YouTube Musicમાં પૉડકાસ્ટ શોધો

YouTube Music વડે, તમે તમને ગમતા પૉડકાસ્ટ સાંભળી શકો છો. YouTube Music ઍપમાં પૉડકાસ્ટ બ્રાઉઝ કરવાની અને તેને શોધવાની રીત જાણો.

પસંદગીના દેશોમાં પૉડકાસ્ટ હવે YouTube Musicના વપરાશકર્તાઓને ઉપલબ્ધ છે.

હોમ ટૅબ પર પૉડકાસ્ટ શોધો

હોમ ટૅબ પર નવા પૉડકાસ્ટના સુઝાવો અને પૂરા ન સાંભળેલા એપિસોડ શોધો. તમારી સૂચનાઓ ફિલ્ટર કરવા માટે, તમારી હોમ સ્ક્રીનની સૌથી ઉપર દેખાતા Podcasts પર ટૅપ કરો.

નવા પૉડકાસ્ટ વિશે શોધખોળ કરો અને તેમને શોધો

શોધખોળ કરો ટૅબ  તમને તમારી લાઇબ્રેરી મોટી કરવા માટે, નવા પૉડકાસ્ટ શોધવા દે છે. તમારા દેશ/પ્રદેશમાંના લોકપ્રિય પૉડકાસ્ટ અને એપિસોડ જુઓ અથવા કૅટેગરી અનુસાર તેને બ્રાઉઝ કરો, જેમાં શામેલ છે:

  • વ્યવસાય
  • કૉમેડી
  • ગેમિંગ
  • આરોગ્ય તેમજ ફિટનેસ
  • મ્યુઝિક
  • સમાજ અને સંસ્કૃતિ
  • હકીકતમાં બનેલા ગુના આધારિત

પૉડકાસ્ટ શોધો

તમે ઉપલબ્ધ હોય એવા શો અને એપિસોડ પણ શોધી શકો છો. તમારા પરિણામો ઓછા કરવા માટે શોધ પેજ પર સૌથી ઉપરની બાજુએ દેખાતા પૉડકાસ્ટ કે એપિસોડવાળા ફિલ્ટરનો ઉપયોગ કરો.

ચૅનલનું પેજ બ્રાઉઝ કરો

ચૅનલનું પેજ ચોક્કસ નિર્માતાના અન્ય પૉડકાસ્ટ અને એપિસોડ બતાવે છે. તમે ચૅનલના પેજ પરથી શોની વિગતો બ્રાઉઝ કરી શકો છો, તમારી લાઇબ્રેરીમાં પૉડકાસ્ટ ઉમેરી શકો છો અથવા એપિસોડ ડાઉનલોડ પણ કરી શકો છો.

ચૅનલના પેજ પર જવા માટે, પૉડકાસ્ટના કોઈ એપિસોડ પરથી તેની ચૅનલના નામ પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9812057650389523160
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false