"એકસાથે લાઇવ થાઓ" દ્વારા તમારી લાઇવ સ્ટ્રીમમાં અતિથિને આમંત્રિત કરવા

યોગ્ય નિર્માતા તેમની સાથે લાઇવ સ્ટ્રીમ કરવા માટે અતિથિને આમંત્રિત કરી શકે છે. લાઇવ જવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી તમારું લાઇવ સ્ટ્રીમ ફીડ તમારા અતિથિના ફીડની બાજુમાં દેખાશે.

તમે તમારા કમ્પ્યૂટરથી (લાઇવ નિયંત્રણ રૂમ દ્વારા) કોઈ અતિથિ સાથે લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરી શકો છો અને પછી તમારા મોબાઇલ ફોનથી લાઇવ જઈ શકો છો. અથવા તમે તમારા મોબાઈલ ફોનથી તત્કાલ લાઈવ થઈ શકો છો.

 

અતિથિ સાથે એકસાથે લાઇવ થાઓ

તમે તમારી લાઇવ સ્ટ્રીમ પર અતિથિઓને ફેરવતા રહી શકો છો, જો કે તમે તમારી લાઇવ સ્ટ્રીમ પર એક સમયે માત્ર એક જ અતિથિ બતાવી શકો છો. તમે YouTube Studioમાં તમારી લાઇવ સ્ટ્રીમ માટે Analytics જોઈ શકો છો, પરંતુ તમારા અતિથિ જોઈ શકતા નથી.

  1. બનાવો  અને પછી લાઇવ પર ટૅપ કરો.
  2. તમારા વીડિયો અને બ્રોડકાસ્ટના સેટિંગ પસંદ કરવા માટે ફેરફાર કરો  પર ટૅપ કરો.
  3. ટૉગલ કરીને "એકસાથે લાઇવ થાઓ" અને પછી સુવિધા ચાલુ કરો, તમારો મેટાડેટા દાખલ કરો, આગળ પર ટૅપ કરો.
  4. “કો-સ્ટ્રીમરને આમંત્રિત કરો”માંથી તમારા અતિથિને આમંત્રિત કરવા માટેનો વિકલ્પ પસંદ કરો:
    • લિંક કૉપિ કરો: લિંક કૉપિ કરો અને તમારા અતિથિને ટેક્સ્ટ મેસેજ, ઇમેઇલ અથવા તમારી પસંદગીના સોશિયલ પ્લૅટફૉર્મમાં મોકલો.
    • કો-સ્ટ્રીમરને આમંત્રણની લિંક મોકલો: આમંત્રણની લિંક મોકલવા માટે તમારું મનપસંદ મેસેજિંગ પ્લૅટફૉર્મ પસંદ કરો.
  5. તમારા અતિથિ લિંક પર ક્લિક કરી શકશે અને તેમને વેઇટિંગ રૂમમાં મોકલવામાં આવશે.
  6. જ્યારે તમે તૈયાર હો ત્યારે લાઇવ થાઓ પર ટૅપ કરો.
  7. જ્યારે તમારો કો-સ્ટ્રીમર વેઇટિંગ રૂમમાં જોડાશે, ત્યારે તમને એક નોટિફિકેશન દેખાશે. તમારી લાઇવ સ્ટ્રીમ શરૂ કરવા માટે ઉમેરો અને પછી લાઇવ જાઓ પસંદ કરો.
  8. તમારો વીડિયો તમારા અતિથિની બાજુમાં દેખાશે અને ડિફૉલ્ટ ઓરિએન્ટેશન વર્ટિકલ હશે.
નોંધ: તમે YouTube ચૅનલ ધરાવતી કોઈપણ વ્યક્તિને તમારી સાથે કો-સ્ટ્રીમિંગ કરવા માટે આમંત્રિત કરી શકો છો. તમે તમારી લાઇવ સ્ટ્રીમ પર અતિથિઓને ફેરવતા રહી શકો છો, જો કે તમે તમારી લાઇવ સ્ટ્રીમ પર એક સમયે માત્ર એક જ અતિથિ બતાવી શકો છો. તમે YouTube Studioમાં તમારી લાઇવ સ્ટ્રીમ માટે Analytics જોઈ શકો છો, પરંતુ તમારા અતિથિ જોઈ શકતા નથી.

અતિથિ તરીકે કોઈ સ્ટ્રીમમાં જોડાવું

તમે કોઈ અન્ય વ્યક્તિના લાઇવ સ્ટ્રીમમાં જોડાવા માટે આમંત્રણ મેળવીને તેમની સાથે કો-સ્ટ્રીમિંગ કરી શકો છો. અન્ય કોઈની સાથે કો-સ્ટ્રીમિંગ તમને YouTube પર નવા ઑડિયન્સ સાથે કનેક્ટ કરવામાં સહાય કરી શકે છે.

  1. તમારા મોબાઇલ ડિવાઇસમાંથી હોસ્ટ લાઇવ સ્ટ્રીમર દ્વારા મોકલવામાં આવેલી આમંત્રણની લિંકને ટૅપ કરો. તેઓ તમને તે ઇમેઇલ, ટેક્સ્ટ અથવા અન્ય મેસેજિંગ સેવા દ્વારા મોકલી શકે છે.
  2. તમે જેમની સાથે લાઇવ થવા માગતા હો તે ચૅનલ પસંદ કરો.
  3. વેઇટિંગ રૂમમાં જોડાવાનું કહેવામાં આવે ત્યારે જોડાઓ પસંદ કરો.
  4. તમે લાઇવ થવાની રાહ જુઓ ત્યારે તમારા ઑડિયો અને વીડિયોની ક્વૉલિટી તપાસો.
  5. જ્યારે તમને "તમે લાઇવ છો" તેવો મેસેજ દેખાય, ત્યારે તેનો અર્થ એમ છે કે હવે YouTube પર તમારું કો-સ્ટ્રીમિંગ લાઇવ છે.

સામાન્ય પ્રશ્નો

શું એકસાથે લાઇવ થાઓ સ્ટ્રીમ પર જાહેરાત દેખાઈ શકે છે અને શું હોસ્ટ ચૅનલ આવક કમાય છે?

હા, એકસાથે લાઇવ થાઓ સ્ટ્રીમ પર શરૂઆતની જાહેરાત, વીડિયોના મધ્યભાગની જાહેરાત અને છેવટે બતાવવામાં આવતી જાહેરાત દેખાય છે અને તે સ્ટ્રીમની હોસ્ટ ચૅનલને આભારી રહેશે.

જો કોઈ અતિથિ લાઇવ સ્ટ્રીમ દરમિયાન સમુદાયના દિશાનિર્દેશો અથવા કૉપિરાઇટ પૉલિસી જેવી YouTubeની પૉલિસીનું ઉલ્લંઘન કરે તો શું થાય?

હોસ્ટ ચૅનલ લાઇવ કન્ટેન્ટ માટે જવાબદાર છે અને તેમણે ખાતરી કરવી રહી કે તમામ અતિથિ અને કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશો, કૉપિરાઇટ પૉલિસી અને અન્ય તમામ લાગુ પૉલિસી સહિત અમારી YouTube શરતોનું પાલન કરે. દાખલા તરીકે, જો કોઈ અતિથિ સ્ટ્રીમ પર સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે તો હોસ્ટ ચૅનલ જવાબદાર રહેશે. લાઇવ થતાં પહેલાં, તમારા કો-સ્ટ્રીમરને તેઓ શું કરી શકે અને શું ન કરી શકે તે વિશે શિક્ષિત કરો. હોસ્ટ પાસે લાઇવ સ્ટ્રીમ દરમિયાન મૉડરેશન ટૂલ ઉપલબ્ધ હશે અને તે કોઈપણ સમયે કો-સ્ટ્રીમરને દૂર કરી શકે છે.

મેં કો-સ્ટ્રીમરને આમંત્રિત કરવા માટે એક લિંક બનાવી છે. હું તેને કેવી રીતે રીસેટ કરી શકું?

લાઇવ સ્ટ્રીમ બનાવો અથવા ફેરફાર કરો અને નીચેમાંથી "કો-સ્ટ્રીમરને આમંત્રિત કરો" પર જાઓ અને રીસેટ કરો લિંક પર ક્લિક કરો. પહેલાની લિંક હવે કોઈને તમારી સ્ટ્રીમમાં જોડાવા દેશે નહીં. તમારા કો-સ્ટ્રીમરને નવી લિંક મોકલો.

મેં કો-સ્ટ્રીમરને આમંત્રિત કરવા માટે એક લિંક મોકલી છે પરંતુ તેઓ જોડાઈ શકતા નથી. મારે શું કરવું જોઈએ?

કેટલીકવાર અમુક મેસેજિંગ ઍપ આમંત્રણની લિંકને યોગ્ય રીતે ખોલતી નથી. આવા કિસ્સામાં, અમે નિર્માતાઓને ઇમેઇલ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા લિંક ફરીથી મોકલવાનો સુઝાવ આપીએ છીએ. અહીં વધુ માહિતી મેળવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8605275346713512424
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false