સંશોધનથી મળેલી જાણકારી અંગે સમજ

તમારા ઑડિયન્સ અને દર્શકો સમગ્ર YouTube પર શું શોધખોળ કરી રહ્યાં છે, તે જાણવા માટે તમે YouTube Analyticsમાં દેખાતા સંશોધન ટૅબનો ઉપયોગ કરી શકો છો. સંશોધન ટૅબમાંથી મળેલી જાણકારીઓને કારણે, દર્શકો કદાચ જે જોવા માગતા હોય તેવા વીડિયોના વિચારો જાણવામાં સહાય મળી શકે છે.

પ્રેરણા ટૅબ જોવું

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, Analytics પર ટૅપ કરો.
  3. પ્રેરણા ટૅબ પર ટૅપ કરો.
  4. શરૂઆત કરવા માટે શોધ બારમાં શોધ શબ્દ દાખલ કરો. શોધ શબ્દ સાચવવા માટે સાચવો  પર ટૅપ કરો.

તમે શોધ શબ્દ દાખલ કરો કે તેના પર ટૅપ કરો તે પછી તમે તે વિષય સાથે સંબંધિત દર્શકની પ્રવૃત્તિ જોઈ શકો:

  • તમારી ઑડિયન્સ પ્રવૃત્તિ: કોઈ વિષય તમારા દર્શકોમાં કેટલો લોકપ્રિય છે તે બતાવે છે.
  • YouTubeના દર્શકો દ્વારા શોધાયેલ: કોઈ વિષય માટે સમગ્ર YouTube પર દર્શકો દ્વારા કરાયેલી લોકપ્રિય શોધ બતાવે છે.
  • YouTubeના દર્શકો દ્વારા જોવાયેલ: કોઈ વિષય માટે સમગ્ર YouTube પર દર્શકો દ્વારા જોવાયેલા લોકપ્રિય વીડિયો બતાવે છે.

પ્રેરણા ટૅબ બતાવે છે તે વિષયો

નોંધ: હાલમાં, આ જાણકારીઓ અમુક દેશો અને ભાષાઓ સુધી જ મર્યાદિત છે. જો હાલમાં કોઈ સુસંગત વીડિયો ન હોય, તો તમને કદાચ કેટલાક વિભાગો ન દેખાય.

લોકપ્રિય શોધ

આ કાર્ડ તમારા ઑડિયન્સ અને છેલ્લા 28 દિવસમાં તમારી સચવાયેલી બાબતોના આધારે લોકપ્રિય શોધ બતાવે છે. અમુક શોધ શબ્દોની ઉપર "કન્ટેન્ટ ગૅપ" લખેલું લેબલ હોય છે .

તાજેતરના વીડિયો આની સાથે સંબંધિત છે

આ કાર્ડ તમારા ઑડિયન્સે છેલ્લા 28 દિવસમાં જોયેલા વિષયો સાથે સંબંધિત વીડિયો અને તમારી સચવાયેલી શોધ બતાવે છે.

Shorts માટે કન્ટેન્ટ ગૅપ

આ કાર્ડ કન્ટેન્ટ ગૅપ બતાવે છે, જેને કારણે એ જાણકારી મળે છે કે દર્શકો કયા વિષય પર વધુ સંબંધિત કે વધુ સારી ક્વૉલિટીના Shorts શોધી રહ્યાં છે.

કન્ટેન્ટ ગૅપ વિશે જાણો

કન્ટેન્ટ ગૅપ ત્યારે આવે છે જ્યારે YouTube પર દર્શકો, કોઈ ચોક્કસ પ્રકારના વિષય પર પૂરતા ક્વૉલિટીસભર શોધ પરિણામો ન મેળવી શકે. તમે અસ્તિત્વમાં ન હોય તેવું કન્ટેન્ટ બનાવવા અથવા હોય તે કન્ટેન્ટને બહેતર બનાવવાની પ્રેરણા તરીકે કન્ટેન્ટ ગૅપનો ઉપયોગ કરી શકો છો. 

'કન્ટેન્ટ ગૅપ' ત્યારે આવી શકે છે, જ્યારે:

  • દર્શકો તેમની શોધ માટે કોઈપણ પરિણામ ન મેળવી શકે.
  • દર્શકો તેમની શોધ માટે કોઈ સચોટ પરિણામ ન મેળવી શકે.
  • દર્શકો તેમની શોધ માટે સંબંધિત વીડિયો ન મેળવી શકે – ઉદાહરણ તરીકે, કન્ટેન્ટ જૂનું અથવા ઓછી ક્વૉલિટીનું હોય.
કમ્પ્યૂટર પર શોધ વિશે જાણકારી અંગે વધુ જાણવા માટે, YouTube નિર્માતાની ચૅનલનો નીચેનો વીડિયો જોઈ જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17802601451393920582
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false