YouTube Shorts અપલોડ કરો

YouTube Shorts થકી કોઈપણ વ્યક્તિ એક વિચારને વિશ્વમાં કોઈપણ સ્થળે નવા ઑડિયન્સ સાથે જોડાવાની તકમાં ફેરવી શકે છે. YouTubeના Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કરીને તમે કોઈ ટૂંકા સ્વરૂપનો વર્ટિકલ વીડિયો Shorts તરીકે અપલોડ કરી શકો છો.

YouTube Shorts

Shorts અપલોડ કરો

YouTube ઍપ

તમારા ડિવાઇસમાંથી Short અપલોડ કરવા માટે:

  1. બનાવો અને પછી વીડિયો અપલોડ કરો પર ટૅપ કરો.
  2. સ્કવેર અથવા વર્ટિકલ સાપેક્ષ ગુણોત્તર સાથેનો વીડિયો પસંદ કરો:
    • 60 સેકન્ડ સુધીના વીડિયોમાં ટ્રિમ એડિટર દેખાશે. વીડિયો શરૂ અને પૂરો થવાનો સમય ગોઠવવા માટે બારની બાજુઓ પરથી ખેંચો. બૉક્સમાં નહીં હોય તેવું કંઈ Shortમાં દેખાશે નહીં.
    • 60 સેકન્ડ કરતાં લાંબા વીડિયો માટે, તમારા વીડિયોને ટ્રિમ કરીને 60 સેકન્ડનો કે તેથી નાનો કરવા, Shortમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
  3. આગલું પર ટૅપ કરી એડિટર સ્ક્રીન પર જાઓ, જ્યાં તમે તમારા Shortમાં ટેક્સ્ટ, ફિલ્ટર, મ્યુઝિક અથવા ઑડિયો ઉમેરી શકો છો.
    નોંધ: અમારી લાઇબ્રેરીમાંથી લીધેલો ઑડિયો 15 સેકન્ડની ક્લિપ પૂરતો મર્યાદિત હોય છે.
  4. તમારા વીડિયોમાં વિગતો ઉમેરવા માટે આગલું પર ટૅપ કરો, જેમ કે શીર્ષક (વધુમાં વધુ 100 અક્ષર) અને પ્રાઇવસી સેટિંગ.
    નોંધ: 13–17 વર્ષની ઉંમરના નિર્માતાઓ માટે વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે ખાનગી પર સેટ હોય છે. જો તમે 18 વર્ષથી વધુ ઉંમરના હો, તો તમારા વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે સાર્વજનિક પર સેટ હોય છે. દરેક વ્યક્તિ આ સેટિંગ બદલી શકે છે જેથી તેઓ તેમના વીડિયોને સાર્વજનિક, ખાનગી કે ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો બનાવી શકે.
  5. તમારું ઑડિયન્સ પસંદ કરવા માટે ઑડિયન્સ પસંદ કરો અને પછી “"હા, તે બાળકો માટે યોગ્ય છે" અથવા "ના, તે બાળકો માટે યોગ્ય નથી" પર ટૅપ કરો. 'બાળકો માટે યોગ્ય' વિશે વધુ જાણો.
  6. તમારો Short પબ્લિશ કરવા માટે અપલોડ કરો પર ટૅપ કરો.

YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ  ખોલો.
  2. સૌથી ઉપરની બાજુએ, બનાવો  અને પછીવીડિયો અપલોડ કરો પર ટૅપ કરો.
  3. તમે અપલોડ કરવા માગતા હો તે ફાઇલ પસંદ કરો
  4. તમારા વીડિયોમાં વિગતો ઉમેરો, જેમ કે શીર્ષક (વધુમાં વધુ 100 અક્ષર), પ્રાઇવસી સેટિંગ અને તમારા ઑડિયન્સ. 'બાળકો માટે યોગ્ય' વિશે વધુ જાણો.
  5. તમારા Shorts પબ્લિશ કરવા માટે, Short અપલોડ કરો પર ટૅપ કરો.

તમારો પહેલો Short અપલોડ કરતા પહેલાં તેને માટે ઉપયોગી માહિતી શોધી રહ્યા છો? Shorts અપલોડ કરવાની ટિપ જોઈ જુઓ.

તમે ક્યાંય બીજે બનાવેલો ટૂંકો વીડિયો અપલોડ કરો, તો ખાતરી કરી લો કે તમે ઉપયોગ કરેલી કોઈપણ કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત સામગ્રીને YouTube પર ઉપયોગમાં લેવાની મંજૂરી છે. કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત સામગ્રીનો ઉપયોગ કરવાથી તમારા પર Content IDનો દાવો થઈ શકે છે. વળી જો તમારા Short વીડિયો વિરુદ્ધ કૉપિરાઇટના માલિક, કલાકારના લેબલ અથવા વિતરક દ્વારા અમને કૉપિરાઇટને લીધે દૂર કરવાની માન્ય અને સંપૂર્ણ નોટિસ મોકલવામાં આવે, તો તે કાઢી નાખવામાં આવે અને તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે તેમ બની શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15640756640221062342
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false