ન દેખાતી અથવા કાઢી નાખવામાં આવેલી કૉમેન્ટ વિશે જાણો

કૉમેન્ટ એ YouTube પર સમુદાય બનાવવાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. પરંતુ તમારી કૉમેન્ટ ન દેખાય અથવા કાઢી નાખવામાં આવે એવું બની શકે છે. આના કેટલાક કારણો વિશે જાણવા માટે આ લેખ વાંચો.

મારી કૉમેન્ટ દેખાતી નથી

જો તમે લોકપ્રિય કૉમેન્ટમાં તમારી કૉમેન્ટ શોધી ન શકો, તો “નવીનતમ પહેલાં” મુજબ સૉર્ટ કરો.

  1. સ્ક્રોલ કરીને કૉમેન્ટ પર જાઓ.
  2. મુજબ સૉર્ટ કરો અને પછી નવીનતમ પહેલાં પર ક્લિક કરો.
  3. તમારી કૉમેન્ટ શોધવા માટે સ્ક્રોલ કરો. જો તમારી કૉમેન્ટ 'નવીનતમ પહેલાં' વ્યૂમાં ન દેખાતી હોય, તો તેને પૉલિસીના ઉલ્લંઘન બદલ કાઢી નાખવામાં અથવા ચૅનલ દ્વારા મૉડરેટ કરવામાં આવી હોય એવું બની શકે છે.

લોકપ્રિય કૉમેન્ટ વિશે

લોકપ્રિય કૉમેન્ટ બતાવે છે કે કૉમેન્ટની ટેક્સ્ટ, હૅન્ડલની ટેક્સ્ટ, ચૅનલના નામની ટેક્સ્ટ, અવતાર અને વીડિયો જેવા વિવિધ સંકેતોના આધારે, દર્શકોને શું ઉપયોગી લાગવાની અને દર્શકો શેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે તેવી સંભાવના છે.

લોકપ્રિય કૉમેન્ટ એવું કન્ટેન્ટ બતાવી શકે નહીં કે જેની ઓળખ YouTube દ્વારા દર્શકો માટે સંભવિત રીતે ઉપયોગી તરીકે અથવા દર્શકો જેની સાથે સંભવિત રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે તેવા કન્ટેન્ટ તરીકે કરવામાં આવી હોય. આમાં એવી કૉમેન્ટ શામેલ હોઈ શકે છે જેની ઓળખ કૉમેન્ટની ટેક્સ્ટ, કૉમેન્ટ કરનારની ચૅનલના નામની ટેક્સ્ટ અથવા હૅન્ડલની ટેક્સ્ટ, અવતાર જેવા વિવિધ સંકેતો અને ચૅનલ મૉડરેશનના સેટિંગના આધારે, સંભવિત રીતે અનુચિત, સ્પામ અથવા ઢોંગ તરીકે કરવામાં આવી હોય.

કૉમેન્ટ મૉડરેટ કરવા અને કાઢી નાખવા વિશે જાણો

તમારી કૉમેન્ટ કદાચ ન દેખાતી હોય, તો તેના કેટલાક કારણો અહીં આપ્યા છે:

  • ઑટોમૅટિક રીતે કાઢી નાખવી: કૉમેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે જાણવા માટે, ઑટોમૅટિક રીતે ભાળ મેળવતી અમારી સિસ્ટમ કૉમેન્ટને સતત સ્કૅન કરે છે. જો અમારી સિસ્ટમને ભાળ મળે કે તમારી કૉમેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે, તો કૉમેન્ટ કાઢી નાખવામાં આવે છે.
    • ક્યારેક, તમને એવું નોટિફિકેશન મળી શકે છે કે તમારી કૉમેન્ટ કાઢી નાખવામાં આવી છે અથવા તમારા એકાઉન્ટ માટે કૉમેન્ટ કરવાની સુવિધા થોભાવવામાં આવી છે. આ નોટિફિકેશન વિશે વધુ જાણો.
નોંધ: ટૂંકા સમયગાળામાં મોટા પ્રમાણમાં કૉમેન્ટ પોસ્ટ કરવાને, એક જ કૉમેન્ટ વારંવાર પોસ્ટ કરવાને, લિંક શેર કરવાને અથવા ઇમોજી કે અસામાન્ય અક્ષરોનો વધુ પડતો ઉપયોગ કરવાને સ્પામ તરીકે ઓળખવામાં આવી શકે છે અને YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ કાઢી નાખવામાં આવી શકે છે.
  • રિપોર્ટ: જો કોઈ તમારી કૉમેન્ટની જાણ કરે અને તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે, તો તેને કાઢી નાખવામાં આવે છે.
  • ચૅનલ મૉડરેશન:
    • ચૅનલ તમામ કૉમેન્ટને અથવા સંભવિત રીતે અનુચિત કૉમેન્ટને રિવ્યૂ માટે હોલ્ડ પર રાખી શકે છે. જ્યારે ચૅનલ કૉમેન્ટને રિવ્યૂ માટે હોલ્ડ પર રાખે, ત્યારે ચૅનલના માલિકે અથવા મૉડરેટરે કૉમેન્ટ પબ્લિશ થતા પહેલાં તેને મંજૂર કરવી પડશે. સંભવિત રીતે અનુચિત કૉમેન્ટને, ડિફૉલ્ટ સેટિંગ તરીકે ચૅનલ દ્વારા રિવ્યૂ માટે ઑટોમૅટિક રીતે હોલ્ડ પર રાખવામાં આવે છે.
    • ચૅનલ એવા શબ્દો અને શબ્દસમૂહો પસંદ કરી શકે છે, જે તેઓ તેમની કૉમેન્ટમાં બતાવવા માગતા નથી. જો તમારી કૉમેન્ટમાં બ્લૉક કરેલો શબ્દ અથવા શબ્દસમૂહ હોય, તો તે દેખાશે નહીં.
    • ચૅનલ તમારી કૉમેન્ટ કાઢી નાખી શકે છે.

જો તમે ચૅનલના માલિક હો અને તમારા વીડિયો પરથી કૉમેન્ટ કાઢી નાખવામાં આવે, તો સૌથી વધુ સંભાવના એ છે કે કૉમેન્ટમાં સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થયું હોવાની ભાળ મળી હતી.

સંબંધિત લેખ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14434979617842418905
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false