YouTube Create વડે પ્રોજેક્ટ શરૂ કરવા અથવા તેને મેનેજ કરવા

YouTube Create વડે લાંબી અવધિના વીડિયો અને Shorts બનાવવા ખૂબ જ સરળ છે. ઍપ ડાઉનલોડ કરો અને નવો પ્રોજેક્ટ બનાવવાની રીત જાણો.

NEW: YouTube Create App

YouTube Create એવા Android ફોન પર ઉપલબ્ધ છે જે ઓછામાં ઓછી 4GB RAM ધરાવતા હોય. ભવિષ્યમાં આ ઍપ કદાચ અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

નવો પ્રોજેક્ટ બનાવવા

  1. YouTube Create ખોલો અને તમારા YouTube એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. હોમ સ્ક્રીનમાં દેખાતા + આઇકન   પર ટૅપ કરો.
  3. તમારા પ્રોજેક્ટમાં ઉમેરવા માટે ગૅલરીમાં જઈને ફોટા, વીડિયો કે અગાઉ આયાત કરેલું મીડિયા પસંદ કરો.
    • નોંધ: તમારા ડિવાઇસ પર અન્ય ઍપમાંથી મીડિયાની આયાત કરવા માટે, સ્ક્રીનની સૌથી ઉપર Galleryની આગળ દેખાતા ઍરો પર ટૅપ કરો. તમે એક જ પ્રોજેક્ટમાં એકથી વધુ છબીઓ કે વીડિયો ઉમેરી શકો છો.
  4. તમારા પ્રોજેક્ટમાં ફોટા અને વીડિયો ઉમેરવા માટે આયાત કરો પર ટૅપ કરો.

એકવાર તમે તમારો પ્રોજેક્ટ બનાવી લો, ત્યારબાદ તમારા વીડિયોને બહેતર બનાવવા માટે એડિટિંગ ટૂલનો ઉપયોગ કરો.

અસ્તિત્વમાં હોય એવો કોઈ પ્રોજેક્ટ શોધવા, તેને મેનેજ કરવા અથવા ડિલીટ કરવા

  1. YouTube Create ઍપ ખોલો અને તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. તમારા તાજેતરના પ્રોજેક્ટના પેજ પર જઈને, તમે મેનેજ કરવા માગતા હો એ પ્રોજેક્ટની આગળ દેખાતા મેનૂ '' પર ટૅપ કરો. જો તમને સૂચિમાં પ્રોજેક્ટ ન દેખાય, તો અન્ય એકાઉન્ટ વડે સાઇન કરો.
  3. નીચે આપેલા વિકલ્પોમાંથી કોઈ ક્રિયા પસંદ કરો:
    • નામ બદલો: તમારા પ્રોજેક્ટને નવું શીર્ષક આપો
    • ડુપ્લિકેટ: તમારા પ્રોજેક્ટની કૉપિ બનાવો
    • ડિલીટ કરો: પ્રોજેક્ટને ડિલીટ કરો
  4. પ્રૉમ્પ્ટ કરવામાં આવે ત્યારે ફેરફારોને કન્ફર્મ કરો.
તમે નવો પ્રોજેક્ટ બનાવવા માટે તમારા પ્રોજેક્ટની સૂચિમાં જઈને + આઇકન  પર પણ ટૅપ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14346013107075019659
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false