તમારા વીડિયોમાં ફિલ્ટર, ઇફેક્ટ અને રંગ સુધારણા લાગુ કરવા

તમે કોઈ પ્રોજેક્ટ બનાવી લો, ત્યારબાદ YouTube Createના એડિટિંગ ટૂલનો ઉપયોગ કરીને તમારા વીડિયોને બહેતર બનાવો. રંગમાં ગોઠવણ, ઇફેક્ટ તથા ફિલ્ટરનો ઉપયોગ કરીને તમારા વીડિયોમાંના વિઝ્યુઅલ એલિમેન્ટમાં વધારો કરો.

YouTube Create એવા Android ફોન પર ઉપલબ્ધ છે જે ઓછામાં ઓછી 4GB RAM ધરાવતા હોય. ભવિષ્યમાં આ ઍપ કદાચ અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

તમારા વીડિયોમાં ફિલ્ટર લાગુ કરવા

  1. પ્રોજેક્ટ ખોલો અને તમે જે વીડિયો ક્લિપમાં ફેરફાર કરવા માગતા હો, તે ક્લિપ પસંદ કરવા માટે તેના પર ટૅપ કરો.
  2. ટૂલબારમાં જઈને ફિલ્ટર  પર ટૅપ કરો.
  3. બ્રાઉઝ કરો અને વિકલ્પોમાંથી કોઈ પ્રીસેટ ઇફેક્ટ પસંદ કરો. તમે ફિલ્ટરની તીવ્રતા બદલવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરી શકો છો.
  4. તમારા વીડિયોમાં ફિલ્ટર લાગુ કરવા માટે થઈ ગયું પર ટૅપ કરો.

તમારા વીડિયોમાં ઇફેક્ટ ઉમેરવા

  1. પ્રોજેક્ટ ખોલો અને તમે જે વીડિયો ક્લિપમાં ફેરફાર કરવા માગતા હો, તે ક્લિપ પસંદ કરવા માટે તેના પર ટૅપ કરો.
  2. ટૂલબારમાં જઈને ઇફેક્ટ  પર ટૅપ કરો.
  3. બ્રાઉઝ કરો અને વિકલ્પોમાંથી વીડિયો ઇફેક્ટ પસંદ કરો.
  4. તમારા વીડિયોમાં ઇફેક્ટ લાગુ કરવા માટે થઈ ગયું પર ટૅપ કરો.

તમારા વીડિયોમાં રંગની ગોઠવણ કરવા

  1. પ્રોજેક્ટ ખોલો અને તમે જે વીડિયો ક્લિપમાં ફેરફાર કરવા માગતા હો, તે ક્લિપ પસંદ કરવા માટે તેના પર ટૅપ કરો.
  2. ટૂલબારમાં જઈને ગોઠવણ  પર ટૅપ કરો.
  3. વીડિયો કોન્ટ્રાસ્ટ વધારવા કે ઘટાડવા, રંગને ઘાટો કે ફીકો કરવા અને રંગની છટા ગોઠવવા જેવી સુવિધાઓમાં માટે રંગ સુધારણાના વિકલ્પોનો ઉપયોગ કરો. આ બધી સુવિધાઓની તીવ્રતા બદલવા માટે તમે દરેક વિકલ્પમાં સ્લાઇડરનો ઉપયોગ કરી શકો છો.
  4. તમારા વીડિયોમાં તમામ ગોઠવણ લાગુ કરવા માટે થઈ ગયું પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13360602984210544307
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false