સંશોધનથી મળેલી જાણકારી અંગે સમજ

તમારા ઑડિયન્સ અને દર્શકો સમગ્ર YouTube પર શું શોધખોળ કરી રહ્યાં છે, તે જાણવા માટે તમે YouTube Analyticsમાં દેખાતા સંશોધન ટૅબનો ઉપયોગ કરી શકો છો. સંશોધન ટૅબમાંથી મળેલી જાણકારીઓને કારણે, દર્શકો કદાચ જે જોવા માગતા હોય તેવા વીડિયોના વિચારો જાણવામાં સહાય મળી શકે છે.

સંશોધન ટૅબ જોવું

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, Analytics પર ટૅપ કરો.
  3. સંશોધન ટૅબ પર ટૅપ કરો.
  4. શરૂઆત કરવા માટે શોધ બારમાં શોધ શબ્દ દાખલ કરો. શોધ શબ્દ સાચવવા માટે સાચવો  પર ટૅપ કરો.

તમે શોધ શબ્દ દાખલ કરો કે તેના પર ટૅપ કરો તે પછી તમે તે વિષય સાથે સંબંધિત દર્શકની પ્રવૃત્તિ જોઈ શકો:

  • તમારી ઑડિયન્સ પ્રવૃત્તિ: કોઈ વિષય તમારા દર્શકોમાં કેટલો લોકપ્રિય છે તે બતાવે છે.
  • YouTubeના દર્શકો દ્વારા શોધાયેલ: કોઈ વિષય માટે સમગ્ર YouTube પર દર્શકો દ્વારા કરાયેલી લોકપ્રિય શોધ બતાવે છે.
  • YouTubeના દર્શકો દ્વારા જોવાયેલા: સમગ્ર YouTube પર દર્શકો દ્વારા જોવાયેલા કોઈ વિષય માટેના લોકપ્રિય વીડિયો બતાવે છે.

નોંધ: હાલમાં જાણકારીઓ મેળવવાની આ સુવિધા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ભારત, ઑસ્ટ્રેલિયા અને કેનેડાના દર્શકો દ્વારા અંગ્રેજીમાં કરવામાં આવતી શોધ ક્વેરી પૂરતી મર્યાદિત છે.

સંશોધન કાર્ડ શું બતાવે છે

લોકપ્રિય શોધ

આ કાર્ડ તમારા ઑડિયન્સ અને છેલ્લા 28 દિવસમાં તમારી સચવાયેલી બાબતોના આધારે લોકપ્રિય શોધ બતાવે છે. અમુક શોધ શબ્દોની ઉપર કન્ટેન્ટ ગૅપ લખેલું લેબલ હોય છે. કન્ટેન્ટ ગૅપ વિશે વધુ જાણો.

આની સાથે સંબંધિત તાજેતરના વીડિયો

આ કાર્ડ તમારા ઑડિયન્સે છેલ્લા 28 દિવસમાં જોયેલા વિષયો સાથે સંબંધિત વીડિયો અને તમારી સચવાયેલી શોધ બતાવે છે.

સંબંધિત કન્ટેન્ટ ગૅપ

આ કાર્ડ છેલ્લા 28 દિવસમાં તમારા ઑડિયન્સે જોયેલા વિષયો અને તમારી સચવાયેલી શોધ સાથે સંબંધિત કન્ટેન્ટ ગૅપ બતાવે છે. કન્ટેન્ટ ગૅપ વિશે વધુ જાણો.

Shorts માટે કન્ટેન્ટ ગૅપ

આ કાર્ડ કન્ટેન્ટ ગૅપ બતાવે છે, જેને કારણે એ જાણકારી મળે છે કે દર્શકો કયા વિષય પર વધુ સંબંધિત કે વધુ સારી ક્વૉલિટીના Shorts શોધી રહ્યાં છે. કન્ટેન્ટ ગૅપ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8888017454905872718
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false