YouTube પર 5.1 સરાઉન્ડ સાઉન્ડનો ઑડિયો સ્ટ્રીમ કરવો

TV પર YouTubeનો ઉપયોગ કરનારા દર્શકો માટે તમે YouTube પર 5.1 સરાઉન્ડ સાઉન્ડના ઑડિયોનું લાઇવ સ્ટ્રીમ કરી શકો છો. 5.1 સરાઉન્ડ સાઉન્ડ, સંપૂર્ણ બૅન્ડવિડ્થવાળી પાંચ ચૅનલનો ઉપયોગ કરે છે, જેમાં શામેલ છે:

  • આગળ ડાબી બાજુ
  • મધ્યમાં
  • આગળ જમણી બાજુ
  • પાછળ ડાબી તરફ
  • પાછળ જમણી તરફ

આ પાંચ ચૅનલ ઉપરાંત, સબવૂફર માટે ડિઝાઇન કરવામાં આવેલી ઓછી ફ્રિકવન્સીની ઇફેક્ટ ધરાવતી એક ચૅનલ હોય છે.

YouTube લાઇવ પર 5.1 સરાઉન્ડ સાઉન્ડનો ઑડિયો સ્ટ્રીમ કરવા માટે, તમારે તેને સુસંગત 5.1 સરાઉન્ડ સાઉન્ડનું ઑડિયો કન્ટેન્ટ બનાવવું અને સુસંગત એન્કોડરનો ઉપયોગ કરવો આવશ્યક છે.

નોંધો કે હાલમાં 7.1 સરાઉન્ડ સાઉન્ડને સપોર્ટ આપવામાં આવતો નથી.

YouTube લાઇવના નિયંત્રણ રૂમમાં 5.1 સરાઉન્ડ સાઉન્ડ સ્ટ્રીમનું સેટઅપ કરો

તમે 5.1 ઑડિયોવાળા સ્ટ્રીમ મોકલવા માટે બંને, RTMP અને HLS ઇન્જેશનના પ્રોટોકૉલનો ઉપયોગ કરી શકો છો. તમારે લાઇવ નિયંત્રણ રૂમમાં અનચેક કરેલા “મેન્યુઅલ રિઝોલ્યુશન ચાલુ કરો” સેટિંગમાં જઈને સ્ટ્રીમ કી બનાવવી આવશ્યક છે જેથી સિસ્ટમ, ઑટોમૅટિક રીતે 5.1 સરાઉન્ડ સાઉન્ડ ઇનપુટની ભાળ મેળવી શકે અને 5.1 સરાઉન્ડ સાઉન્ડ બનાવી શકે.

  1. YouTube Studioમાં જઈને લાઇવ નિયંત્રણ રૂમ પર જાઓ, પછી બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિ કરો.
  2. સ્ટ્રીમ કી હેઠળ ડ્રૉપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને નવી સ્ટ્રીમ કી બનાવો પસંદ કરો.
  3. સ્ટ્રીમ કી, સ્ટ્રીમિંગ પ્રોટોકૉલનું નામ દાખલ કરો અને સ્ટ્રીમ રિઝોલ્યુશન હેઠળ “મેન્યુઅલ સેટિંગ ચાલુ કરો” બૉક્સને અનચેક કરેલું રાખો.
  4. સાચવવા માટે બનાવો પર ક્લિક કરો.

એન્કોડર સેટિંગ

સામાન્ય એન્કોડર સેટિંગના દિશાનિર્દેશો અનુસરો. આ રહ્યાં 5.1 સરાઉન્ડ સાઉન્ડના કેટલાક ખાસ સેટિંગ:

  • ઑડિયો કોડેક: 5.1 સરાઉન્ડ સાઉન્ડ ઑડિયોને માત્ર RTMP ઇન્જેશનના પ્રોટોકૉલમાં માત્ર AAC ફૉર્મેટ માટે જ સપોર્ટ આપવામાં આવે છે; HLS ઇન્જેશનમાં 5.1 સરાઉન્ડ સાઉન્ડ ઑડિયોને AAC, AC3 અને EAC3 ફૉર્મેટ માટે સપોર્ટ આપવામાં આવે છે.
  • ઑડિયો સેમ્પલ રેટ: 5.1 સરાઉન્ડ સાઉન્ડ માટે 48 KHz.
  • ઑડિયો બિટરેટ: 5.1 સરાઉન્ડ સાઉન્ડ માટે 384 Kbps.

સુસંગત એન્કોડર

આ રહ્યાં YouTube લાઇવ પર 5.1 સરાઉન્ડ સાઉન્ડ સ્ટ્રીમ કરવા માટેના જાણીતા સુસંગત એન્કોડર. જેમ જેમ એન્કોડરનું પરીક્ષણ થતું જશે, તેમ તેમ તેને વધુ ને વધુ ઉમેરવામાં આવશે.

સૉફ્ટવેર એન્કોડર

હાર્ડવેર એન્કોડર

5.1 સરાઉન્ડ સાઉન્ડનું લાઇવ સ્ટ્રીમ જોવું

દર્શકો તેમના ટીવી પર 5.1 સરાઉન્ડ સાઉન્ડ સાથે YouTube વીડિયો કેવી રીતે જોઈ શકે તેના વિશે વધુ જાણવા માટે, અમારું સહાયતા કેન્દ્ર જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16468314349042319838
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false