એલિમેન્ટ લાગુ કરવા અને તેને ઍનિમેટ કરવા

તમે કોઈ પ્રોજેક્ટ બનાવી લો, ત્યારબાદ YouTube Createના એડિટિંગ ટૂલનો ઉપયોગ કરીને તમારા વીડિયોને બહેતર બનાવો. YouTube Createની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ સ્ટિકર, GIFs અને ઇમોજી વડે તમારી સ્ટોરીને રસપ્રદ બનાવો.

YouTube Create એવા Android ફોન પર ઉપલબ્ધ છે જે ઓછામાં ઓછી 4GB RAM ધરાવતા હોય. ભવિષ્યમાં આ ઍપ કદાચ અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

સ્ટિકર, GIFs અને ઇમોજી ઉમેરવા

  1. ખુલ્લા પ્રોજેક્ટના ટૂલબારમાં જઈને સ્ટિકર  પર ટૅપ કરો.
  2. એલિમેન્ટ શોધવા કે બ્રાઉઝ કરવા માટે, સ્ટિકર, GIFs અને ઇમોજી ટૅબનો ઉપયોગ કરો.
  3. તમારા વીડિયોમાં ઉમેરવા માટે ગ્રાફિક પસંદ કરો.
તમે છબી કે .gifનું કદ બદલવા માટે તેને પિન્ચ કરી શકો છો અથવા તેને મોટી કરી શકો છો. છબી અથવા .gifને ફ્રેમમાં તમને જ્યાં જોઈએ ત્યાં ખસેડવા માટે તેના પર ટૅપ કરીને તેને ખેંચો.

કૉપિરાઇટ સંબંધિત સમસ્યાઓની જાણ કરવા

YouTube Createની .gif લાઇબ્રેરીમાં જોવા મળતી .gif, તમારી શોધ અથવા તો Tenor પરની વૈશિષ્ટિકૃત પોસ્ટ પર આધારિત હોય છે.

YouTube Create દ્વારા કેટલીક .gifs, Tenorની મીડિયા લાઇબ્રેરીમાંથી લેવામાં આવી છે. YouTube Createની .gif લાઇબ્રેરીમાં જો તમને કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત એવી સામગ્રી મળે જે તમારી માલિકીની હોય, તો તમે dmca@tenor.com પર ઇમેઇલ મોકલીને તેની જાણ કરી શકો છો.

ટ્રાન્ઝિશન ઉમેરવા

જો તમારા વીડિયોમાં કેટલાક એલિમેન્ટ હોય - જેમ કે વીડિયો ઓવરલે, એલિમેન્ટ કે ટેક્સ્ટ - તો તમે તમારા દર્શકો માટે તમારા વીડિયોને રસપ્રદ બનાવવા, એ દરેક એલિમેન્ટની વચ્ચે ટ્રાન્ઝિશન ઉમેરી શકો છો.

વીડિયો એલિમેન્ટને ઍનિમેટ કરવા માટે,

  1. વીડિયો ઓવરલે, ગ્રાફિક કે રેકોર્ડિંગમાંની ટેક્સ્ટના લેયરને પસંદ કરવા માટે તેના પર ટૅપ કરો.
  2. ટૂલબારમાં દેખાતા ઍનિમેશન  પર ટૅપ કરો.
  3. ટ્રાન્ઝિશન માટેના વિકલ્પો બ્રાઉઝ કરો અને પછી ઍનિમેશનનો પ્રીવ્યૂ કરવા માટે તેના પર ટૅપ કરો.
  4. તમારા ઍનિમેશનની અવધિ સેટ કરવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરો.
    • નોંધ: તમે દરેક ગ્રાફિકના શરૂઆતના અને અંતિમ ભાગને ઍનિમેટ કરી શકો છો. તમારા ગ્રાફિકના અંતિમ ભાગમાં ઍનિમેશન ઉમેરવા માટે પૂર્ણ કરો ટૅબનો ઉપયોગ કરો.
  5. ફેરફારો સાચવવા માટે, થઈ ગયું પર ટૅપ કરો.

ટ્રાન્ઝિશન કાઢી નાખવા

  1. તમે જે ટ્રાન્ઝિશન ડિલીટ કરવા માગતા હો, તેને પસંદ કરવા માટે સિક્વેન્સરમાં જઈને પર ટૅપ કરો.
  2. ટ્રાન્ઝિશન કાઢી નાખવા માટે રીસેટ કરો પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11853183793853838287
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false