YouTube પર રિફંડ સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરવું

શું તમને YouTube પર કરેલી તમારી ખરીદી માટે રિફંડની વિનંતી કરવામાં સમસ્યા આવી રહી છે? તમારી સમસ્યાનું નિવારણ કરવા અને તેને સુધારવામાં સહાય માટે, આ સામાન્ય સમસ્યાઓ જુઓ.

રિફંડની મારી વિનંતી શા માટે નકારવામાં આવી?

જે ખરીદીને લઈને પ્રશ્ન છે તે અમે જણાવેલી રિફંડ પૉલિસીઓમાં આવતી ન હોય તો કદાચ રિફંડની વિનંતી નકારવામાં આવી શકે છે. નોંધો કે વાર્ષિક મેમ્બરશિપ લીધી હોય તો વચ્ચેથી તેને રદ કરવા પર અમે રિફંડ આપતા નથી અથવા એવી મૂવી/શોનું પણ રિફંડ આપતા નથી જે પહેલેથી જોઈ લેવામાં આવ્યા હોય. આ ઉપરાંત અમે Super Chat જેવી કેટલીક ખરીદીઓ પર પણ રિફંડ ઑફર કરતા નથી.

જો તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, તો રિફંડની વિનંતી કરવા માટે સાઇન ઇન કરો.

Apple Store મારફતે YouTube પર કરવામાં આવેલી ખરીદીઓ માટે Apple તરફથી અધિકરણ જરૂરી હોય છે અને તે તેની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે.

તેથી, અમે Apple ડિવાઇસ પરથી કે પછી Appleની બિલિંગ સિસ્ટમ મારફતે કરવામાં આવેલી ખરીદીઓ માટે રિફંડ આપી શકતા નથી. રિફંડની વિનંતી કરવા માટે Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

જો તમે અમારી રિફંડ પૉલિસીઓનો રિવ્યૂ કરી લીધો હોય અને તમને લાગતું હોય કે તમે રિફંડ મેળવવા માટે યોગ્ય છો, તો અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

હું રિફંડની વિનંતી કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને ભૂલનો મેસેજ પ્રાપ્ત થઈ રહ્યો છે

જો તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, તો રિફંડની વિનંતી કરવા માટે સાઇન ઇન કરો.

Apple Store મારફતે YouTube પર કરવામાં આવેલી ખરીદીઓ માટે Apple તરફથી અધિકરણ જરૂરી હોય છે અને તે તેની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે.

તેથી, અમે Apple ડિવાઇસ પરથી કે પછી Appleની બિલિંગ સિસ્ટમ મારફતે કરવામાં આવેલી ખરીદીઓ માટે રિફંડ આપી શકતા નથી. રિફંડની વિનંતી કરવા માટે Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

જો તમે કમ્પ્યુટર કે Android ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યાં હો અને તમને રિફંડની વિનંતી કરવામાં સમસ્યા આવી રહી હોય, તો અમારી રિફંડ પૉલિસીઓ જુઓ. તમારે રિફંડ મેળવવા માટે યોગ્ય હોવું જરૂરી રહેશે.

જો તમે અમારી રિફંડ પૉલિસીઓનો રિવ્યૂ કરી લીધો હોય અને તમને લાગતું હોય કે તમે રિફંડ મેળવવા માટે યોગ્ય છો, તો અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

મારા Apple ડિવાઇસમાંથી રિફંડની વિનંતી શા માટે કરી શકાતી નથી?

જો તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, તો રિફંડની વિનંતી કરવા માટે સાઇન ઇન કરો.

Apple Store મારફતે YouTube પર કરવામાં આવેલી ખરીદીઓ માટે Apple તરફથી અધિકરણ જરૂરી હોય છે અને તે તેની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે.

તેથી, અમે Apple ડિવાઇસ પરથી કે પછી Appleની બિલિંગ સિસ્ટમ મારફતે કરવામાં આવેલી ખરીદીઓ માટે રિફંડ આપી શકતા નથી. રિફંડની વિનંતી કરવા માટે Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

મારું રિફંડ ક્યારે જારી કરવામાં આવશે?

YouTube ઑરિજિનલ રીતે જે ચુકવણી પદ્ધતિ મારફતે ખરીદી કરવામાં આવી હોય તેનો જ ઉપયોગ રિફંડ પાછું આપવા માટે કરે છે. મોટા ભાગના રિફંડ પર 5 કામકાજી દિવસમાં પ્રક્રિયા કરી નાખવામાં આવે છે, જોકે તેમાં કેટલાક અપવાદો હોઈ શકે છે:

ચુકવણી પદ્ધતિ

રિફંડ મળવાનો અંદાજિત સમય

ડિરેક્ટ કૅરિઅર બિલિંગ (પ્રીપેઇડ / વપરાશ મુજબ ચુકવણી કરવી)

1–30 કામકાજી દિવસ

તમારી મોબાઇલ ઑપરેટર કંપનીની પૉલિસીઓના આધારે રિફંડની પ્રક્રિયામાં લાગતા સમય પર અસર થઈ શકે છે અને કેટલીક વખત તેમાં ઘણો સમય લાગી જાય છે.

ડિરેક્ટ કૅરિઅર બિલિંગ (પોસ્ટપેઇડ / કરાર)

1–2 મહિનાનું સ્ટેટમેન્ટ

તમારી મોબાઇલ ઑપરેટર કંપનીની પૉલિસીઓના આધારે રિફંડની પ્રક્રિયામાં લાગતા સમય પર અસર થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે રિફંડની સમસ્યાનું નિરાકરણ 2 મહિનાના બિલિંગ સ્ટેટમેન્ટમાં કરવામાં આવે છે. જો તેમાં વધુ સમય લાગે, તો તેનું સ્ટેટસ ચેક કરવા માટે તમારી મોબાઇલ ઑપરેટર કંપનીનો સંપર્ક કરો.

ઑનલાઇન બેંકિંગ

4-10 કામકાજી દિવસ

પ્રક્રિયાનો સમય તમારી બેંક પર આધારિત હોય છે, પરંતુ સામાન્ય રીતે તેનું નિરાકરણ 10 દિવસ કે તેનાથી ઓછા સમયમાં કરવામાં આવે છે.

iTunes

જો તમે iTunesનો ઉપયોગ કરીને YouTube Premiumની ખરીદી કરી હોય, તો તમારા રિફંડનું સ્ટેટસ ચેક કરવા માટે Apple સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

જો તમારા રિફંડ માટે અપેક્ષા કરતાં વધુ સમય લાગી રહ્યો હોય, તો તમારા Google Payments એકાઉન્ટમાં જઈને તમારા રિફંડનું સ્ટેટસ ચેક કરો.

  • જો સ્ટેટસ "રિફંડ અપાયું" હોય, તો તમે ચુકવણીના જે પ્રકારનો ઉપયોગ કર્યો હતો, તેમાં રિફંડની રકમ ક્રેડિટ થયેલી જોવા મળશે.
  • જો સ્ટેટસ "રદ કરવામાં આવ્યું" હોય, તો તેનો અર્થ છે કે તમારા ઑર્ડર માટે શુલ્ક લેવામાં આવ્યું જ ન હતું અને તેથી તમને તમારી ચુકવણીના પ્રકારમાં રિફંડની રકમ ક્રેડિટ થયેલી જોવા મળશે નહીં.

હું અનધિકૃત ખરીદીની જાણ કેવી રીતે કરી શકું?

જો તમે તમારા Google એકાઉન્ટમાં કોઈ અનધિકૃત ખરીદીની જાણ કરવા માગતા હો, તો અનધિકૃત શુલ્ક લેવામાં આવ્યું હોવાની જાણ કરો.

હું Super Chat / Super Stickers / Super Thanks / ડોનેશન માટે રિફંડની વિનંતી કેવી રીતે કરી શકું?

Super Chat, Super Stickers, Super Thanks અને ડોનેશન  સ્વૈચ્છિક ચુકવણીઓ હોય છે અને તે રિફંડને પાત્ર હોતી નથી.

જો તમે તમારા Google એકાઉન્ટમાં કોઈ અનધિકૃત ખરીદીની જાણ કરવા માગતા હો, તો તમે અહીં તેની જાણ કરી શકો છો.

મેં ખરીદી હતી તે મૂવી કે શો ચલાવવામાં મને મુશ્કેલી આવી રહી છે

તમે ખરીદી હોય તેવી મૂવી કે શો ચલાવવામાં જો તમે કોઈ સમસ્યા અનુભવી રહ્યાં હો, તો સહાયતા માટે અહીં આપેલા સમસ્યા નિવારણના પગલાં જુઓ

ટિકિટની ખરીદી કર્યા પછી મને લાઇવ સ્ટ્રીમમાં જોડાવામાં સમસ્યા આવી રહી છે

ટિકિટની ખરીદી કર્યા પછી જો તમને લાઇવ સ્ટ્રીમમાં જોડાવામાં સમસ્યા આવી રહી હોય, તો સહાયતા માટે અહીં આપેલા સમસ્યા નિવારણના પગલાં જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8050004058909600998
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false