YouTube Premium અને YouTube Music Premiumની સાઇન અપને લગતી ભૂલો ઉકેલવી

YouTube Premium અથવા YouTube Music Premiumમાં જોડાતી વખતે તમને ભૂલનો મેસેજ આવે, તો સમસ્યાનું નિવારણ અને ઉકેલ લાવવા માટે નીચે સંબંધિત ભૂલનો મેસેજ શોધો.

"તમારા દેશની માહિતી અમારાથી ચકાસી શકાઈ નથી"

તમને ઉપલબ્ધ પ્લાન અને ઑફરો બતાવવા માટે YouTube માટે તમારા દેશની માહિતીની ચકાસણી કરવી જરૂરી છે. "તમારા દેશની માહિતી અમારાથી ચકાસી શકાઈ નથી" એવું જણાવતો મેસેજ અમને મળે, તો સમસ્યા ઉકેલવા માટે નીચેના પગલાં ફૉલો કરો.

  • કોઈ અલગ નેટવર્ક સાથે કનેક્ટ કરો.
  • કોઈ અલગ ડિવાઇસનો ઉપયોગ કરો.
  • મોબાઇલ ઍપ પર YouTube Premium ખરીદો:
  1. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  2. તમે જે Google એકાઉન્ટમાં તમારી મેમ્બરશિપ શરૂ કરવા માગતા હો, તેમાં સાઇન ઇન કરો.
  3. તમારો પ્રોફાઇલ ફોટો પસંદ કરો  > YouTube Premium મેળવો અથવા Music Premium મેળવો.
  4. યોગ્ય હો તો અજમાયશ શરૂ કરો. નહીંતર, તમારી સશુલ્ક મેમ્બરશિપ શરૂ કરવા માટે પગલાં ફૉલો કરો.
તમે સક્રિયપણે VPN અથવા પ્રૉક્સી સર્વિસનો ઉપયોગ કરતા હો, તો તેને બંધ કરવાની રીત વિશેની માહિતી માટે કૃપા કરીને સેવાના સહાયતા કેન્દ્ર અથવા વેબસાઇટનો સંદર્ભ લો. એક વાર પૂરું થઈ જાય એટલે, youtube.com/premium અથવા youtube.com/musicpremium પર તમારી મેમ્બરશિપ માટે સાઇન અપ કરો.

Workspace એકાઉન્ટ

  • જો તમારું Workspace એકાઉન્ટ, Workspace Individual એડિશનનું એકાઉન્ટ ન હોય, તો તમે તેનો ઉપયોગ કરીને YouTube Premiumની વ્યક્તિગત કે ફૅમિલી મેમ્બરશિપ માટે સાઇન અપ કરી શકતા નથી.
  • તમે કોઈપણ Workspace એકાઉન્ટ વડે YouTube Premiumની વિદ્યાર્થી મેમ્બરશિપ માટે સાઇન અપ કરી શકો છો.
  • તમને લાગતું હોય કે તમે અજમાયશ માટે યોગ્યતા ધરાવો છો પરંતુ અજમાયશનો વિકલ્પ ન દેખાતો હોય, તો તમારા વ્યક્તિગત એકાઉન્ટ પર સ્વિચ કરો અને youtube.com/premium પર સાઇન અપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
760199677962384820
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false