ચૅપ્ટર અને શોધવાની સુવિધાનો ઉપયોગ કરવાની રીત

તમારા મોબાઇલ ડિવાઇસ પર YouTube કન્ટેન્ટ વિશે શોધખોળ કરવા નૅવિગેશન માટેની ટિપ

ચૅપ્ટર અનુસાર વીડિયો જોવા

તમે અલગ-અલગ ચૅપ્ટર પસંદ કરીને વીડિયો નૅવિગેટ કરી શકો છો. આ ચૅપ્ટર વીડિયોને અલગ-અલગ વિભાગોમાં વિભાજિત કરે છે.

વીડિયોના સૌથી વધુ વાર ચલાવવામાં આવેલા ભાગો પર જાઓ

જ્યારે તમે આ ભાગો શોધવાનું શરૂ કરો છો, ત્યારે પ્રોગ્રેસ બારની ઉપર ગ્રાફ દેખાય છે. પ્રોગ્રેસ બારની ઉપર દેખાતા આ ગ્રાફને કારણે એ શોધી શકાય છે કે વીડિયોના કયા ભાગો વારંવાર જોવાઈ રહ્યાં છે. જો કોઈ ભાગનો ગ્રાફ સૌથી વધુ હોય, તો તેનો અર્થ એમ થાય છે કે વીડિયોનો એ ભાગ સૌથી વધુ વાર ચલાવવામાં આવ્યો છે.

વીડિયોના પ્રોગ્રેસ બારની ઉપર ગ્રાફ બતાવવામાં ન આવે, તો તેનું કારણ આ હોઈ શકે છે:
  • ચૅનલ પર કોઈ સક્રિય સ્ટ્રાઇક હોય.
  • કન્ટેન્ટ સંભવિત રૂપે અનુચિત હોય.
  • અમારી સિસ્ટમ અન્ય કારણોસર વીડિયોને અયોગ્ય માને, જેમ કે વીડિયો ખૂબ જ નવો હોય અથવા તેને ખૂબ જ ઓછા વ્યૂ મળ્યા હોય.

વીડિયોમાં કોઈ ચોક્કસ ભાગ શોધવો

વીડિયોમાં કોઈ ચોક્કસ ભાગ શોધવાની સુવિધા, વીડિયોમાંની ચોક્કસ પળને શોધવાનું સરળ બનાવે છે.

Use precise seeking to find a specific moment in a video ft. Lyanna Kea 📌 📺

વીડિયોમાં કોઈ ચોક્કસ ભાગ શોધવાની સુવિધાનો ઉપયોગ કરવા માટે:

  1. સ્ક્રીન પર પ્રોગ્રેસ બાર જોવા માટે, સ્ક્રીન પર ટૅપ કરો.
  2. સ્ક્રબર (લાલ ડૉટ) પર જઈને ઉપરની તરફ સ્લાઇડ કરો.
  3. તમને પ્રોગ્રેસ બારની નીચે થંબનેલની પંક્તિ દેખાશે.

વીડિયોમાં આગળ-પાછળ ક્યાં જવું તે શોધવાનું પસંદ કરવા માટે:

  1. એકવાર તમને થંબનેલની પંક્તિ દેખાય, ત્યારબાદ તમે જે જગ્યાએથી પ્લેબૅક શરૂ થશે તે સ્થાન ગોઠવવા માટે થંબનેલ પર કે સ્ક્રબર પર સ્વાઇપ કરી શકો છો.
  2. પસંદ કરેલા સ્થાન પરથી વીડિયો ચલાવવાનું શરૂ કરવા માટે, 'ચલાવો' બટન પર કે પછી થંબનેલની ઉપર ગમે ત્યાં ટૅપ કરો.
  3. વીડિયોમાં આગળ-પાછળ ક્યાં જવું તે શોધવાનું રદ કરવા માટે, X બટન પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12629143589420425882
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false