તમારા વીડિયોમાં ટેક્સ્ટ ઉમેરવી

તમે કોઈ પ્રોજેક્ટ બનાવી લો, તે પછી YouTube Createના એડિટિંગ ટૂલનો ઉપયોગ કરીને તમારા વીડિયોને બહેતર બનાવો. વિવિધ ભાષાઓમાં Googleના સેંકડો ફૉન્ટ વડે તમારા વીડિયોને મનગમતા બનાવો.

YouTube Create એવા Android ફોન પર ઉપલબ્ધ છે જે ઓછામાં ઓછી 4GB RAM ધરાવતા હોય. ભવિષ્યમાં આ ઍપ કદાચ અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

તમારા વીડિયોમાં ટેક્સ્ટ ઉમેરવી

  1. ખુલ્લા પ્રોજેક્ટમાંથી, ટૂલબારમાં ટેક્સ્ટ  પર ટૅપ કરો.
  2. સાદી ટેક્સ્ટ  અથવા ટેક્સ્ટ ઇફેક્ટ પસંદ કરો.
  3. ટેક્સ્ટ ઉમેરવા માટે ટાઇપ કરો. ટેક્સ્ટને ફૉર્મેટ કરવાની રીત નીચે જાણો.
  4. પૂર્ણ થઈ જાય, ત્યારે થઈ ગયું પર ટૅપ કરો.

ટેક્સ્ટને ફૉર્મેટ કરવી

  1. તમારા પ્રોજેક્ટમાં જે ટેક્સ્ટ લેયરમાં તમે ફેરફાર કરવા માગતા હો, તેને પસંદ કરો. 
  2. ટૂલબારમાંથી, ટેક્સ્ટમાં ફેરફાર કરવા માટે નીચેના વિકલ્પોનો ઉપયોગ કરો:
    • વિભાજન કરો : તમારી ટેક્સ્ટની અવધિ કટ કરો.
    • ફેરફાર કરો : તમારી વીડિયોમાં દેખાતી ટેક્સ્ટમાં ફેરફાર કરવા માટે, ટાઇપ કરો
    • શૈલી : કદ, ફૉન્ટ, રંગ, બૅકગ્રાઉન્ડ, ફૉર્મેટ, આઉટલાઇન અથવા શૅડોમાં ફેરફાર કરવા માટે, ટૅબ પર ટૅપ કરો.
    • ઍનિમેશન : ઍનિમેશન પસંદ કરો અને ઇફેક્ટની અવધિ સેટ કરવા માટે, સ્લાઇડરનો ઉપયોગ કરો. 
  3. ટેક્સ્ટ અપડેટ કરવા માટે, થઈ ગયું પર ટૅપ કરો.

તમારા વીડિયોમાં ટેક્સ્ટ લેયરને ખસેડવા માટે, તેના પર ટૅપ કરો અને તેને ખેંચીને તમારા વીડિયોની અંદર ઇચ્છિત જગ્યાએ લઈ જાઓ.

ટેક્સ્ટ ડિલીટ કરવી

  1. તમારે જે ટેક્સ્ટ લેયર ડિલીટ કરવું હોય, તેના પર ટૅપ કરો.
  2. ટ્રેશમાં ખસેડો  પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11915301842058458028
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false