ટ્રૅકનું લાઇસન્સ મેળવો

Creator Music હવે યુએસના નિર્માતાઓ માટે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં ઉપલબ્ધ છે. યુએસની બહારના YPP નિર્માતાઓ માટે વિસ્તરણ બાકી છે.
નોંધ: આ લેખમાં વર્ણવેલી સુવિધાઓ વેબ બ્રાઉઝર મારફતે ઉપલબ્ધ છે.

Creator Music વડે, કેટલાક ગીતો માટે લાઇસન્સ મેળવી શકાય છે, જેનો અર્થ છે કે નિર્માતાઓ તેમના વીડિયોમાં મ્યુઝિકનો ઉપયોગ કરવા અને વીડિયોની આવકનો પૂરો હિસ્સો પોતાની પાસે રાખવા માટે, આગોતરી ફી ચુકવે છે (અથવા કેટલાક ટ્રૅક માટે, કોઈ જ ફી ચુકવતા નથી).

એવું મ્યુઝિક શોધો જેનું લાઇસન્સ મેળવવું છે

તમે જેનું તમે લાઇસન્સ મેળવી શકતા હો, તેવા ટ્રૅક શોધવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. હોમ અથવા બ્રાઉઝ કરવા માટેના પેજ પર, શોધ બાર પર જાઓ અને શોધ શબ્દો દાખલ કરો, જેમ કે ગીતનું શીર્ષક અથવા કલાકારનું નામ.
  4. તમારા શોધ પરિણામોમાં સૌથી ઉપર લાઇસન્સ ઉપલબ્ધ છે બૉક્સમાં ચેક કરો.
ધ્યાનમાં રાખો કે:
  • હોમ પેજ પર, તમને લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક લાઇસન્સ ખરીદવાયોગ્ય વૈશિષ્ટિકૃત ટ્રૅકમાં જોવા મળી શકે છે.
  • લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅકની બાજુમાં કિંમત સૂચિબદ્ધ કરેલી હોય છે.
  • જો તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો અને જો તમારો વીડિયો આવકની વહેંચણી માટેની ઉપયોગની જરૂરિયાતો પૂરી કરતો હોય, તો લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક પણ આવકની વહેંચણી કરવા માટે યોગ્ય હોઈ શકે છે.

લાઇસન્સ મેળવો

એકવાર તમને લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક મળે, એટલે તેનું લાઇસન્સ મેળવવાની કેટલીક રીતો છે:

  • Creator Musicમાં
  • અપલોડ દરમિયાન
  • અપલોડ પછી
Creator Musicમાં

Creator Musicમાં ટ્રૅકનું લાઇસન્સ મેળવવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. તમારે જેનું લાઇસન્સ મેળવવું છે તેવો ટ્રૅક શોધો.
  4. "વધુ ક્રિયાઓ" '' અને પછી લાઇસન્સ ખરીદો પર ક્લિક કરો. 
  5. લાઇસન્સની વિગતોનો રિવ્યૂ કરો.
    • સશુલ્ક લાઇસન્સ: લાઇસન્સ ખરીદો અને પછી ચુકવણીની માહિતી દાખલ કરો અને પછી હમણાં ચુકવણી કરો અને પછી ટ્રૅક ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
    • કોઈ કિંમત વિનાના લાઇસન્સ: ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
  6. લાઇસન્સનો ઉપયોગ કરવા માટે, અપલોડ દરમિયાન તમારા વીડિયોમાં લાઇસન્સ ઉમેરો.
અપલોડ દરમિયાન

જ્યારે તમે Creator Musicના ટ્રૅકનો ઉપયોગ કરતો કોઈ વીડિયો અપલોડ કરો, ત્યારે તમારે તમે અપલોડ કરી રહ્યાં છો તે વીડિયો ફાઇલમાં તમારે લાઇસન્સની માહિતી ઉમેરવી જરૂરી છે. જો તમે હજી સુધી લાઇસન્સ ખરીદ્યું ન હોય, તો તમે અપલોડ કરતી વખતે પણ લાઇસન્સ ખરીદી શકો છો. આ બધું તમે વીડિયો એલિમેન્ટ પેજ પરથી કરી શકો છો:

  1. વેબ બ્રાઉઝરમાં વીડિયો અપલોડ કરવાનું શરૂ કરો.
  2. વીડિયો એલિમેન્ટ પેજ પર, મ્યુઝિકના લાઇસન્સ ઉમેરો વિભાગમાં, ઉમેરો પર ક્લિક કરો.
  3. તમે અપલોડ કરી રહ્યાં છો તે વીડિયોમાં તમે ઉપયોગમાં લીધેલા ટ્રૅક શોધો.
    • તમે પહેલેથી ખરીદેલા ટ્રૅક માટે ખરીદેલા પર ક્લિક કરો.
    • તમે ડાઉનલોડ કરેલા ટ્રૅક માટે ડાઉનલોડ કરેલા પર ક્લિક કરો.
    • તમે તમારી લાઇબ્રેરીમાં સાચવેલા ટ્રૅક માટે સાચવેલા પર ક્લિક કરો.
  4. ડાઉનલોડ કરેલા અથવા સાચવેલા ટ્રૅક માટે, કિંમત પર ક્લિક કરો. ખરીદેલા ટ્રૅક માટે, ઉમેરો પર ક્લિક કરો અને સીધા પગલાં 6 પર જાઓ.
  5. લાઇસન્સની વિગતોનો રિવ્યૂ કરો.
    • સશુલ્ક લાઇસન્સ: લાઇસન્સ ખરીદો અને પછી ચુકવણીની માહિતી દાખલ કરો અને પછી હમણાં ચુકવણી કરો અને પછી લાઇસન્સ ઉમેરો પર ક્લિક કરો.
    • કોઈ કિંમત વિનાના લાઇસન્સ: લાઇસન્સ ઉમેરો પર ક્લિક કરો.
  6. તમારા વીડિયોમાં લાઇસન્સ ઉમેરવામાં આવ્યું હતું, તે કન્ફર્મ કરવા માટે વીડિયોના કૉપિરાઇટની વિગતો પેજનો રિવ્યૂ કરો.
    • વધુ લાઇસન્સ ઉમેરવા માટે, ઉપરના પગલાં 2-5નું પુનરાવર્તન કરો.
  7. અપલોડની પ્રક્રિયા પૂરી કરવા માટે અપલોડ પર પાછા ફરો પર ક્લિક કરો.

ધ્યાનમાં રાખો કે:

  • જો Creator Musicના ટ્રૅક તપાસની પ્રક્રિયામાં જોવા મળે, તો તમે તપાસ પેજ પરથી પણ લાઇસન્સ ઉમેરી શકો છો. તપાસ પેજ પર, લાઇસન્સ ઉમેરો પર ક્લિક કરો અને લાઇસન્સ મેળવવાના પગલાં પૂરા કરો. જો તમે વીડિયો એલિમેન્ટ પેજ પર પહેલેથી લાઇસન્સ ઉમેર્યું હોય, તો તે લાઇસન્સ તપાસના પેજ પર દેખાશે.
  • દૃશ્યતાના પેજ પર, જો તમારા વીડિયોના પ્રાઇવસી સેટિંગ ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો પર સેટ કરેલા હોય અથવા જો કોઈ વીડિયો ડ્રાફ્ટ હોય, તો તે વીડિયોમાં તમે ઉમેરેલું કોઈપણ લાઇસન્સ કાઢી નાખીને, તેને અન્ય વીડિયોમાં ઉમેરી શકાય છે. એકવાર વીડિયો સાર્વજનિક પર સેટ થઈ જાય, તે પછી આ કરી શકાતું નથી. લાઇસન્સ કાઢી નાખવાની રીત જાણો.
અપલોડ પછી

અપલોડ કર્યા પછી ટ્રૅકનું લાઇસન્સ મેળવવું એ વીડિયો પબ્લિશ થયા પછી ટૂંક સમય માટે શક્ય છે. અપલોડ કર્યા પછી લાઇસન્સ મેળવવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમારે જેનું લાઇસન્સ મેળવવું છે, તે ટ્રૅક ધરાવતો વીડિયો શોધો.
  4. વીડિયો થંબનેલ પર ક્લિક કરો.
  5. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ પસંદ કરો.
    • સશુલ્ક લાઇસન્સ: લાઇસન્સ ખરીદો અને પછી ચુકવણીની માહિતી દાખલ કરો અને પછી હમણાં ચુકવણી કરો પર ક્લિક કરો.
    • કોઈ કિંમત વિનાના લાઇસન્સ: લાઇસન્સ ઉમેરો પર ક્લિક કરો.
 
ટિપ: લાઇસન્સનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી માટે તમને ઇમેઇલ કરવામાં આવેલી રસીદ ચેક કરો. તમે Creator Musicમાં પણ ઉપયોગની વિગતો ચેક કરી શકો છો. લાઇસન્સના ઉપયોગની વિગતો વિશે વધુ જાણો.

લાઇસન્સ કાઢી નાખો

જો કોઈ વીડિયોના પ્રાઇવસી સેટિંગ ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાતો વીડિયો પર સેટ કરેલા હોય અથવા જો કોઈ વીડિયો ડ્રાફ્ટ હોય, તો તે વીડિયોમાં ઉમેરવામાં આવેલું કોઈપણ લાઇસન્સ કાઢી નાખીને તેને અન્ય વીડિયોમાં ઉમેરી શકાય છે. એકવાર વીડિયો સાર્વજનિક પર સેટ થઈ જાય, તે પછી આ કરી શકાતું નથી.

લાઇસન્સ કાઢી નાખવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે કાઢી નાખવા માગતા હો, તે લાઇસન્સ ધરાવતો વીડિયો શોધો.
  4. પ્રતિબંધો કૉલમમાં, માઉસને ઉમેરેલા લાઇસન્સ પર લઈ જાઓ.
  5. રિવ્યૂ કરો પર ક્લિક કરો.
  6. ક્રિયાઓ '' અને પછી લાઇસન્સ કાઢી નાખો પર ક્લિક કરો.
  7. લાઇસન્સ કાઢી નાખો પર ક્લિક કરો.
એકવાર લાઇસન્સ કાઢી નાખવામાં આવે, તે પછી વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલો લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક કૉપિરાઇટ દાવાઓથી સુરક્ષિત રહેશે નહીં. તમે કદાચ વીડિયોમાંથી દાવો કરાયેલું કન્ટેન્ટ કાઢી નાખવાની રીત જાણવા ઇચ્છો.

વધુ માહિતી 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9491258455446382877
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false