સંશોધનથી મળેલી જાણકારી અંગે સમજ

તમારા ઑડિયન્સ અને દર્શકો સમગ્ર YouTube પર શું શોધખોળ કરી રહ્યાં છે, તે જાણવા માટે તમે YouTube Analyticsમાં દેખાતા સંશોધન ટૅબનો ઉપયોગ કરી શકો છો. સંશોધન ટૅબમાંથી મળેલી જાણકારીઓને કારણે, દર્શકો કદાચ જે જોવા માગતા હોય તેવા વીડિયોના વિચારો જાણવામાં સહાય મળી શકે છે.

સંશોધન ટૅબ જોવું

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી Analytics પસંદ કરો.
  3. સંશોધન ટૅબ પર ક્લિક કરો.
  4. શરૂઆત કરવા માટે શોધ બારમાં શોધ શબ્દ દાખલ કરો. શોધ શબ્દ સાચવવા માટે, સાચવો પર ક્લિક કરો.

તમે શોધ શબ્દ દાખલ કરો તે પછી તમે તે વિષય સાથે સંબંધિત દર્શકની પ્રવૃત્તિ જોઈ શકો:

  • ઑડિયન્સની તાજેતરની પ્રવૃત્તિ: કોઈ વિષય તમારા દર્શકોમાં કેટલો લોકપ્રિય છે તે બતાવે છે.
  • YouTube પર કરાયેલી શોધ: સમગ્ર YouTube પર દર્શકો દ્વારા કોઈ વિષયને લઈને કરવામાં આવેલી લોકપ્રિય શોધ બતાવે છે.
  • YouTube પર જોવાયેલા: સમગ્ર YouTube પર દર્શકો દ્વારા જોવાયેલા કોઈ વિષય માટેના લોકપ્રિય વીડિયો બતાવે છે.

નોંધ: હાલમાં જાણકારીઓ મેળવવાની આ સુવિધા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ભારત, ઑસ્ટ્રેલિયા અને કેનેડાના દર્શકો દ્વારા અંગ્રેજીમાં કરવામાં આવતી શોધ ક્વેરી પૂરતી મર્યાદિત છે. 

સંશોધન ટૅબ શું બતાવે છે

સમગ્ર YouTube પર કરવામાં આવેલી શોધ

આ ટૅબ છેલ્લા 28 દિવસમાં કોઈ શોધ શબ્દ માટેની લોકપ્રિય સંબંધિત શોધ બતાવે છે. માત્ર તમારું ઑડિયન્સ જ નહીં, પરંતુ સમગ્ર YouTubeના દર્શકોએ આ શોધ કરી હોય છે.

  • દરેક શોધ શબ્દની બાજુમાં, કોઈ શબ્દ કેટલો લોકપ્રિય છે તે દર્શાવતું લેવલ હોય છે: નિમ્ન, મધ્યમ અથવા ઉચ્ચ.
  • અમુક શોધ શબ્દોની બાજુમાં કન્ટેન્ટ ગૅપ લખેલું લેબલ હોય છે. કન્ટેન્ટ ગૅપ વિશે વધુ જાણો.
  • વધુ સચોટ ડેટા મેળવવા માટે, તમે કન્ટેન્ટ ગૅપ, ભૂગોળ અથવા ભાષા અનુસાર પરિણામોને ફિલ્ટર કરી શકો છો.

નોંધ: કોઈ શોધ પરિણામ ન હોય, તો તેનું કારણ એ કે, તમારા ઑડિયન્સની રુચિનો અંદાજ આવે તેટલો પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.

તમારા દર્શકોએ કરેલી શોધ

આ ટૅબ છેલ્લા 28 દિવસમાં તમારા ઑડિયન્સ અને તમારા જેવી ચૅનલના દર્શકોએ કરેલી શોધમાંથી લોકપ્રિય શોધ બતાવે છે.

  • દરેક શોધ શબ્દની બાજુમાં, કોઈ શબ્દ કેટલો લોકપ્રિય છે તે દર્શાવતો શોધ વોલ્યૂમનો રેંક હોય છે: નિમ્ન, મધ્યમ અથવા ઉચ્ચ.
  • અમુક શોધ શબ્દોની બાજુમાં, કન્ટેન્ટ ગૅપ લખેલું લેબલ હોય છે. કન્ટેન્ટ ગૅપ વિશે વધુ જાણો.
  • વધુ સચોટ ડેટા મેળવવા માટે, તમે કન્ટેન્ટ ગૅપ, ભૂગોળ અથવા ભાષા અનુસાર પરિણામોને ફિલ્ટર કરી શકો છો.

નોંધ: કોઈ શોધ પરિણામ ન હોય, તો તેનું કારણ એ કે, તમારા ઑડિયન્સની રુચિનો અંદાજ આવે તેટલો પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.

સાચવેલા

આ ટૅબ થકી તમે તમારા સાચવેલા શોધ શબ્દો જોઈ શકો છો. Google Trends પર જવા માટે, કોઈ શોધ શબ્દ સાચવવાનું રદ કરો અથવા શોધ શબ્દની જાણ કરો, વધુ '' પર ક્લિક કરો .

શોધ વિશેની જાણકારીઓ જોવી અને તેના વિષે જાણવું

કમ્પ્યૂટર પર શોધ વિશે જાણકારી અંગે વધુ જાણવા માટે, YouTube નિર્માતાની ચૅનલનો નીચેનો વીડિયો જોઈ જુઓ.

Understand Search Insights: Research Tab in YouTube Analytics

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11506050490576716602
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false