શામેલ કરેલા વીડિયો પર જાહેરાતો

નિર્માતાની આવકમાં વધારો કરવા માટે, અમે તમારા વીડિયોની પહેલાં અથવા પછી બતાવવામાં આવતી જાહેરાતના ફૉર્મેટ માટેની પસંદગીઓ સરળ બનાવી છે. અમે શરૂઆતની જાહેરાતો, છેવટે બતાવવામાં આવતી જાહેરાતો, છોડી શકવા યોગ્ય અને છોડી ન શકાતી જાહેરાતો માટે વ્યક્તિગત જાહેરાતની પસંદગીઓ કાઢી નાખી છે. હવે, જ્યારે તમે લાંબી અવધિના નવા વીડિયો માટે જાહેરાતો ચાલુ કરો છો, ત્યારે યોગ્ય સમયે અમે તમારા દર્શકોને શરૂઆતની જાહેરાતો, છેવટે બતાવવામાં આવતી જાહેરાતો, છોડી શકવા યોગ્ય અથવા છોડી ન શકાતી જાહેરાતો બતાવીએ છીએ. આ ફેરફાર સુઝાવ આપેલી શ્રેષ્ઠ પદ્ધતિને જાહેરાતના બધા ફૉર્મેટ પર ચાલુ કરે છે, જે દરેક જણ માટે સ્ટૅન્ડર્ડ છે. વીડિયોના મધ્યભાગની જાહેરાતો માટેની તમારી પસંદગીઓમાં કોઈ ફેરફાર થયો નથી. અમે લાંબી અવધિના હાલના વીડિયો માટે તમારી જાહેરાતની પસંદગીઓ પણ જાળવી રાખી છે, સિવાય કે તમે કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગ બદલ્યા હોય.

શામેલ કરેલા વીડિયોમાં છોડી શકવા યોગ્ય અથવા છોડી ન શકાય તેવી ઇન-સ્ટ્રીમ જાહેરાત દેખાઈ શકે છે. તમારી પોતાની વેબસાઇટ અથવા ઍપ સહિત કોઈપણ વેબસાઇટ અથવા મોબાઇલ ઍપ કે જે વીડિયો શામેલ કરે છે, તે તમારા માટે આવક જનરેટ કરી શકે છે. YouTube જાહેરાતના ફૉર્મેટ વિશે વધુ જાણો.

શામેલ કરેલા વીડિયો પર જાહેરાતો ચાલુ અથવા બંધ કરવા માટે

જ્યારે તમે તમારી ચૅનલ માટે જાહેરાતો ચાલુ કરો ત્યારે તમે અન્ય વેબસાઇટ અથવા ઍપ્લિકેશન પર શામેલ કરેલા YouTube વીડિયો પ્લેયરની અંદર આપવામાં આવતી જાહેરાતોમાંથી આવક શેર કરી શકો છો. નોંધ કરો કે શામેલ કરેલા વીડિયો પર, જાહેરાત ચાલુ કરવા સંબંધિત એ જ સેટિંગ લાગુ થશે જે youtube.comના વીડિયો પર લાગુ થાય છે.

જો તમે તમારા YouTube અને YouTube માટે AdSense એકાઉન્ટને જોડ્યા હશે અને વીડિયોને શામેલ કરવાની મંજૂરી આપી હશે તો તમારા માટે જાહેરાતો બતાવવાનું ઑટોમૅટિક રીતે પસંદ થઈ જશે. નોંધ કરો કે શામેલ કરેલા વીડિયો પર, જાહેરાત ચાલુ કરવા સંબંધિત એ જ સેટિંગ લાગુ થશે જે youtube.comના વીડિયો પર લાગુ થાય છે.

જો તમે તમારા શામેલ કરેલા વીડિયો પર જાહેરાતો બતાવવા માંગતા ન હોવ, તો માત્ર શામેલ કરેલા વીડિયો પર જ જાહેરાતોને સીધા જ બંધ કરવા માટેની કોઈ રીત નથી. તમે શામેલ કરવાને સંપૂર્ણપણે બંધ કરી શકો છો.

શામેલ કરેલા વીડિયો પર જાહેરાતો માટેની આવશ્યકતાઓ

બ્રાંડની સલામત સાઇટ પર દેખાતી જાહેરાતો: અમારા સંબંધિત મુખ્ય મૂલ્યોને પ્રતિબિંબિત કરે એવી સાઇટ પર અમારા જાહેરાતકર્તાઓની બ્રાંડ દેખાય તેના માટે YouTube ખંતપૂર્વક કામ કરે છે. YouTube પર શામેલ કરેલા પર ઇન-સ્ટ્રીમ જાહેરાત ચાલુ કરવી કે નહીં તે શોધતી વખતે અમારી સિસ્ટમ વિવિધ પરિબળો માટે વેબસાઇટ અને તેમના કન્ટેન્ટનું બારીકાઈથી મૂલ્યાંકન કરે છે. આ પરિબળોમાં પુખ્ત લોકો માટેના ચિત્ર, હિંસા, અયોગ્ય અને દ્વેષપૂર્ણ ભાષા અને ઉલ્લંઘનને પ્રોત્સાહન આપતી સાઇટ જેવા કન્ટેન્ટ પર દિશાનિર્દેશોનો કડક નિયમોનો સમૂહ શામેલ છે.

પ્લેયરની વિગતો: અમારા માટે સકારાત્મક વપરાશકર્તા અનુભવના પ્રચાર માટે વીડિયો પ્લેયર પર્યાપ્ત મોટા દેખાય તે જરૂરી છે. અમે 200x200 પિક્સેલ અથવા મોટા પ્લેયરનો સુઝાવ આપીએ છીએ. ઉપરાંત, વીડિયોને સ્ટૅન્ડર્ડ ક્લિક-ટુ-પ્લે શામેલનો ઉપયોગ કરીને શામેલ કરવા જોઈએ અને સ્ક્રિપ્ટ કરેલા પ્લેનો નહીં.

શામેલ કરેલા વીડિયો માટે આવકની વહેંચણી

ફક્ત YouTube અને વીડિયોના માલિક જ શામેલ કરેલા વીડિયો પરની જાહેરાતોથી આવકની કમાણી કરશે. વીડિયો શામેલ કરવામાં આવેલી સાઇટના માલિકને કમાણીનો શેર મળશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15918982152432192529
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false