Content ID માટે યોગ્યતા પ્રાપ્ત કરવી

Content IDની યોગ્યતા, વિવિધ માપદંડ પર આધારિત છે. આ માપદંડમાં એ બાબતનો પણ સમાવેશ થાય છે કે Content ID મારફતે કૉપિરાઇટના માલિકના કન્ટેન્ટ પર અને તેમની જરૂરિયાત અનુસાર દાવો કરી શકાય કે નહીં. કૉપિરાઇટના માલિકોએ વિશેષ અધિકારો તેમના નિયંત્રણમાં હોય, એવા તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો પુરાવો આપવો જરૂરી રહેશે.

Content ID, YouTube પર અપલોડ કરેલા દરેક કન્ટેન્ટ સાથે સંદર્ભ માટેના તમારા કન્ટેન્ટનો મેળ કરશે. કૉપિરાઇટના માલિકો પાસે મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય એવી તમામ સામગ્રીના વિશેષ અધિકારો હોવા આવશ્યક છે. એવી કેટલીક આઇટમના સામાન્ય ઉદાહરણો આપવામાં આવ્યા છે કે જેના પર કોઈ એક વ્યક્તિનો વિશેષ અધિકાર હોઈ શકતો નથી, જેમાં શામેલ છે:

  • ​મૅશઅપ, “કલાકારોના સૌથી શ્રેષ્ઠ ગીતોનો સંગ્રહ”, કમ્પાઇલેશન અને અન્ય ગીતો કે મ્યુઝિકના રિમિક્સ
  • વીડિયો ગેમપ્લે, સૉફ્ટવેર વિઝ્યુઅલ, ટ્રેલર
  • લાઇસન્સ વિનાનું મ્યુઝિક અને વીડિયો
  • જેના પર કોઈ એક વ્યક્તિનો વિશેષ અધિકાર ન હોય એવું લાઇસન્સવાળું મ્યુઝિક કે વીડિયો
  • પર્ફોર્મન્સના રેકોર્ડિંગ (કૉન્સર્ટ, ઇવેન્ટ, ભાષણો, શો સહિત)

જો કૉપિરાઇટના માલિકની Content ID માટેની વિનંતી મંજૂર કરી લેવામાં આવે, તો તેમણે કરાર કરવો જરૂરી રહેશે. આ કરારમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હશે કે માત્ર વિશેષ અધિકારોવાળા કન્ટેન્ટનો ઉપયોગ સંદર્ભ તરીકે કરી શકાશે. ઉપરાંત, જો તેમની પાસે કન્ટેન્ટના વૈશ્વિક અધિકારો ન હોય, તો તેમણે એ જણાવવું જરૂરી રહેશે કે તેમની પાસે કયા દેશોમાં અને કયા લોકેશનમાં તેમનું કન્ટેન્ટ બતાવવાની વિશેષ માલિકી છે.

Content ID ઉપરાંત, અમે કૉપિરાઇટના માલિકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ ઉપયુક્ત હોઈ શકે એવા કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલ પણ ઑફર કરીએ છીએ.

આ અન્ય ટૂલમાં શામેલ છે:

  • કૉપિરાઇટની ફરિયાદવાળા વેબફોર્મ
  • કન્ટેન્ટ ચકાસણી માટેનો પ્રોગ્રામ (CVP)
  • Copyright Match Tool

આ વિકલ્પો માટેની વધુ માહિતી અહીં શોધી શકાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15105519715190808274
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false