YouTube Shorts અપલોડ કરો

YouTube Shorts થકી કોઈપણ વ્યક્તિ એક વિચારને વિશ્વમાં કોઈપણ સ્થળે નવા ઑડિયન્સ સાથે જોડાવાની તકમાં ફેરવી શકે છે. YouTubeના Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કરીને તમે કોઈ ટૂંકા સ્વરૂપનો વર્ટિકલ વીડિયો Shorts તરીકે અપલોડ કરી શકો છો.

YouTube Shorts

Shorts અપલોડ કરો

કમ્પ્યુટરમાંથી Short અપલોડ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. સૌથી ઉપર જમણા ખૂણામાં, બનાવો અને પછી વીડિયો અપલોડ કરો પર ક્લિક કરો.
  3. ટૂંકા વીડિયોની ફાઇલ પસંદ કરો:
  4. (વૈકલ્પિક) શીર્ષક અથવા વિવરણમાં #Shortsનો સમાવેશ કરો જેથી અમારી સિસ્ટમ તમારા ટૂંકા વીડિયોનો સમગ્ર YouTube પર સુઝાવ આપી શકે.

તમે એક સમયે વધુમાં વધુ 15 ટૂંકા વીડિયો પસંદ કરી શકો છો, જોકે પબ્લિશ કરતા પહેલાં તમારા વીડિયોની વિગતો પૂરી કરવા માટે ડ્રાફ્ટમાં ફેરફાર કરો ક્લિક કરવાની ખાતરી રાખો. વીડિયો સેટિંગ વિશે વધુ જાણો.

તમારો પહેલો Short અપલોડ કરતા પહેલાં તેને માટે ઉપયોગી માહિતી શોધી રહ્યા છો? Shorts અપલોડ કરવાની ટિપ જોઈ જુઓ.

નોંધ: 13–17 વર્ષની ઉંમરના નિર્માતાઓ માટે વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે ખાનગી પર સેટ હોય છે. જો તમે 18 વર્ષથી વધુ ઉંમરના હો, તો તમારા વીડિયોનું પ્રાઇવસી સેટિંગ, ડિફૉલ્ટ તરીકે સાર્વજનિક પર સેટ હોય છે. દરેક વ્યક્તિ આ સેટિંગ બદલી શકે છે જેથી તેઓ તેમના વીડિયોને સાર્વજનિક, ખાનગી કે ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો બનાવી શકે.

તમે ક્યાંય બીજે બનાવેલો ટૂંકો વીડિયો અપલોડ કરો, તો ખાતરી કરી લો કે તમે ઉપયોગ કરેલી કોઈપણ કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત સામગ્રીને YouTube પર ઉપયોગમાં લેવાની મંજૂરી છે. કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત સામગ્રીનો ઉપયોગ કરવાથી તમારા પર Content IDનો દાવો થઈ શકે છે. વળી જો તમારા Short વીડિયો વિરુદ્ધ કૉપિરાઇટના માલિક, કલાકારના લેબલ અથવા વિતરક દ્વારા અમને કૉપિરાઇટને લીધે દૂર કરવાની માન્ય અને સંપૂર્ણ નોટિસ મોકલવામાં આવે, તો તે કાઢી નાખવામાં આવે અને તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે તેમ બની શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3865686226973633990
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false