ટીવી પર લોકેશન શેરિંગ અને પ્લેબૅક એરિયા

YouTube Primetime ચૅનલ પર અમુક રગતગમત, શો અને અન્ય કન્ટેન્ટ જોવા માટે, તમારે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરીને તમારો પ્લેબૅક એરિયા સેટ કરવો પડશે. તમારા લોકેશનની ચકાસણી કરવી જરૂરી છે, કારણ કે કેટલીક વખત તમે જુઓ છો તે કન્ટેન્ટ તમારા લોકેશન પર આધારિત હોય છે.

જો તમે પહેલેથી લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરેલી હોય અને માત્ર તમારો પ્લેબૅક એરિયા અપડેટ કરવાની જરૂર હોય, તો આ પગલાં અનુસરો. જો તમને કોઈપણ ભૂલનો મેસેજ દેખાય, તો આ પગલાં સહાય કરી શકે છે.

જ્યારે તમે લોકેશનની ચકાસણીની જરૂરિયાતવાળો કોઈ પ્રોગ્રામ જોવાનું પસંદ કરો, જેમ કે NFL Sunday Ticket પર લાઇવ અથવા આગામી ગેમ, ત્યારે તમને તમારા લોકેશનની ચકાસણી કરવા માટે મોબાઇલ ડિવાઇસ પર લોકેશન શેરિંગની સુવિધાનો ઉપયોગ કરવાની સૂચના આપતો પ્રૉમ્પ્ટ દેખાશે. એકવાર પૂર્ણ થઈ જાય, તે પછી આને તમારા “પ્લેબૅક એરિયા” પર સેટ કરવામાં આવશે.

તમારા ટીવી પર Primetime ચૅનલ જોવા માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવાની રીત

જો તમે તમારા ટીવી પર YouTube ઍપનો ઉપયોગ કરી રહ્યાં હો, તો તમારા લોકેશનની ચકાસણી કરવા અને તમારો પ્લેબૅક એરિયા સેટ કરવા માટે તમને તમારા ટીવી અને તમારા મોબાઇલ ડિવાઇસ બન્નેની જરૂર પડશે. તમારે તમારા ફોન અથવા ટૅબ્લેટ પર તમારા મોબાઇલ વેબ બ્રાઉઝર માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવી જરૂરી રહેશે. આમ કરવાથી તમારા ટીવી પરની YouTube ઍપ તમારા લોકેશનની ચકાસણી કરી શકશે.

તમારા બ્રાઉઝરમાં લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવી

તમારા કમ્પ્યૂટર પર NFL Sunday Ticket સહિત, Primetime ચૅનલ જોવા માટે, લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવા માટે નીચેના પગલાં અનુસરો.

  1. Chrome Chrome ખોલો.
  2. સૌથી ઉપર જમણી બાજુએ, મેનૂ  અથવા વધુ પર ક્લિક કરો '' અને પછી સેટિંગ પર ક્લિક કરો.
  3. પ્રાઇવસી અને સુરક્ષા પર ક્લિક કરો અને પછી સાઇટ સેટિંગ પર ક્લિક કરો.
  4. લોકેશન પર ક્લિક કરો અને વિશિષ્ટ સાઇટ માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરો અથવા સાઇટને તમારા લોકેશનની માહિતી પૂછવાની મંજૂરી આપો.

જો તમે Chromeમાં હમણાં જ લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરી હોય અને તમે જોવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે વીડિયો ચાલતો ન હોય, તો લોકેશન શેરિંગની સુવિધા સંબંધિત પરવાનગીઓ લાગુ કરેલી છે તેની ખાતરી કરવા માટે વીડિયોને નવા ટૅબમાં ખોલો. જો તો પણ વીડિયો ન ચાલે, તો Chromeના એકદમ નવા વર્ઝન પર અપગ્રેડ કરીને ફરી પ્રયાસ કરો.

તમે Chrome સિવાયના કોઈ અન્ય વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યાં હો એવા કિસ્સામાં, લોકેશનની પરવાનગીઓ બદલવા માટે તમારા બ્રાઉઝર સેટિંગ ચેક કરો. નીચે આપેલા ઇન્ટરનેટ બ્રાઉઝર પર લોકેશન શેરિંગની સુવિધા સંબંધિત પરવાનગીઓ વિશે વધુ જાણો:

macOSમાં લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવી

જો ઉપર આપેલા પગલાં કામ ન કરે, તો ખાતરી કરો કે તમારું macOSનું વર્ઝન 13.5.1 અથવા તેનાથી નવું છે. તમારા macOSને અપગ્રેડ કરવા માટે:
 
Apple મેનૂ  ખોલો અને પછી સિસ્ટમ સેટિંગ પર ક્લિક કરો અને પછી સામાન્ય પર ક્લિક કરો અને પછી સૉફ્ટવેર અપડેટ પર ક્લિક કરો.

macOSમાં ઍપ માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવા માટે:

  1. Apple મેનૂ  ખોલો અને પછી સિસ્ટમ સેટિંગ પર ક્લિક કરો અને પછી પ્રાઇવસી અને સુરક્ષા પર ક્લિક કરો અને પછી લોકેશન સેવાઓ પર ક્લિક કરો.
  2. તમારા બ્રાઉઝર માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવા માટે બટન પર ક્લિક કરો. બટનનો રંગ વાદળી થઈ જશે.

તમારા ટીવી પર તમારા પ્લેબૅક એરિયાની ચકાસણી કરવી અથવા તેમાં ફેરફાર કરવો

એકવાર તમારા મોબાઇલ બ્રાઉઝર માટે લોકેશન શેરિંગ સુવિધા ચાલુ કરો તે પછી તમારા ટીવી પર જોવા માટે કન્ટેન્ટ પસંદ કરો. જો તમને ‘તમારા વર્તમાન પ્લેબૅક એરિયાની ચકાસણી’ કરવા માટે મેસેજ મળે, તો આ પગલાં અનુસરો:

  1. મોબાઇલ બ્રાઉઝરમાંથી youtube.com/locate પર જાઓ અને પછી તમે તમારા ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર જેનાથી સાઇન ઇન કર્યું હોય એ જ Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો. 
    • ટિપ: તમારા ટીવીની સ્ક્રીન પર સેટિંગ અને પછી ખરીદીઓ અને મેમ્બરશિપ હેઠળ તમારા એકાઉન્ટનું ઇમેઇલ ઍડ્રેસ બતાવેલું હોવું જોઈએ.
  2. એકવાર સાઇન ઇન કરી લો, પછી તમને તમારા બ્રાઉઝર માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવા માટે પૉપઅપ દેખાવું જોઈએ. આગળ અને પછી મંજૂરી આપો પર ટૅપ કરો.
  3. તમારા મોબાઇલ ડિવાઇસ પર youtube.com/locate પેજ રિફ્રેશ કરો અને પછી તમારા ટીવી પર ઍપ બંધ કરો અને ફરી ખોલો.

જો તમને તમારા ટીવી પર અપડેટ દેખાતી ન હોય, તો તમે તમારા મોબાઇલ બ્રાઉઝર અને ટીવી બન્ને પર યોગ્ય એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે તે બે વાર ચેક કરો. ત્યારબાદ, તમારા ટીવી પર ઍપ બંધ કરીને ફરીથી ખોલવાનો પ્રયાસ કરો. જો તે હજી પણ કાર્ય કરતી ન હોય, તો તમારી કૅશ મેમરી અને કુકી સાફ કરીને જુઓ અને ફરી પ્રયાસ કરો.

ભૂલના મેસેજ જેમ કે ‘એરિયા અપડેટની સુવિધા ઉપલબ્ધ નથી' સંબંધિત સમસ્યાનું નિવારણ કરવું
જો તમને ભૂલનો મેસેજ “બ્રાઉઝરની લોકેશનની પરવાનગીઓ ચાલુ કરો” અથવા “એરિયા અપડેટની સુવિધા ઉપલબ્ધ નથી” દેખાતો હોય, તો આ પગલાં અનુસરો:
  1. ઉપર આપેલા પગલાં વડે કન્ફર્મ કરો કે તમારા મોબાઇલ ડિવાઇસ અને મોબાઇલ બ્રાઉઝર માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરેલી છે.
  2. youtube.com/locate પરના પગલાં અનુસરવા માટે તમે મોબાઇલ ડિવાઇસનો જ ઉપયોગ કરી રહ્યાં હોવાની ખાતરી કરો અને ન કે કોઈ કમ્પ્યૂટર.
  3. તમારા ટીવી પર YouTube ઍપ બંધ કરીને ફરીથી ખોલો અને ફરી પ્રયાસ કરો.
  4. તમારા સેટિંગમાં વર્ઝન ચેક કરીને તમારા મોબાઇલ અને ટીવી ડિવાઇસ અપ ટૂ ડેટ હોવાનું કન્ફર્મ કરો.
  5. તમારા મોબાઇલ ડિવાઇસ પર કૅશ મેમરી અને કુકી સાફ કરો અને ફરી પ્રયાસ કરો.

કાસ્ટ કરવામાં આવતી સમસ્યાનું નિવારણ કરવું

જો તમને તમારા લોકેશનની ચકાસણી કરવામાં કોઈ મુશ્કેલી આવે, તો આ કરી જુઓ:

  • ફરી કાસ્ટ કરવું અને ઉપર આપેલા પગલાં પૂર્ણ કરવા.
  • તમારા બ્રાઉઝર માટે (youtube.com માટે) કૅશ મેમરી અને કુકી સાફ કરીને ફરી કાસ્ટ કરવું.
  • ખાતરી કરો કે તમે મોબાઇલ પરની YouTube ઍપ પર અને તમારા ટીવી પરની YouTube ઍપ પર સમાન એકાઉન્ટમાં લૉગ ઇન કરેલું છે.

તમારા ટીવી પર કાસ્ટ કરવા માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરવી

ખાતરી કરો કે તમે તમારા મોબાઇલ ડિવાઇસ અને તમારા ટીવી પર YouTube ઍપ પર સમાન એકાઉન્ટ વડે સાઇન ઇન કરેલું છે અને તે કે ઉપર આપેલા પગલાં અનુસરીને તમારા મોબાઇલ બ્રાઉઝર અને તમારી YouTube ઍપ બન્ને માટે લોકેશન શેરિંગની સુવિધા ચાલુ કરેલી છે. પછી:

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર પ્રોગ્રામ ખોલો અને તમારા ટીવી પર પ્રોગ્રામ કાસ્ટ કરો .
  2. તમારા ટીવી પર YouTube ઍપ પર દેખાતા પ્રૉમ્પ્ટને અનુસરો. 
  3. તમે YouTube ઍપમાં જેનાથી સાઇન ઇન કરેલું હોય તે જ એકાઉન્ટનો ઉપયોગ કરીને મોબાઇલ વેબ બ્રાઉઝર પર youtube.com/locate ખોલો. 
  4. એકવાર તમારા મોબાઇલ ડિવાઇસમાંથી લોકેશન સફળતાપૂર્વક પ્રદાન કરવામાં આવે, પછી તમારું ટીવી ઑટોમૅટિક રીતે ચાલુ થઈ જવું જોઈએ.
જો તમારા સ્માર્ટ ટીવી પર તમારો પ્લેબૅક એરિયા ખોટો હોય તો તેને અપડેટ કરવો
એકવાર તમારા સ્માર્ટ ટીવી પર તમારો પ્લેબૅક એરિયા સાચવવામાં આવે, પછી જો તમને તે ખોટો જણાય, તો તમે તમારા ડિવાઇસના સેટિંગમાં જઈને તેમાં ફેરફાર કરી શકો છો અથવા તેને સાફ કરી શકો છો:
  1. તમારા સ્માર્ટ ટીવી ડિવાઇસ પર YouTube ઍપ ખોલો.
  2. સેટિંગ અને પછી પ્લેબૅક એરિયા પર જાઓ.
  3. તમારું લોકેશન બદલો:
    • ફેરફાર કરવા માટે પેન્સિલ પસંદ કરો અને તમારો પિન કોડ દાખલ કરો.
    • તમારો વર્તમાન પ્લેબૅક એરિયા સેટ કરવા અને તેની ચકાસણી કરવા માટે ઑન-સ્ક્રીન સૂચના અનુસરો.

તમારા સ્માર્ટ ટીવી પર તમારો પ્લેબૅક એરિયા સાફ કરવો

તમારો પ્લેબૅક એરિયા સાફ કરવા માટે:

  1. તમારા ટીવી પર YouTube ઍપ ખોલો.
  2. સેટિંગ અને પછી પ્લેબૅક એરિયા સાફ કરો પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3587554632995125342
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false