દેશ અનુસાર પાસ-થ્રૂ

YouTubeનો 2023માં દેશ અનુસાર પાસ-થ્રૂ લાગુ કરવાનો હાલમાં કોઈ પ્લાન નથી.

વિશ્વભરના કેટલાક દેશોમાં, YouTubeના કન્ટેન્ટનું ડિસ્ટ્રિબ્યૂશન ત્રીજા પક્ષના લાઇસન્સિંગ અધિકારો, નિયામક ફી અને પ્લૅટફૉર્મ ટેક્સ જેવી વસ્તુઓ સંબંધિત ખર્ચને આધીન છે. અમારી કામગીરીઓની લાંબા ગાળાની શાશ્વતતાની ખાતરી કરવા માટે, અમે આમાંના કેટલાક દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્કને અમારા કમાણી કરનારા પાર્ટનર સાથે શેર કરવાનું શરૂ કરી શકીએ છીએ.

અમારો 2023માં આ શુલ્ક લાગુ કરવાનો હાલમાં કોઈ પ્લાન નથી. જ્યારે અમે આ શુલ્ક શેર કરવાનું શરૂ કરીશું, ત્યારે અમે ઓછામાં ઓછા 45 દિવસ અગાઉ તમને દેશ મુજબ લાગુ પડતા કોઈપણ શુલ્ક અને તેની ગણતરી કેવી રીતે કરીશું તેના વિશે જણાવીશું. આ શુલ્ક ચોક્કસ દેશો સાથે સંકળાયેલા હોવાને કારણે તે દેશમાં તમે જે આવક મેળવો છો તેના આધારે તે પ્રમાણસર કાપવામાં આવશે.

નોંધ: પાસ-થ્રૂ દ્વારા ત્રીજા પક્ષના અધિકારો માટે લાઇસન્સિંગ શુલ્ક શેર કરવું અને અધિકારોની મંજૂરી માટે ગોઠવણો હેઠળ મ્યુઝિક અધિકારોની મંજૂરી માટે કોઈપણ કપાત આ બન્ને અલગ છે. સમાન અધિકારો માટે લાઇસન્સિંગ શુલ્કને આવરી લેવા માટે, અમે દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્ક અને અધિકારોની મંજૂરીની ગોઠવણો આ બન્ને ક્યારેય કાપતા નથી.

તેની કાર્ય કરવાની રીત

દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્ક લાગુ કરવું એ દેશ પર આધારિત છે અને કમાણી કરનારા તમામ સ્તરો પર લાગુ થાય છે. અહીં સરળ કાલ્પનિક ઉદાહરણો છે જે ફક્ત લાંબા સ્વરૂપના વીડિયો અપલોડ કરનારા નિર્માતા પર જ કેન્દ્રિત છે:

કાલ્પનિક ઉદાહરણ

દેશ X દ્વારા પ્લૅટફૉર્મ ટેક્સ લગાવવામાં આવ્યો છે જે તે દેશમાં મેળવેલી YouTube જાહેરાત આવક પર લાગુ થાય છે. 

  • દેશ Xમાં પાર્ટનરના લાંબા સ્વરૂપની જાહેરાતોની કમાણીના આધારે, દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્ક $1 હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. 
  • આવકની વહેંચણી લાગુ કરવામાં આવે પછી, પાર્ટનર $0.55 ચૂકવશે અને YouTube $0.45 કવર કરશે.
  • આવકની વહેંચણીની ગણતરી કરતા પહેલાં દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્કને કાપીને, YouTube અને પાર્ટનર લાગુ પડતી આવકની વહેંચણી અનુસાર આ શુલ્ક શેર કરે છે.

જોકે ઉપરનું ઉદાહરણ દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્ક દર્શાવે છે, પણ જ્યાં આ શુલ્ક લાગુ થાય છે તેવા એક કરતાં વધુ દેશમાં પાર્ટનરના કન્ટેન્ટ પર આવક પ્રાપ્ત થાય ત્યારે તેઓ એક કરતાં વધુ દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્કનો અનુભવ કરી શકે છે.

YouTube તરફથી નોટિફિકેશન

જ્યારે YouTube આ શુલ્ક શેર કરવાનું શરૂ કરે છે, ત્યારે અમે તમને ઓછામાં ઓછા 45 દિવસ અગાઉ દેશ દ્વારા લાગુ પડતા કોઈપણ શુલ્ક વિશે અને શુલ્કની ગણતરી કેવી રીતે કરીશું તેના વિશે જાણ કરીશું. દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્ક માટે કોઈપણ કપાત હશે તો તેની પણ દર મહિને જાણ કરવામાં આવશે.

સામાન્ય પ્રશ્નો

શું મ્યુઝિક કૉપિરાઇટ શુલ્ક દેશ અનુસાર પાસ-થ્રૂને આધીન છે?

ના. પાસ-થ્રૂ દ્વારા ત્રીજા પક્ષના અધિકારો માટે લાઇસન્સિંગ શુલ્ક શેર કરવું અને અધિકારોની મંજૂરી માટે ગોઠવણો હેઠળ મ્યુઝિક અધિકારોની મંજૂરી માટે કોઈપણ કપાત આ બન્ને અલગ છે. સમાન અધિકારો માટે લાઇસન્સિંગ શુલ્કને આવરી લેવા માટે, અમે દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્ક અને અધિકારોની મંજૂરીની ગોઠવણો આ બન્ને ક્યારેય કાપતા નથી.

મ્યુઝિક ધરાવતા તમારા વીડિયોથી કમાણી કરવી હજુ પણ સંબંધિત વીડિયો ફૉર્મેટની કમાણી કરવાની પ્રક્રિયા સંબધિત લાગુ પૉલિસીઓને આધીન છે. લાંબા સ્વરૂપના વીડિયો સાથે Creator Musicનો ઉપયોગ કરવા અને મ્યુઝિક ધરાવતા Shortsથી કમાણી કરવા વિશે વધુ જાણો.

શું મારા લોકેશનના આધારે દેશ પાસ-થ્રૂ લાગુ કરવામાં આવે છે?

ના. તે એવા ચોક્કસ દેશો સાથે સંકળાયેલા હોય છે કે જ્યાં તે દેશમાં YouTubeના કન્ટેન્ટનું ડિસ્ટ્રિબ્યૂશન ત્રીજા-પક્ષના લાઇસન્સિંગ અધિકારો, નિયામક ફી અને પ્લૅટફૉર્મ ટેક્સ જેવી વસ્તુઓ સંબંધિત શુલ્કને આધીન હોય છે. આનો અર્થ એ છે કે આ શુલ્ક ફક્ત તે આવક પર જ લાગુ થશે કે જ્યાં શુલ્ક લાગુ કરાયું હતું તે દેશમાં તમે કમાણી કરવાથી જે આવક મેળવી છે.

મને કેવી રીતે ખબર પડશે કે મને કયા દેશ અનુસાર પાસ-થ્રૂ લાગુ પડે છે?

અમારો 2023માં દેશ-અનુસાર પાસ-થ્રૂ લાગુ કરવાનો હાલમાં કોઈ પ્લાન નથી. જ્યારે અમે આ શુલ્ક શેર કરવાનું શરૂ કરીશું, ત્યારે અમે ઓછામાં ઓછા 45 દિવસ અગાઉ તમને દેશ મુજબ લાગુ પડતા કોઈપણ શુલ્ક અને તેની ગણતરી કેવી રીતે કરીશું તેના વિશે જણાવીશું. દેશ અનુસાર પાસ-થ્રૂ શુલ્ક માટે કોઈપણ કપાત હશે તો તેની પણ દર મહિને જાણ કરવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17534008543329279057
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false