તમારી ચૅનલના દિશાનિર્દેશો સેટ કરો

અમે હાલમાં નિર્માતાઓના નાના ગ્રૂપ વડે ચૅનલના દિશાનિર્દેશોનું પરીક્ષણ કરી રહ્યાં છીએ. પરીક્ષણ કર્યા પછી, અમે પ્રતિસાદના આધારે ભવિષ્યમાં વધુ નિર્માતાઓ સુધી વિસ્તરણ કરવાનું વિચારીશું.
નોંધ:  ડેસ્કટૉપ પર દિશાનિર્દેશો જોઈ શકાતા નથી. 

તમે તમારી ચૅનલ પર કયા પ્રકારની વાતચીતો કરવા માગો છો, તેની જાણકારી ચૅનલના દિશાનિર્દેશો આપે છે. 

તમારા વીડિયો પર કૉમેન્ટ કરતાં પહેલાં અથવા તમારી લાઇવ ચૅટ દરમિયાન દર્શકોને તમારી ચૅનલના દિશાનિર્દેશો જોવા મળશે.

શરૂ કરવાની રીત આ રહી:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પર ક્લિક કરો.
  3. સમુદાય અને પછી ચૅનલના દિશાનિર્દેશો પસંદ કરો.
  4. વેલકમ મેસેજ અને તમારી ચૅનલનો પહેલો દિશાનિર્દેશ દાખલ કરો. તમે વધુમાં વધુ 3 દિશાનિર્દેશ ઉમેરી શકો છો.
  5. વધુમાં વધુ બીજા બે દિશાનિર્દેશ ઉમેરવા માટે  દિશાનિર્દેશ ઉમેરો પર ક્લિક કરો.
  6. સાચવો પર ક્લિક કરો.

તમારા કસ્ટમ દિશાનિર્દેશોને કારણે કૉમેન્ટ અથવા લાઇવ ચૅટ મેસેજને ઑટોમૅટિક રીતે છુપાવવા અથવા કાઢી નાખવામાં આવશે નહીં. તેના બદલે તે તમને એવી કૉમેન્ટ માટે અપેક્ષાઓ સેટ કરવામાં સહાય કરશે, જેને તમારા અથવા તમારા ચૅનલના મૉડરેટર દ્વારા રિવ્યૂ માટે હોલ્ડ પર રાખવામાં આવી શકે છે.

જ્યારે YouTube તમારા કોઈપણ કસ્ટમ દિશાનિર્દેશને ઑટોમૅટિક રીતે અમલમાં નહીં મૂકે, ત્યારે અમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને ઑટોમૅટિક રીતે અમલમાં મૂકવાનું ચાલુ રાખીશું.

ચૅનલના દિશાનિર્દેશો વિશે વધુ જાણો

મારે મારા વેલકમ મેસેજ અને ચૅનલના દિશાનિર્દેશોમાં શું કહેવું જોઈએ?

તમારી ચૅનલની પહેલી વાર મુલાકાત લેનારા દર્શકો જ્યારે તમારા વીડિયો વિશે કોઈ કૉમેન્ટ કરે કે લાઇવ ચૅટમાં સહભાગી થાય, ત્યારે તેઓ કદાચ તમારી ચૅનલથી પૂર્ણ રીતે વાકેફ ન પણ હોય. એવો વેલકમ મેસેજ લખો જે તમારા ઑડિયન્સને શુભેચ્છા પાઠવે અને તમારા દિશાનિર્દેશોનું પાલન કરવા માટે તેમને પ્રોત્સાહિત કરે. તમે આમ લખી શકો છો:

“મારી ચૅનલ પર સ્વાગત છે! તમે વાતચીતમાં જોડાઓ, ત્યારે કૃપા કરીને મારી ચૅનલના દિશાનિર્દેશોનું પાલન કરો.”

તમારા દિશાનિર્દેશો દર્શકોને જણાવે છે કે તમારી ચૅનલ પર વાતચીત કેવી રીતે કરવી. તમને તમારી ચૅનલ પર જે પ્રકારની વાતચીત જોઈતી હોય, તેને પ્રોત્સાહન આપતા દિશાનિર્દેશો લખો. સારા નિયમોના કેટલાક ઉદાહરણોમાં આ શામેલ છે:

  • શિષ્ટતા અને આદરભાવ રાખો
  • વિષયને વળગી રહો
  • પ્રશ્નો આવકારીએ છીએ
  • પોતાનું પ્રમોશન કરશો નહીં કે સ્પામ મોકલશો નહીં
  • તર્કને પડકારો, વ્યક્તિને નહીં

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17499017975803617506
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false