YouTube Premium સાથે ઑફલાઇન વીડિયો જુઓ

YouTube Premium તમારા લોકેશનમાં ઉપલબ્ધ હોય, તો તમે તમારા મોબાઇલ ડિવાઇસ પર વીડિયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. તમે Chrome, Edge અને Opera બ્રાઉઝરનો ઉપયોગ કરીને તમારા કમ્પ્યુટરમાંથી પણ વીડિયો ડાઉનલોડ કરી શકો છો. અમે ભવિષ્યમાં અન્ય બ્રાઉઝર પર આ સુવિધા લાવવાની આશા રાખીએ છીએ.

તમારું YouTube Premium ડાઉનલોડ કરવાના સેટિંગ મેનેજ કેવી રીતે કરવા તે જાણો અથવા શરૂઆત કરવા માટે YouTube Premium માટે સાઇન અપ કરો.

તમારા ફોન અથવા ટૅબ્લેટ પર વીડિયો ડાઉનલોડ કરવાની રીત | પ્રતિબંધો લાગુ થાય છે

ઑફલાઇન જોવા માટે વીડિયો ડાઉનલોડ કરો

તમારા કમ્પ્યુટર પર વીડિયો ડાઉનલોડ કરવા માટે:

  1. તમારા સાઇન ઇન કરેલા YouTube Premium એકાઉન્ટમાંથી youtube.comની મુલાકાત લો.
  2. તમારે ડાઉનલોડ કરવો હોય તે વીડિયોના જોવાના પેજ પર જાઓ.
  3. વીડિયોની નીચે, ડાઉનલોડ કરો પર ક્લિક કરો.

વીડિયો એક વાર ડાઉનલોડ થઈ જાય એટલે, વીડિયોની નીચેનું ડાઉનલોડ આઇકન કાળા રંગનું થઈ જશે.

વીડિયો ડાઉનલોડ કરતી વખતે તમારા ડિવાઇસમાંથી ઇન્ટરનેટ કનેક્શન નીકળી જાય તો તમે ઇન્ટરનેટ સાથે ફરી કનેક્ટ કરશો એટલે ડાઉનલોડ થવાનું ફરી શરૂ થશે.

ડાઉનલોડ કરેલા વીડિયો જુઓ

તમે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરેલા વીડિયો શોધવા અને જોવા માટે:

  1. તમારા સાઇન ઇન કરેલા Premium એકાઉન્ટમાંથી youtube.comની મુલાકાત લો.
  2. ડાબી બાજુના મેનૂમાં ડાઉનલોડ કરેલા પર ક્લિક કરો.

તમે કરેલા ડાઉનલોડમાંથી જે-તે વીડિયો કાઢી નાખો

તમે ડાઉનલોડ કરેલા વીડિયોને તમે બે રીતે કાઢી નાખી શકો છો:

  1. વીડિયો પ્લેયર હેઠળ, તમારે કાઢી નાખવો હોય તે વીડિયોની બાજુમાં આપેલા ડાઉનલોડ કરેલા પર ટૅપ કરો.
  2. ડિલીટ કરો પર ક્લિક કરો.

અથવા

  1. તમારા ડાઉનલોડ કરેલાના પેજ પર જાઓ.
  2. તમારે કાઢી નાખવો હોય તે વીડિયોની બાજુમાં વધુ '' પસંદ કરો.
  3. ડાઉનલોડમાંથી કાઢી નાખો પર ક્લિક કરો.
  4. સંવાદમાં "બધા ડાઉનલોડ કરેલા ડિલીટ કરીએ?" નીચે ડિલીટ કરો પર ક્લિક કરો

બધા ડાઉનલોડ કરેલા વીડિયો કાઢી નાખો

તમે આ પગલાંને અનુસરીને તમે ડાઉનલોડ કરેલા વીડિયો જોઈ શકો છો અને ડિલીટ કરી શકો છો:

  1. ડાબી બાજુના મેનૂમાં, ડાઉનલોડ કરેલા પસંદ કરો.
  2. ડાઉનલોડ સેટિંગ અને પછી ડાઉનલોડ કરેલું બધું ડિલીટ કરો પર ટૅપ કરો.
  3. સંવાદમાં "બધા ડાઉનલોડ કરેલા ડિલીટ કરીએ?" નીચે ડિલીટ કરો પર ક્લિક કરો

ડાઉનલોડ સેટિંગ અપડેટ કરો

સેટિંગ અને પછી ડાઉનલોડ કરેલા અને પછી ડાઉનલોડ ક્વૉલિટી પર જઈને તમારા ડાઉનલોડ માટે ડિફૉલ્ટ ક્વૉલિટી સેટ કરો.

ઉચ્ચ-ક્વૉલિટીવાળા વીડિયો વધુ ડેટાનો ઉપયોગ કરે છે, ડાઉનલોડ વિભાગમાં દેખાવામાં વધુ સમય લે છે અને તમારા ડિવાઇસમાં વધુ જગ્યા રોકે છે.

વીડિયો ડાઉનલોડ કરવા બાબતે આવતી સમસ્યાનું નિવારણ

  • ડાઉનલોડ કરેલા વીડિયો 29 દિવસ સુધી ઑફલાઇન ચલાવી શકાય છે. ત્યારબાદ, તમારે તમારા ડિવાઇસને ફરીથી નેટવર્ક સાથે કનેક્ટ કરવાની જરૂર પડશે. ફરી કનેક્ટ કરવાથી ઍપ વીડિયોમાં આવેલા ફેરફાર કે તેની ઉપલબ્ધતા બાબતે તપાસ કરી શકશે. જો કોઈ વીડિયો હવેથી ઑફલાઇન પ્લેબૅક માટે ઉપલબ્ધ ન હોય, તો આગલા સિંક દરમિયાન તેને તમારા ડિવાઇસમાંથી કાઢી નાખવામાં આવશે.
  • અમુક દેશ/પ્રદેશોમાં કન્ટેન્ટને ઇન્ટરનેટ કનેક્શન વિના 48 કલાક સુધી ચલાવી શકાય છે. વીડિયો ડાઉનલોડ કરવા માટે તમે તમારા Premium એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હોવું જરૂરી છે. તમારા ડાઉનલોડમાં ઉમેરવામાં આવેલા વીડિયો સમાન એકાઉન્ટ વડે સાઇન ઇન કરેલું હોય ત્યારે ચલાવી શકાય છે. કૉમેન્ટ કરવા અને પસંદ કરવા જેવી કેટલીક સુવિધાઓ, તમારું ડિવાઇસ વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટેડ હોય ત્યારે જ ઉપલબ્ધ થાય છે. YouTube ઑફલાઇન વીડિયો વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11728657844990057508
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false