.

YouTube પર NFL Sunday Ticket ગેમ જુઓ - માત્ર યુએસ માટે જ છે

આ લેખમાં, તે મલ્ટિવ્યૂ ક્યાં શોધવા અને તેમાં નૅવિગેટ કરવાની રીત જેવી બીજી ઘણી બાબતો જાણી શકશો.

મલ્ટિવ્યૂ શોધવા

પ્રી-સેટ મલ્ટિવ્યૂ એ વધુમાં વધુ ચાર જેટલી લાઇવ ગેમના ગ્રૂપ હોય છે, જેને એકસાથે કોઈ સિંગલ સ્ટ્રીમ તરીકે સાથે બતાવવામાં આવે છે.

ગેમની પસંદગીના સંયોજન માટે મલ્ટિવ્યૂ શોધવાની સૌથી વધુ ઝડપી રીત આ છે:

  1. તમે જોવા માગતા હો તેવી ગેમમાંથી એક ગેમ જોવાનું શરૂ કરો.
  2. મલ્ટિવ્યૂના સંયોજનો જોવા માટે Down કી દબાવો.
  3. અગાઉથી પસંદ કરેલા વિકલ્પોમાંથી તમારું મનપસંદ ગેમ સંયોજન પસંદ કરો.
નોંધ: કેટલાક કિસ્સાઓમાં, જે સંયોજન તમે શોધી રહ્યાં હો તે શોધવામાં સહાયતા માટે, તમે ચોક્કસ ગેમ પસંદ કરી શકો છો.

“સુઝાવ આપેલા મલ્ટિવ્યૂ” હેઠળ હોમ  ટૅબ પર અને તમે લાઇવ ગેમ જોઈ રહ્યાં હો, ત્યારે આગળ જુઓ સુઝાવોમાં સહિત, તમારા સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા સ્માર્ટ ટીવીની YouTube ઍપ પર મલ્ટિવ્યૂ બતાવવામાં આવી શકે છે. તમે Primetime ચૅનલના હોમપેજ પર જ્યાં મલ્ટિવ્યૂ ઉપલબ્ધ હોય, ત્યાં જેમ કે NFL NBA અથવા WNBA ચૅનલમાં પણ તેને શોધી શકો છો.

મલ્ટિવ્યૂ જોવા અને તેમાં નૅવિગેટ કરવા

જોવા માટે કોઈ મલ્ટિવ્યૂ પસંદ કરો અને શામેલ કરેલી ગેમ તમારી સ્ક્રીન પર ખુલશે. ડાબું અથવા સૌથી ઉપરનું ડાબું સ્ટ્રીમ ડિફૉલ્ટ તરીકે હાઇલાઇટ થશે અને તે સ્ટ્રીમનો ઑડિયો ચલાવવામાં આવશે.

મલ્ટિવ્યૂમાં નૅવિગેટ કરવાની રીત માટે અહીં થોડી વધુ ટિપ આપેલી છે:

  • ઑડિયો બદલવા માટે, કોઈ અલગ સ્ટ્રીમ હાઇલાઇટ કરવા તમારા રિમોટના ડિરેક્શનલ પૅડનો ઉપયોગ કરો.
  • તમારા મલ્ટિવ્યૂના કૅપ્શન અને ઑડિયો ટ્રૅકને ઍક્સેસ કરવા માટે, કૅપ્શન કે ઑડિયો ટ્રૅકને ટૉગલ કરવા તમે પ્લેયરના નિયંત્રણો પર ન પહોંચો, ત્યાં સુધી તેને દબાવી રાખો.
  • પસંદ કરેલા સ્ટ્રીમને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે, તમારા રિમોટ પર પસંદ કરો બટનને દબાવી રાખો.
  • મલ્ટિવ્યૂ પર પાછા ફરવા માટે, તમારા રિમોટ પર પાછળ બટનને દબાવી રાખો.

મલ્ટિવ્યૂ વિશે વધુ જાણો

શું મલ્ટિવ્યૂમાં કઈ ગેમ જોવી તે હું પસંદ કરી શકું?

ના. તમે હમણાં તમારા મલ્ટિવ્યૂ સ્ટ્રીમને કસ્ટમાઇઝ કરી શકતા નથી, પણ તમે સ્ટ્રીમના બહોળા વૈવિધ્યમાંથી પસંદ કરી શકો છો અને કેટલાક કિસ્સાઓમાં તમે અગાઉ પસંદ કરેલા વિકલ્પોને ઓછા કરવા માટે ચોક્કસ ગેમ પસંદ કરી શકો છો.
મલ્ટિવ્યૂ માટેનો અમારો ઉદ્દેશ ટેલિવિઝન ધરાવતી પ્રત્યેક વ્યક્તિને તે ઉપલબ્ધ કરાવવાનો છે. મોટા ભાગના ડિવાઇસમાં મૂળ મલ્ટિવ્યૂ ક્ષમતાઓ ઉપલબ્ધ ન હોવાથી, અમે વીડિયો ફીડની બધી પ્રક્રિયાઓ અમારા સર્વર પર કરવાનું પસંદ કરીએ છીએ. આનો અર્થ એ કે મલ્ટિવ્યૂમાં જોવાયેલું દરેક અનન્ય સંયોજન મર્યાદિત ડેટા કેન્દ્ર અને કમ્પ્યૂટેશનલ સંસાધનોનો ઉપયોગ કરે છે. દરેક પ્રદેશનું અનન્ય સ્થાનિક કન્ટેન્ટ હોવાને કારણે, સ્થાનિક ફીડનો સમાવેશ કરતા, અમે બનાવી શકીએ તેવા સંયોજનોની સંખ્યા પર મર્યાદા આવી જાય છે. અમે અપેક્ષિત લોકપ્રિયતાના આધારે શ્રેષ્ઠ સંયોજનો પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને અમે હંમેશાં અમારી પ્રક્રિયામાં સુધારો કરતા રહીએ છીએ.

કયા ડિવાઇસ મલ્ટિવ્યૂને સપોર્ટ કરે છે?

જ્યાં Primetime ચૅનલ સપોર્ટેડ હોય, ત્યાં સ્ટ્રીમિંગ ડિવાઇસ અને સ્માર્ટ ટીવી પર મલ્ટિવ્યૂ ઉપલબ્ધ રહે છે. મલ્ટિવ્યૂની સુવિધા હજી પણ YouTube માટે મોબાઇલ અને વેબ પર ઉપલબ્ધ નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15029617200054890052
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false