RSS ફીડનો ઉપયોગ કરીને પૉડકાસ્ટ ડિલિવર કરવા

જો તમે ઑડિયો-ફર્સ્ટ પૉડકાસ્ટના એવા નિર્માતા હો જે RSS ફીડનો ઉપયોગ કરીને પોતાના પૉડકાસ્ટનું વિતરણ કરે છે, તો તમે તમારા RSS ફીડને YouTube પર અપલોડ કરી શકો છો. RSS ફીડ સબમિટ કરવાનું કેવી રીતે કામ કરે છે, તેના વિશે નીચે વધુ જાણો. પછી, તમારા RSS ફીડને YouTube પર પબ્લિશ કરવાની રીત જાણો.

નોંધ: RSS ઇન્જેશન પસંદગીના દેશો/પ્રદેશોમાં ઉપલબ્ધ છે.

RSS ફીડ વડે YouTube પર ઑડિયો-ફર્સ્ટ Podcasts અપલોડ કરવાની રીત

RSS ફીડનો ઉપયોગ કરીને YouTube પર પૉડકાસ્ટ અપલોડ કરવાની રીત જાણવી

જ્યારે તમે તમારું RSS ફીડ YouTube પર સબમિટ કરો છો, ત્યારે તમે અપલોડ કરવા માટે પસંદ કરેલા પૉડકાસ્ટના દરેક એપિસોડ માટે YouTube વીડિયો બનાવશે. YouTube તમારા પૉડકાસ્ટના શો આર્ટનો ઉપયોગ સ્થિર છબી ધરાવતો વીડિયો બનાવવા માટે કરશે અને તેને તમારા વતી તમારી ચૅનલ પર અપલોડ કરશે. જ્યારે તમારા RSS ફીડમાં નવો એપિસોડ ઉમેરવામાં આવે, ત્યારે તે તમારી ચૅનલ પર ઑટોમૅટિક રીતે અપલોડ થશે અને અમે યોગ્યતા ધરાવતા તમારા સબ્સ્ક્રાઇબરને સૂચિત કરીશું. 

YouTube:

  • અન્ય પ્લૅટફૉર્મને તમારા પૉડકાસ્ટનું વિતરણ કરશે નહીં. તમારું પૉડકાસ્ટ માત્ર YouTube અને YouTube Music પર જ ઉપલબ્ધ રહેશે.
  • RSS ફીડ મારફતે તમારી ચૅનલમાં પાછલા કૅટલૉગના એપિસોડ ઉમેરવામાં આવે, ત્યારે સબ્સ્ક્રાઇબરને સૂચિત કરશે નહીં.
  • તમારા RSS ફીડ પરની શોની વિગતોને ઑટોમૅટિક રીતે અપડેટ કરશે નહીં. પૉડકાસ્ટની વિગતોમાં ફેરફાર કરવાની રીત જાણો.
  • તમારા RSS ફીડ પર ફરીથી અપલોડ થયેલી ઑડિયો ફાઇલોને ઑટોમૅટિક રીતે અપડેટ કરશે નહીં. એપિસોડ ફરી અપલોડ કરવાની રીત જાણો.
  • પૉડકાસ્ટ અને એપિસોડના શીર્ષકો અથવા વર્ણનોમાં અમાન્ય અક્ષરો જેમ કે “>”,“<" અથવા કોઈપણ HTMLને મંજૂરી આપશે નહીં

શ્રેષ્ઠ પદ્ધતિઓ

YouTubeની સેવાની શરતોનું પાલન કરવા માટે, તમે YouTube પર જે પૉડકાસ્ટ કન્ટેન્ટ અપલોડ કરો, તેમાં જાહેરાતો ન હોઈ શકે. જો તમારા પૉડકાસ્ટમાં પેઇડ પ્રમોશન (જેમ કે હોસ્ટ-દ્વારા વંચાતા પ્રમોશન), સ્પૉન્સરશિપ અથવા સમર્થનો શામેલ હોય, તો તમારે અમને જણાવવું અને લાગુ થતી તમામ પૉલિસીઓનું પાલન કરવું જરૂરી છે.

પેઇડ પ્રમોશનની ઘોષણા કરવા માટે, તમે કાં તો:

  • તમારા પૉડકાસ્ટની વિગતો પેજ પર પેઇડ પ્રમોશન બૉક્સમાં ચેક કરી શકો છો અથવા
  • વીડિયોની વિગતો પેજ પર વીડિયો સેટિંગ અપડેટ કરી શકો છો.

જ્યારે તમે પહેલી વાર તમારા RSS ફીડને YouTube પર સબમિટ કરો, ત્યારે તમે પસંદ કરેલા એપિસોડ ખાનગી વીડિયો તરીકે અપલોડ કરવામાં આવશે. તમારા પૉડકાસ્ટને સાર્વજનિક રીતે પબ્લિશ કરતા પહેલાં તમામ એપિસોડ અપલોડ ન થાય ત્યાં સુધી રાહ જોવાનો અમે તમને સુઝાવ આપીએ છીએ કારણ કે અપલોડ દરમિયાન કોઈ સમસ્યા આવી શકે છે.

એકવાર તમારા એપિસોડ અપલોડ થઈ જાય, પછી કમાણી કરવાની પ્રક્રિયા અથવા કૉપિરાઇટ સંબંધિત સમસ્યાઓ માટે તમારા વીડિયો ટૅબ પર બ્રાઉઝ કરો. આ તમારા કન્ટેન્ટ પરના દાવા અથવા સ્ટ્રાઇકને રોકવામાં સહાય કરે છે.

સામાન્ય પ્રશ્નો

જો મારી પાસે પહેલેથી જ YouTube પર પૉડકાસ્ટ હોય, તો શું હું RSS ફીડ ડિલિવર કરી શકું?

હા. RSS ફીડ મારફતે એપિસોડ ડિલિવર કરવાનું શરૂ કરવા માટે,
  1. YouTube Studio ખોલો અને કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પસંદ કરો.
  2. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને વિગતો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ક્લિક કરો.
  3. પૉડકાસ્ટની વિગતો પેજ પર “RSS સેટિંગ” હેઠળ RSS ફીડ સાથે કનેક્ટ કરો પર ક્લિક કરો.

ડુપ્લિકેટ એપિસોડ અપલોડ કરવાનું ટાળવા માટે, YouTube પર પહેલેથી જે સૌથી તાજેતરનો એપિસોડ છે, તે પછીના એપિસોડ અપલોડ કરવાનો અમે સુઝાવ આપીએ છીએ. જ્યારે તમે Studioમાં તમારું RSS ફીડ સબમિટ કરો, ત્યારે તમે આ તારીખ સેટ કરી શકો છો.

તમારી ચૅનલ સાથે તમારું RSS ફીડ કનેક્ટ કરવાની રીત જાણવા માટે, અમારા સહાયતા કેન્દ્ર પરના લેખની મુલાકાત લો.

જો હું મારા RSS ફીડમાં કોઈ એપિસોડ માટે નવી ઑડિયો ફાઇલ અપલોડ કરું, તો શું તે YouTube પર ઑટોમૅટિક રીતે અપડેટ થશે?

ના. RSSમાં ટ્રાન્સફર કરેલા વીડિયો માટેનો ઑડિયો YouTube પરના કોઈપણ વીડિયો જેવો હોય છે અને એકવાર પબ્લિશ કર્યા પછી તેને અપડેટ કરી શકાતો નથી. જો તમને એપિસોડનું નવું વર્ઝન અપલોડ કરવાની જરૂર પડે, તો
  1. YouTube Studio ખોલો અને કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પસંદ કરો.
  2. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને વીડિયો પસંદ કરો.
  3. તમે ફરીથી ટ્રાન્સફર કરવા માગતા હો, તે વીડિયો પર કર્સર લઈ જાઓ અને મેનૂ પર ક્લિક કરો.
  4. RSS ફીડમાંથી ફરી અપલોડ કરો પસંદ કરો.

આ તમારા એપિસોડ માટે નવો વીડિયો બનાવશે. જૂના વીડિયોને ખાનગી તરીકે સેટ કરવામાં આવશે, જેથી તમે હજી પણ વ્યૂ અને કૉમેન્ટ જેવા ડેટા જોઈ શકો. 

હું મારા RSS ફીડની માલિકી કેવી રીતે ચકાસું?

માલિકી ચકાસવા માટે, તમારા RSS ફીડ પર ઇમેઇલ ઍડ્રેસ ચેક કરો. ઇમેઇલમાં આપેલો ચકાસણી કોડ દાખલ કરો અને ચકાસણી કરો પર ક્લિક કરો.

જો તમને તમારા RSS ફીડ પરનું ઇમેઇલ ઍડ્રેસ ખબર ન હોય, તો તમારા હોસ્ટિંગ પ્રદાતાનો સંપર્ક કરો.

હું મારા ફીડમાં એપિસોડ માટેની ડિફૉલ્ટ દૃશ્યતા કેવી રીતે બદલું?

તમે YouTube પર તમારું પૉડકાસ્ટ પબ્લિશ કરો તે પછી, બધા એપિસોડને સાર્વજનિક કરવામાં આવે છે. તમે પૉડકાસ્ટની વિગતો પેજ પર આ સેટિંગમાં ફેરફાર કરી શકો છો.
  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  2. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને વિગતો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ક્લિક કરો.
  3. “RSS વીડિયોની ડિફૉલ્ટ દૃશ્યતા” હેઠળ, દૃશ્યતાના આ વિકલ્પોમાંથી પસંદ કરો: ખાનગી, ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો અથવા સાર્વજનિક.
  4. સાચવો પર ક્લિક કરો.

એકવાર તમે તમારા પૉડકાસ્ટની દૃશ્યતાના સેટિંગ અપડેટ કરો, તે પછી પસંદ કરેલો વિકલ્પ તે પૉડકાસ્ટના તમામ નવા અપલોડ પર લાગુ થશે.

મારા RSS ફીડમાંથી વીડિયોને YouTube પર કેવી રીતે સૉર્ટ કરવામાં આવે છે?

પ્લેલિસ્ટ પેજ પર, RSS પરથી અપલોડ કરેલા વીડિયોને RSS ફીડમાં રિલીઝની તારીખ મુજબ સૉર્ટ કરવામાં આવે છે. જો રિલીઝની તારીખ ઉપલબ્ધ ન હોય, તો અમે YouTube પર પબ્લિશ કરવાની તારીખ મુજબ એપિસોડને સૉર્ટ કરીશું. રિલીઝની તારીખ YouTube દ્વારા ચકાસવામાં આવતી નથી.  

દર્શકને YouTube પર એપિસોડની કઈ તારીખ દેખાય છે?

YouTube કેટલાક સ્થાને એપિસોડ રિલીઝ થવાની તારીખ (તમારા RSS ફીડ પરથી) અને અન્ય સ્થાનો પર YouTube પર પબ્લિશ થવાની તારીખ બતાવશે. રિલીઝની તારીખ YouTube દ્વારા ચકાસવામાં આવતી નથી. જો રિલીઝની તારીખ ઉપલબ્ધ ન હોય, તો અમે પબ્લિશ કરવાની તારીખ મુજબ એપિસોડ બતાવીશું. YouTube Studioમાં રિલીઝની તારીખમાં ફેરફાર કરવાથી, તમારા RSS ફીડની તારીખ બદલાતી નથી.

મારા RSS ફીડના જૂના એપિસોડ મારા વીડિયો ટૅબમાં સૌથી ઉપરના ભાગમાં શા માટે છે?

YouTube પર અપલોડની તારીખ મુજબ તમારી ચૅનલનું વીડિયો ટૅબ સૉર્ટ કરવામાં આવે છે. ભવિષ્યમાં, વીડિયો ટૅબ વીડિયોને કાળક્રમ મુજબ સૉર્ટ કરતી વખતે RSSમાં પબ્લિશ કરવાની તારીખને ધ્યાનમાં લેશે.

હું મારા RSS ફીડને YouTube પરના પૉડકાસ્ટ સાથે કનેક્ટ કરું, તે પછી શું હું વધુ એપિસોડ અપલોડ કરી શકું?

હા. તમે પૉડકાસ્ટની વિગતો પેજ પર તમારા RSS ફીડમાંથી વધુ એપિસોડ અપલોડ કરી શકો છો.
  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  2. તમે જેમાં ફેરફાર કરવા માગતા હો, તે પૉડકાસ્ટ પર કર્સર લઈ જાઓ અને વિગતો પેન્સિલના આઇકન, સેટિંગમાં ફેરફાર કરવા પર ક્લિક કરો.
  3. પૉડકાસ્ટની વિગતો પેજ પર સૌથી નીચેના ભાગમાં, વધુ બતાવો પર ક્લિક કરો.
  4. “અપલોડ કરવા માટેના એપિસોડ” હેઠળ, તમારે અપલોડ કરવા હોય તે એપિસોડ પસંદ કરો. 
  5. દૃશ્યતાની વિગતોનો રિવ્યૂ કરો અને સાચવો પર ક્લિક કરો.

વીડિયો માટેની તમારી ડિફૉલ્ટ દૃશ્યતા સાથે બધા એપિસોડ અપલોડ થશે. તમે પૉડકાસ્ટની વિગતો પેજ પર તમારા RSS ફીડમાંથી અપલોડ કરેલા પૉડકાસ્ટના વીડિયોની દૃશ્યતામાં ફેરફાર કરી શકો છો.

જો હું YouTube પરના મારા પૉડકાસ્ટમાંથી કોઈ વીડિયો ડિલીટ કરું, તો શું મારા RSS ફીડમાંથી એપિસોડ ડિલીટ કરવામાં આવશે?

ના, YouTube ક્યારેય તમારા RSS ફીડમાં ફેરફાર કરશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17886320338437334227
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false