તમારી Premiumની મેમ્બરશિપ થોભાવવી અથવા ફરી શરૂ કરવી

YouTube Premium અને YouTube Music Premiumના સબ્સ્ક્રાઇબર તેમની સશુલ્ક મેમ્બરશિપ દરમિયાન કોઈપણ સમયે તેમની મેમ્બરશિપ થોભાવી, ફરી શરૂ કરી અથવા રદ કરી શકે છે.

તમારી સશુલ્ક મેમ્બરશિપ જોવા અને મેનેજ કરવા માટે નીચેનું બટન દબાવો. પછી, YouTube Premium અથવા YouTube Music Premiumની મેમ્બરશિપને થોભાવવા કે ફરી શરૂ કરવા માટે આ લેખમાં આપેલા પગલાં અનુસરો.

નોંધ: વાર્ષિક પ્લાનને થોભાવી શકાતા નથી. જે વપરાશકર્તાઓનું Apple મારફતે બિલિંગ કરવામાં આવે છે, તેમને સશુલ્ક મેમ્બરશિપ થોભાવવાની અને ફરી શરૂ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી.

તમારી મેમ્બરશિપ થોભાવવાની રીત

 

હમણાં જ થોભાવો

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. મેમ્બરશિપ મેનેજ કરો પર ક્લિક કરો.​
  3. નિષ્ક્રિય કરો પર ક્લિક કરો.
  4. તેના બદલે થોભાવો પર ક્લિક કરો.
  5. સ્લાઇડરનો ઉપયોગ કરીને તમે તમારી મેમ્બરશિપ કેટલા મહિના થોભાવવા માગો છો તે પસંદ કરો, પછી મેમ્બરશિપ થોભાવો પર ટૅપ કરો.

જ્યારે તમે તમારી મેમ્બરશિપ થોભાવશો ત્યારે:

  • તમે આ થોભાવેલી સ્થિતિનો 1 થી 6 મહિના સુધીનો સમયગાળો પસંદ કરી શકો છો.
  • તમારી હાલની બિલિંગ સાઇકલ ની સમાપ્તિ પછી તમારી મેમ્બરશિપ થોભાવવામાં આવશે.
  • તમારી મેમ્બરશિપ થોભાવવામાં આવી હોય તે દરમિયાન, તમારી (અને તમારા પ્લાનમાં શામેલ કુટુંબના કોઈપણ સભ્ય) પાસે YouTube Premium અથવા YouTube Music Premiumના કોઈપણ લાભનો ઍક્સેસ હશે નહીં.
  • થોભાવેલી સ્થિતિ દરમિયાન તમે કોઈપણ સમયે તમારી મેમ્બરશિપ રદ કરી શકો છો.
  • જો તમે YouTube Premiumનું સબ્સ્ક્રિપ્શન ધરાવતા હો, તો તમે ડાઉનલોડ કરેલા કોઈપણ વીડિયો કે મ્યુઝિકને જાળવી રાખવામાં આવશે. જ્યાં સુધી તમે તમારી મેમ્બરશિપ ફરી શરૂ ન કરો ત્યાં સુધી તમે તે ઍક્સેસ કરી શકશો નહીં.
  • જો તમે YouTube Music Premiumનું સબ્સ્ક્રિપ્શન ધરાવતા હો, તો તમે ડાઉનલોડ કરેલા કોઈપણ મ્યુઝિકને જાળવી રાખવામાં આવશે. જ્યાં સુધી તમે તમારી મેમ્બરશિપ ફરી શરૂ ન કરો ત્યાં સુધી તમે તે ઍક્સેસ કરી શકશો નહીં.
  • જ્યારે તમારી થોભાવેલી સ્થિતિ સમાપ્ત થશે ત્યારે તમારી સામાન્ય માસિક કિંમતે તમારી આગામી મહિનાની સેવા માટે તમારી પાસેથી ઑટોમૅટિક રીતે શુલ્ક વસૂલવામાં આવશે. જ્યારે તમારી મેમ્બરશિપ થોભાવેલી હોય, ત્યારે તમારા પ્લાનની કિંમત જો બદલાઈ ગઈ હોય, તો નવી કિંમત પર સ્વિચ કરતા પહેલાં તમારી પાસેથી એકવાર જૂના રેટ મુજબ કિંમત વસૂલવામાં આવશે. તમારા દેશ/પ્રદેશમાં કિંમતમાં વધારો થવાના ઓછામાં ઓછા 30 દિવસ અગાઉ અમે તમને ઇમેઇલ દ્વારા જાણ કરીશું.
  • તમે YouTubeની મુલાકાત લઈને તમારી ફરી શરૂ કરવાની સુનિશ્ચિત તારીખ પહેલાં, કોઈપણ સમયે તમારી મેમ્બરશિપને થોભાવવાનું રદ કરી શકો છો અને ફરી શરૂ કરી શકો છો.

તમારી મેમ્બરશિપ ફરી શરૂ કરવાની રીત

 

હમણાં જ ફરી શરૂ કરો

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. મેમ્બરશિપ મેનેજ કરો પર ક્લિક કરો.
  3. ફરી શરૂ કરો પર ક્લિક કરો.
  4. ફરીવાર ફરી શરૂ કરો પર ક્લિક કરો.

 

જો તમને Pixel Passના સબ્સ્ક્રિપ્શન મારફતે YouTube Premium મળ્યું હોય, તો તમારું એકાઉન્ટ મેનેજ કરવાની રીત વિશે અહીં વધુ જાણો.
2022થી શરૂ કરીને, નવા YouTube Premium અને Music Premiumના સબ્સ્ક્રાઇબર, જેમણે Android પર સાઇન અપ કર્યું હોય, તેમની પાસેથી Google Play દ્વારા બિલ વસૂલવામાં આવશે. વર્તમાન સબ્સ્ક્રાઇબર પર આ ફેરફારની કોઈ અસર થતી નથી. તમે તાજેતરના શુલ્ક જોવા માટે અને તમારી પાસેથી બિલ કેવી રીતે વસૂલવામાં આવે છે તે ચેક કરવા માટે pay.google.comની મુલાકાત લઈ શકો છો. Google Play પરથી કરેલી ખરીદી માટે, રિફંડની વિનંતી કરવા માટે, અહીં જણાવેલા પગલાં અનુસરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6142726913621697829
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false