YouTube Musicમાં મ્યુઝિક અને પૉડકાસ્ટ શોધવા

YouTube Music વડે, તમે તમને ગમતું મ્યુઝિક અને પૉડકાસ્ટ સાંભળી શકો છો. YouTube Music ઍપમાં મ્યુઝિક અને પૉડકાસ્ટ બ્રાઉઝ કરવાની અને તેને શોધવાની રીત જાણો.

How to use and navigate the YouTube Music App to customize your listening experience

નોંધ: પસંદગીના દેશો/પ્રદેશોમાં રહેતા વપરાશકર્તાઓને પ્રોડક્ટના અલગ અનુભવો મળી શકે છે.

હોમ ટૅબ પર મ્યુઝિક અને પૉડકાસ્ટ શોધો

તમારા હાલના મૂડ, ઍક્ટિવિટી અથવા સાંભળ્યાના ઇતિહાસના આધારે કસ્ટમાઇઝ કરેલા સ્ટેશન અને સુઝાવો જુઓ. જ્યારે તમે તમારા Google એકાઉન્ટ વડે YouTube Musicમાં સાઇન ઇન કરો, ત્યારે તમે YouTube પર સાંભળેલા મ્યુઝિક અને પૉડકાસ્ટના આધારે તમને સુઝાવો પણ જોવા મળશે. 

નવા સુઝાવો મેળવવા માટે, હોમ ટૅબ  પર જાઓ. તમારા સૂચનોને ફિલ્ટર કરવા માટે, તમારી હોમ સ્ક્રીનની સૌથી ઉપર દેખાતી કૅટેગરી પર ટૅપ કરો.

નવા મ્યુઝિક અને પૉડકાસ્ટની શોધખોળ કરો

શોધખોળ કરો ટૅબ  થકી તમે તમારી લાઇબ્રેરી મોટી કરવા માટે, નવું મ્યુઝિક અને પૉડકાસ્ટ શોધી શકો છો. તમારા દેશ/પ્રદેશમાંની લોકપ્રિય રિલીઝ, શૈલીઓ, પ્લેલિસ્ટ, પૉડકાસ્ટ, એપિસોડ અને બીજું ઘણું જુઓ અથવા કૅટેગરી અનુસાર બ્રાઉઝ કરો.

તમારી લાઇબ્રેરી બનાવો

તમે તમારી લાઇબ્રેરીમાં સાચવેલા ગીતો, પ્લેલિસ્ટ, આલ્બમ અને પૉડકાસ્ટ જોવા માટે લાઇબ્રેરી પર ટૅપ કરો. YouTube Music Premiumના સભ્ય તરીકે, તમે તાજેતરમાં વગાડેલા ગીતો અને પ્લેલિસ્ટને સ્કૅન કરી શકો છો અને તમે જે કોઈ કન્ટેન્ટ ડાઉનલોડ કર્યું હોય તે જોઈ શકો છો.

મ્યુઝિક અને પૉડકાસ્ટ શોધો

YouTube Music ઍપમાં મ્યુઝિક અને પૉડકાસ્ટ શોધવા માટે શોધ બાર માં ટાઇપ કરો. તમારા પરિણામોને ફિલ્ટર કરવા માટે, પેજમાં સૌથી ઉપર આવેલી કૅટેગરીનો ઉપયોગ કરો.

તમારા મનપસંદ કલાકારો સાથે કનેક્ટેડ રહેવું

તમે જે કલાકારોને ફૉલો કરો છો તેમની નવી રિલીઝ, તમારા મિત્રોએ બનાવેલા પ્લેલિસ્ટ અને બીજું ઘણું શોધવા માટે, ઍક્ટિવિટી ફીડ નો ઉપયોગ કરો. તમે વીડિયો પરની કૉમેન્ટ અને પસંદ પણ જોઈ શકો છો અથવા તમારા સબ્સ્ક્રાઇબર સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. તમારું ઍક્ટિવિટી ફીડ જોવા માટે, YouTube Music ઍપમાં સાઇન ઇન કરો અને સ્ક્રીનના સૌથી ઉપરના ભાગમાં પર ટૅપ કરો.

કલાકાર અથવા ચૅનલનું પેજ બ્રાઉઝ કરવું

કલાકાર અને ચૅનલના પેજ વિશિષ્ટ નિર્માતાનું અન્ય કન્ટેન્ટ દર્શાવે છે. તમે વિગતો બ્રાઉઝ કરી શકો છો, તમારી લાઇબ્રેરીમાં મ્યુઝિક અને પૉડકાસ્ટ ઉમેરી શકો છો અથવા કલાકાર કે ચૅનલના પેજમાંથી કન્ટેન્ટ ડાઉનલોડ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7401318057136020921
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false