YouTubeના પૉડકાસ્ટ બૅજનો ઉપયોગ કરવો

YouTube પર તમારા પૉડકાસ્ટ શોધવામાં તમારા ઑડિયન્સની સહાય કરવા માટે, તમારી વેબસાઇટ, સોશિયલ મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં પૉડકાસ્ટના બૅજ ઉમેરો. તમારા શોને પ્રમોટ કરવા અને નવા એપિસોડ શોધવામાં તમારા ઑડિયન્સની સહાય કરવા માટે, અહીં આપવામાં આવેલા વિકલ્પોમાંથી કોઈ વિકલ્પ પસંદ કરો.

તમારા પૉડકાસ્ટ બૅજ પસંદ કરો અને તેમને ડાઉનલોડ કરવા

YouTubeનો પૉડકાસ્ટ બૅજ મેળવવા માટે, માર્કેટિંગ માટેની તમારી જરૂરિયાતો અનુસાર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો. નીચે આપેલી લિંકનો ઉપયોગ કરીને તમારો બૅજ ડાઉનલોડ કરો.

Download now Download now Download now

બૅજ માટેની જરૂરિયાતો

જ્યારે તમે YouTubeના પૉડકાસ્ટ બૅજનો ઉપયોગ કરો, ત્યારે માત્ર YouTube દ્વારા પ્રદાન કરવામાં આવેલી ડિઝાઇનનો જ ઉપયોગ કરો. જો તમે કોઈપણ રીતે આર્ટવર્ક બદલવા માગતા હો, તો બ્રાંડ વપરાશની વિનંતીનું ફોર્મ ભરો.

ભૂલો ઓછી થાય એ માટે, આ શ્રેષ્ઠ પદ્ધતિઓ જુઓ:

  • માત્ર ઉપર આપવામાં આવેલી ફાઇલોનો જ ઉપયોગ કરો. YouTubeના અન્ય ગ્રાફિક વાપરવાનું ટાળો, જેમ કે YouTubeનો અલગ લોગો.
  • તમે જ્યારે તમારો બૅજ પબ્લિશ કરો ત્યારે તેમાં ગ્રે રંગની કિનારી શામેલ કરો.
  • બૅજના આર્ટવર્કમાં કૉલ-ટુ-ઍક્શન મેસેજ હોય એ વાતની ખાતરી કરો. કૉલ-ટુ-ઍક્શન મેસેજમાં “આના પર ઉપલબ્ધ,” “આના પર જુઓ” અથવા “આના પર સાંભળો” જેવા શબ્દસમૂહો શામેલ હોય છે.
  • બૅજમાં કોઈ ફેરફાર કરશો નહીં, તેનો એંગલ બદલશો નહીં, તેને ઍનિમેટ કરશો નહીં, ફેરવશો નહીં, તેને ટિલ્ટ કરશો નહીં કે તેના પર કોઈ સ્પેશલ ઇફેક્ટ લાગુ કરશો નહીં.

કદ નક્કી કરવા માટેના દિશાનિર્દેશો

બૅજનું કદ, તમે બૅજને ક્યાં મૂકવા માગો છો તેના આધારે અલગ-અલગ હોય છે.
  • ડિજિટલ મીડિયા માટે, છબીની ઊંચાઈ ઓછામાં ઓછી 20 dp (20 પિક્સેલ) હોવી જોઈએ.
  • પ્રિન્ટ મીડિયા માટે, છબીની ઊંચાઈ ઓછામાં ઓછી 0.125 ઇંચ (3.1 મિલીમીટર) હોવી જોઈએ.
ખાતરી કરો કે બૅજનું કદ, ડાઉનલોડ કરેલી છબીના કદ કરતાં વધારે હોવું જોઈએ નહીં.

બૅજની આસપાસની ખાલી જગ્યા

બૅજની આસપાસની ખાલી જગ્યા, ઓછામાં ઓછી બૅજની ઊંચાઈના દસમા ભાગ જેટલી હોવી જોઈએ. જો શક્ય હોય તો તમારે આના કરતાં વધુ સ્પેસ આપવી જોઈએ.

બૅજની આસપાસની ખાલી જગ્યામાં ફોટા, ટાઇપોગ્રાફી કે અન્ય ગ્રાફિક એલિમેન્ટ મૂકશો નહીં.

બૅકગ્રાઉન્ડ

તમારા ઑડિયન્સ સરળતાથી બૅજ શોધી શકે એ માટે, જ્યારે તમે તમારા મીડિયામાં બૅજ ઉમેરો, ત્યારે બૅકગ્રાઉન્ડ પર ધ્યાન આપો. જ્યારે તમે તમારા મીડિયામાં બૅજ ઉમેરો, ત્યારે નીચે મુજબના બૅકગ્રાઉન્ડમાંથી કોઈ બૅકગ્રાઉન્ડ પસંદ કરો:
  • કાળો, સફેદ અથવા બીજો કોઈ ઘેરો રંગ
  • કોઈ એવી છબી કે જેનો ઉપયોગ કરવા છતાં બૅજ સ્પષ્ટ રીતે દેખાય
નોંધ: તમારા બૅજની આસપાસ ગ્રે રંગની કિનારી, બૅજના આર્ટવર્કનો જ ભાગ હોય છે અને આ કિનારી બૅજ પબ્લિશ થાય ત્યારે એ પહેલાં શામેલ કરવી જોઈએ.

તમારા મીડિયામાં બૅજ ઉમેરવો

બૅજનો ઉપયોગ માત્ર તમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર કે પછી પ્રિન્ટ મીડિયામાં કરવો જોઈએ. બૅજને તમારા પ્રમોશનલ કન્ટેન્ટની નીચે અથવા તેની જમણી બાજુએ મૂકો. તમારો બૅજ પેજ પરની અન્ય છબીઓ કરતાં નાનો હોવો જોઈએ.

બૅજને ઉમેરવા માટે, છબીને ફૉર્મેટ કરો, જેથી:

  • ડિજિટલ અસેટ, વિસ્તૃત કરવા યોગ્ય વેક્ટર ફૉર્મેટ અથવા SVGનો ઉપયોગ કરે.
  • પ્રિન્ટ કરેલી અસેટ, તમારા પ્રિન્ટરની જરૂરિયાતો અનુસાર રંગની પ્રોફાઇલ મેળ ખાય એવા EPS ફૉર્મેટમાં આર્ટવર્કનો ઉપયોગ કરે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15572146253693788311
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false