શેડ્યૂલ વીડિયો પબ્લિશ કરવાનું સમયપત્રક

તમે ચોક્કસ સમયે પબ્લિશ કરવા માટે ખાનગી વીડિયોને શેડ્યૂલ કરવા માટે શેડ્યૂલ કરેલ પ્રકાશનનો ઉપયોગ કરી શકો છો.

પછીથી પબ્લિશ કરવા માટે વીડિયો શેડ્યૂલ કરો

વીડિયોના પબ્લિશ કરવાનો સમય સુનિશ્ચિત કરવા માટે, તમારે પહેલા અપલોડ પેજ પર વીડિયોને "શેડ્યૂલ કરેલ" અથવા "ખાનગી" તરીકે સેટ કરવો પડશે.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
    • અથવા YouTube ઍપ નો ઉપયોગ કરો.
  2. બનાવો અને પછી વીડિયો અપલોડ કરો પસંદ કરો.
  3. તમે અપલોડ કરવા માગો છો તે ફાઇલ પસંદ કરો અને તમારા વીડિયોની વિગતો દાખલ કરો.
  4. “દૃશ્યતા” ટૅબ પસંદ કરો, પછી શેડ્યૂલ કરો પસંદ કરો.
  5. તમે તમારા વીડિયોને પબ્લિશ કરવા માગતા હો, તે તારીખ, સમય અને સમય ઝોન સેટ કરો.
  6. શેડ્યૂલ કરો, Short અપલોડ કરો અથવા વીડિયો અપલોડ કરો પસંદ કરો.

નોંધ: જો તમારા એકાઉન્ટને સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળી હોય, તો દંડની અવધિ દરમિયાન તમારો શેડ્યૂલ કરેલો વીડિયો પબ્લિશ થશે નહીં. તમારા વીડિયો દંડની અવધિ માટે “ખાનગી” પર સેટ કરવામાં આવે છે અને જ્યારે સુવિધા થોભાવવાની અવધિ સમાપ્ત થાય, ત્યારે તમારે તેને ફરીથી શેડ્યૂલ કરવો પડશે. સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો વિશે વધુ જાણો.

શેડ્યૂલ કરેલા પબ્લિશ કરવાના સમયમાં ફેરફાર કરો

તમે શેડ્યૂલ કરેલા પબ્લિશ કરવાના સમયને બદલી શકો છો અથવા તરત જ વીડિયો પબ્લિશ કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
    • અથવા YouTube ઍપ નો ઉપયોગ કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
    • અથવા પ્રોફાઇલ ફોટો  અને પછી તમારા વીડિયો પસંદ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  4. “દૃશ્યતા” ટૅબ પસંદ કરો:
    • શેડ્યૂલ કરેલા પબ્લિશ કરવાના સમયને બદલવા માટે, ખાતરી કરો કે દૃશ્યતા ખાનગી હોય, પછી “શેડ્યૂલ કરો” હેઠળ નવો સમય પસંદ કરો.
    • તાત્કાલિક વીડિયો પબ્લિશ કરવા માટે, દૃશ્યતાને સાર્વજનિક પર સેટ કરો.
  5. પબ્લિશ કરવા માટે સાચવો પસંદ કરો.

જોવાના પેજ પર તારીખે 'સાર્વજનિક કરાયો'

તમે જ્યારે YouTube પર એક વીડિયોને સાર્વજનિક કરો ત્યારે જોવાના પેજ પર તારીખ પેસેફિક સ્ટાન્ડર્ડ ટાઇમ (PST) પર મુજબ હોય છે. જો તમે તમારા વીડિયોની નીચે ચોક્કસ તારીખ બતાવવા માંગતા હો, તો તે તારીખે તમારો વીડિયો અપલોડ કરો. વૈકલ્પિક રીતે, પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઇમ અનુસાર તે તારીખે તેને સાર્વજનિક કરવા માટે શેડ્યૂલ કરો.

તમે YouTube Studioમાં જે જુઓ તેના કરતાં તમને વૉચ પેજ પર અલગ તારીખ દેખાઈ શકે છે જો તમે:

  • PSTના આગળના ટાઇમ ઝોનમાં સાર્વજનિક વીડિયો અપલોડ કરો
  • PSTના આગળના ટાઇમ ઝોનમાં ચોક્કસ સમયે સાર્વજનિક કરવા માટે ખાનગી વીડિયો તરીકે શેડ્યૂલ કરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17567780311817472208
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false