તમારા વીડિયોમાંથી YouTube Shorts બનાવો

તમે પહેલેથી અપલોડ કર્યા હોય એવા વીડિયોમાંથી Shorts બનાવીને, લાંબી અવધિના તમારા વીડિયોને નવું જીવન આપો અને તેમને Shortsના દર્શકો સાથે શેર કરો.

તમારા વીડિયોને સરળતાથી Shortsમાં ફેરવો 🩳

તમે તમારા વીડિયોમાંથી જે Shorts બનાવો છો, તે ફરી તમારા ઑરિજિનલ વીડિયો સાથે લિંક કરવામાં આવે છે, જેને કારણે નવા દર્શકોને તમારું કન્ટેન્ટ શોધવાની તક મળે છે.

રિમિક્સ કરવા માટેના કન્ટેન્ટથી વિપરીત, લાંબી અવધિના તમારા વીડિયોમાં ફેરફાર કરીને તેને Short બનાવવાનો વિકલ્પ માત્ર તમારી પાસે જ હોય છે.

લાંબી અવધિના તમારા વીડિયોમાંથી Shorts બનાવવા

તમારા દ્વારા અપલોડ કરવામાં આવેલા સાર્વજનિક વીડિયો પરથી Short બનાવવા માટે:

  1. તમારા વીડિયોના જોવાના પેજ પર જાઓ.
  2. Shorts બનાવવાના અનુભવમાં ક્લિપ ખોલવા માટે, રિમિક્સ અને પછી Shortમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
  3. તમારા વીડિયોમાંથી 60 સેકન્ડ સુધીનો કોઈ ભાગ પસંદ કરો અને પછી તમારો Short તમે અપલોડ કરો તે પહેલાં તેમાં ટેક્સ્ટ કે ફિલ્ટર જેવા ક્રિએટિવ ટચ ઉમેરવા માટે, આગળ પર ટૅપ કરો.

તમે તમારા વીડિયોમાંથી Shorts બનાવી રહ્યાં હો, તો અમારી ઑડિયો લાઇબ્રેરીમાંથી મ્યુઝિક કે અન્ય સાઉન્ડનો ઉપયોગ કરી શકતા નથી. YouTube Shorts બનાવવા વિશે વધુ જાણો.

શું હજી વધુ વીડિયો રેકોર્ડ કરવા માગો છો?

જો તમે Short માટે તમારા વીડિયોમાંથી 60 સેકન્ડ કરતાં ઓછો ભાગ લેવાનું પસંદ કરો, તો 60 સેકન્ડ પૂર્ણ કરવા માટે, બાકી બચેલી સેકન્ડ સુધીના વધારાના વીડિયો સેગ્મેન્ટ રેકોર્ડ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે અપલોડ કરેલા તમારા લાંબી અવધિના વીડિયોમાંથી 45 સેકન્ડ પસંદ કરી શકો છો અને પછી બાકીની 15 સેકન્ડનો વીડિયો Shorts કૅમેરા વડે રેકોર્ડ કરી શકો છો.

વધુ વીડિયો રેકોર્ડ કરવા માટે, તમે Shorts કૅમેરામાં દાખલ કરવા માટે વીડિયોની તમારી પસંદગી કરો લો ત્યાર બાદ, પાછળ પર ટૅપ કરો અને પછી રેકોર્ડિંગ ચાલુ કરો.

તમારા વીડિયોમાંથી Shorts બનાવવા વિશે વધુ જાણો

મને મારા વીડિયોમાં ફેરફાર કરીને તેને Short વીડિયો બનાવવાનો વિકલ્પ શા માટે દેખાતો નથી?

તમે પહેલેથી અપલોડ કર્યા હોય, માત્ર એવા જ લાંબી અવધિના સાર્વજનિક વીડિયોમાં ફેરફાર કરીને, તેમાંથી Shorts વીડિયો બનાવી શકો છો. ખાનગી કે ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો, ‘બાળકો માટે યોગ્ય’ વીડિયો અને ત્રીજા પક્ષ દ્વારા કૉપિરાઇટનો દાવો કરવામાં આવ્યો હોય એવા વીડિયોમાં આ સુવિધાનો ઉપયોગ કરી શકાતો નથી.

જો તમને તમારા વીડિયોમાં ફેરફાર કરીને તેને Short વીડિયો બનાવવાનો વિકલ્પ દેખાતો ન હોય, તો એ વાતની ખાતરી કરો કે YouTube પર એ વીડિયોના સેમ્પલિંગની સુવિધા પસંદ કરવામાં આવી હોય. તમારા વીડિયો પર Shortsના સેમ્પલિંગની મંજૂરી આપવા:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ક્લિક કરો.
  3. તમે જે વીડિયોમાં ફેરફાર કરીને તેને Short બનાવવા માગતા હો, તે વીડિયોના શીર્ષક કે થંબનેલ પર ક્લિક કરો.
  4. સ્ક્રોલ કરો અને પછી વધુ બતાવો પર ક્લિક કરો.
  5. “Shortsના સેમ્પલિંગ”ની સુવિધા શોધવા માટે સ્ક્રોલ કરો અને પછી“લોકોને આ કન્ટેન્ટના સેમ્પલિંગની મંજૂરી આપો” વિકલ્પની પાસે દેખાતા બૉક્સ પર ચેક માર્ક કરો.
  6. સાચવો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4628605740835292892
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false