જાહેરાતકર્તાનું લાઇવ સ્ટ્રીમિંગ

YouTube અમારા કેટલાક સૌથી મૂલ્યવાન પાર્ટનર સાથે મળીને કન્ટેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે ઉત્સાહિત છે, પરંતુ તેના માટે અમારા પાર્ટનરે પણ જવાબદાર બનવું આવશ્યક છે. નીચે તમે અમારી સાઇટ પર કન્ટેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા સંબંધિત અમારી શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધી શકશો. અમે આશા રાખીએ છીએ કે તમે આ દિશાનિર્દેશોનું પાલન કરવા માટે સદ્ભાવપૂર્વક પ્રયાસ કરશો:

  • YouTube પર લાઇવ સ્ટ્રીમને કાનૂની રીતે બ્રોડકાસ્ટ કરવા માટેના બધા જરૂરી અધિકારો પ્રાપ્ત કરી લેવાની અને એ બધા અધિકારો તેમની પાસે હોવાની ખાતરી કરવાની જવાબદારી જાહેરાતકર્તા, પ્રમોટર કે પ્રોડક્શન કંપનીની હોય છે. આ અધિકારોમાં આ બાબતો શામેલ છે, પરંતુ તે આટલા પૂરતી જ મર્યાદિત નથી:
    • સાર્વજનિક પર્ફોર્મન્સ
    • મ્યુઝિકનું લાઇસન્સ આપવું
    • પ્રમોશનના અન્ય અધિકારો
  • હોમપેજના માસ્ટહેડમાં ચાલતા લાઇવ સ્ટ્રીમ માટે, ઍનિમેશન બતાવવાની મર્યાદા 30 સેકન્ડ છે. દર્શક સંપૂર્ણ લાઇવ સ્ટ્રીમને મોટા કરેલા માસ્ટહેડ સાથે જોવા માટે, જાહેરાત પર ક્લિક કરી શકે છે અથવા તેઓ બ્રાંડ ચૅનલ કે બાહ્ય સાઇટ પર પણ ક્લિક કરી શકે છે. YouTubeની પૉલિસી ટીમ 30 સેકન્ડવાળા નિયમના કોઈપણ અપવાદને મંજૂરી આપે તે જરૂરી છે.
  • માસ્ટહેડમાં ચાલી રહેલા લાઇવ સ્ટ્રીમમાંનો ઑડિયો, વપરાશકર્તા દ્વારા શરૂ કરવામાં આવ્યો હોય તે જરૂરી છે.
  • લાઇવ સ્ટ્રીમમાંનું કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે તે આવશ્યક છે.
  • પ્રમોટર અને નિર્માતાએ અમારા સમુદાયના દિશાનિર્દેશો અનુસાર લાઇવ સ્ટ્રીમનું નિરીક્ષણ કરવાનો સદ્ભાવપૂર્વક પ્રયાસ કરવો આવશ્યક છે.

જો તમારા સ્ટ્રીમમાં ઉપર જણાવેલા કોઈપણ દિશાનિર્દેશનું ઉલ્લંઘન થાય, તો શક્ય છે કે અમારે તમારા સ્ટ્રીમને મંજૂરી આપતા પહેલાં તેના પર પૉલિસી રિવ્યૂ કરવો પડે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10005493059333774385
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false