YouTube પર નવો અભ્યાસક્રમ લો

અભ્યાસક્રમો એ સહભાગી નિર્માતાઓ માટે YouTube પર વિગતવાર, એકથી વધુ પાઠ શીખવતા પ્રોગ્રામ ઑફર કરવાની નવી રીત છે. અભ્યાસક્રમો દર્શકોને શિક્ષણના સંરચિત વાતાવરણમાં નિર્માતાઓ પાસેથી શીખવાની સુવિધા આપે છે, સાથેસાથે તેઓ શીખનારા અન્ય લોકો સાથે કનેક્ટ થાય છે. તમે સમગ્ર YouTube પર અભ્યાસક્રમો શોધી શકો છો: 
  • હોમ ફીડ પર
  • 'આગળ જુઓ'માં
  • શોધ પરિણામોમાં
  • સહભાગી નિર્માતાના પ્લેલિસ્ટમાં
  • શોધખોળ કરો હેઠળ, અભ્યાસક્રમોમાં

સહભાગી નિર્માતાઓને અભ્યાસક્રમ માટે એક-વખતની ચુકવણી કરવી જરૂરી હોઈ શકે છે, જ્યારે અન્ય અભ્યાસક્રમો $0માં ઑફર કરવામાં આવે છે. જ્યારે અભ્યાસક્રમો માટે એક-વખતની ચુકવણી જરૂરી હોય, ત્યારે અભ્યાસક્રમ જાહેરાતમુક્ત હશે. $0માં ઉપલબ્ધ અભ્યાસક્રમો હજી પણ જાહેરાતો બતાવી શકે છે. અભ્યાસક્રમોથી થતી મોટાભાગની આવક સહભાગી નિર્માતાને ભાગે જાય છે.

નોંધ: અભ્યાસક્રમોની સુવિધા બીટામાં છે અને હાલમાં નિર્માતાઓના સબસેટ સુધી મર્યાદિત છે. અભ્યાસક્રમો માત્ર મર્યાદિત સંખ્યાના દેશોમાં જ ઉપલબ્ધ છે. દર્શકોએ અભ્યાસક્રમ ખરીદવા માટે કમ્પ્યૂટર અથવા Android ડિવાઇસનો ઉપયોગ કરવો જરૂરી છે. અમે ભવિષ્યમાં વધુ નિર્માતાઓ, ડિવાઇસ અને દેશો/પ્રદેશો માટે અભ્યાસક્રમો સાર્વજનિક રીતે રિલીઝ કરવાની આશા રાખીએ છીએ.

અભ્યાસક્રમ ખરીદો

અભ્યાસક્રમ ખરીદવા માટે, એ જરૂરી છે કે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોય અને તમે કમ્પ્યૂટર અથવા Android ડિવાઇસનો ઉપયોગ કરતા હો. પરંતુ, એકવાર તમે અભ્યાસક્રમ ખરીદો, તે પછી તમે તેને એવા કોઈપણ ડિવાઇસ પર જોઈ શકો છો, જેના પર YouTube ઉપલબ્ધ હોય. કેટલાક નિર્માતાઓ તેમના અભ્યાસક્રમ સાથે ડાઉનલોડ કરી શકાય તેવી ફાઇલો પણ શામેલ કરી શકે છે. અભ્યાસક્રમમાં શામેલ કરેલી કેટલીક ફાઇલો માત્ર કમ્પ્યુટર પર જ ડાઉનલોડ કરી શકાય છે, જો કે તમે અન્ય ડિવાઇસ પર ફાઇલોનો પ્રીવ્યૂ કરી શકો છો.

અભ્યાસક્રમ ખરીદવા માટે:

  1. અભ્યાસક્રમ પર જવા માટે, કમ્પ્યૂટર અથવા Android ડિવાઇસનો ઉપયોગ કરો.
  2. અભ્યાસક્રમ ખરીદો પસંદ કરો.
  3. આગળ પસંદ કરો.
  4. તમારી ચુકવણીની વિગતો દાખલ કરવા અને અભ્યાસક્રમ ખરીદવા માટે, ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
નોંધ: અભ્યાસક્રમ ખરીદીને, તમે ચકાસો છો કે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ છે અને તમે આ શરતો સાથે સંમત થાઓ છો. અમારી રિફંડ પૉલિસી અનુસાર રિફંડ માત્ર મર્યાદિત પરિસ્થિતિઓમાં જ ઉપલબ્ધ થાય છે.

ખરીદેલો અભ્યાસક્રમ શોધો

એકવાર તમે અભ્યાસક્રમ ખરીદો, પછી તમે તેને તમારી ખરીદીઓ હેઠળ શોધી શકો છો. ખરીદેલો અભ્યાસક્રમ શોધવા માટે:

  1. સેટિંગ પસંદ કરો.
  2. ખરીદીઓ અને મેમ્બરશિપ પસંદ કરો.
  3. તમારા અભ્યાસક્રમો “ખરીદીઓ” વિભાગ હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવશે.

અભ્યાસક્રમ માટે રિફંડની વિનંતી કરો

જો તમારા ખરીદેલા અભ્યાસક્રમ સંબંધિત વીડિયો કે સુવિધાઓ કામ ન કરતી હોય, તો તમે રિફંડ મેળવવા માટે યોગ્ય હોઈ શકો છો. જો તમે તમારો અભ્યાસક્રમ જોયો ન હોય, તો તમે ખરીદીના 7 કામકાજી દિવસમાં રિફંડની વિનંતી કરી શકો છો. જો અમે તમારી રિફંડની વિનંતી મંજૂર કરીએ, તો અમે તમારા નાણાં પરત આપીશું અને અભ્યાસક્રમનો ઍક્સેસ કાઢી નાખીશું. ખરીદેલા અભ્યાસક્રમ માટે રિફંડની વિનંતી કરવા:

  1. સેટિંગ   પસંદ કરો.
  2. ખરીદીઓ અને મેમ્બરશિપ પસંદ કરો.
  3. સંબંધિત અભ્યાસક્રમની બાજુમાં, વધુ '' અને પછી “ખરીદીમાં સમસ્યા છે?” પસંદ કરો
  4. રિફંડની વિનંતી કરવા માટે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
નોંધ: YouTube Android ઍપ પર ખરીદેલા અભ્યાસક્રમનું બિલિંગ Google Play મારફતે કરવામાં આવશે. નવા શુલ્ક જાણવા અને તમારું બિલિંગ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે, pay.google.com પર જાઓ. Google Play મારફતે કરવામાં આવેલી ખરીદીઓ તેની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17674187338886717603
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false