નોટિફિકેશન

Our teams are currently experiencing high support volumes. Please expect longer than usual wait times for responses to questions from email, chat, and @TeamYouTube on Twitter

ટ્રૅક શોધો અને તેનો પ્રીવ્યૂ કરો

Creator Music હવે યુએસના નિર્માતાઓ માટે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં ઉપલબ્ધ છે. યુએસની બહારના YPP નિર્માતાઓ માટે વિસ્તરણ બાકી છે.
નોંધ: આ લેખમાં વર્ણવેલી સુવિધાઓ વેબ બ્રાઉઝર મારફતે ઉપલબ્ધ છે.
Creator Musicમાં, તમે કોઈ ચોક્કસ ટ્રૅક અથવા કલાકારને શોધી શકો છો, શૈલી અને મૂડ જેવી કૅટેગરીમાં ટ્રૅક બ્રાઉઝ કરી શકો છો અથવા લાઇસન્સ આપવાની અને આવકની વહેંચણી માટેની ટ્રૅકની યોગ્યતાના આધારે ટ્રૅક શોધી શકો છો.

તમે શોધખોળ કરતી વખતે ગીતોનો પ્રીવ્યૂ કરી શકો છો અને એ માહિતી મેળવી શકો છો કે તમારા વીડિયો માટે યોગ્ય મ્યુઝિક શોધવામાં તમારી સહાય કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

ટ્રૅક શોધો

Creator Musicમાં તમે ટ્રૅક શોધી શકો, તે માટે કેટલીક રીતો છે:

વૈશિષ્ટિકૃત ટ્રૅક વિશે શોધખોળ કરો

મૂડ, શૈલી અને અન્ય માપદંડ અનુસાર અલગ-અલગ ગ્રૂપમાં ઉમેરેલા વૈશિષ્ટિકૃત ટ્રૅક જોવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. હોમ પેજ પર, નીચેના કોઈપણ વિભાગમાં ટ્રૅક બ્રાઉઝ કરો:
    • આવકની વહેંચણી કરતા વૈશિષ્ટિકૃત ટ્રૅક: એવા ટ્રૅક કે જે તમને ટ્રૅકના અધિકાર ધારકો સાથે આવકની વહેંચણી કરીને તમારા વીડિયો વડે કમાણી કરવાની મંજૂરી આપે છે.
    • વૈશિષ્ટિકૃત સંગ્રહો: Creator Music પરના લોકપ્રિય ટ્રૅક.
    • લાઇસન્સ ખરીદવાયોગ્ય વૈશિષ્ટિકૃત ટ્રૅક: તમારા વીડિયોની સંપૂર્ણ કમાણી જાળવી રાખવા માટે, તમે જેનું લાઇસન્સ મેળવી શકો તેવા ટ્રૅક.
    • મૂડ: ખુશ, ઉદાસ અને નાટકીય જેવા સમાન મૂડ ધરાવતા ટ્રૅક.
    • શૈલીઓ: ઍમ્બિઅન્ટ, વિષાદી અને ક્લાસિકલ જેવી શૈલીઓ મુજબ અલગ-અલગ ગ્રૂપમાં ઉમેરેલા ટ્રૅક.
કોઈ ચોક્કસ ગીત અથવા કલાકાર શોધો

કોઈ ચોક્કસ ગીત અથવા કલાકાર શોધવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. હોમ અથવા બ્રાઉઝ કરવા માટેના પેજ પર, શોધ બાર પર જાઓ  અને શોધ શબ્દો દાખલ કરો, જેમ કે ગીતનું શીર્ષક અથવા કલાકારનું નામ.
એવા ટ્રૅક શોધો જેનું તમે લાઇસન્સ મેળવી શકતા હો
તમે જેનું તમે લાઇસન્સ મેળવી શકતા હો, તેવા ટ્રૅક શોધવા માટે:
  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. હોમ અથવા બ્રાઉઝ કરવા માટેના પેજ પર, શોધ બાર પર જાઓ અને શોધ શબ્દો દાખલ કરો, જેમ કે ગીતનું શીર્ષક અથવા કલાકારનું નામ.
  4. તમારા શોધ પરિણામોમાં સૌથી ઉપર લાઇસન્સ ઉપલબ્ધ છે બૉક્સમાં ચેક કરો.
ધ્યાનમાં રાખો કે:
  • હોમ પેજ પર, તમને લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક લાઇસન્સ ખરીદવાયોગ્ય વૈશિષ્ટિકૃત ટ્રૅકમાં જોવા મળી શકે છે.
  • લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅકની બાજુમાં કિંમત સૂચિબદ્ધ કરેલી હોય છે.
  • જો તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો અને જો તમારો વીડિયો આવકની વહેંચણી માટેની ઉપયોગની જરૂરિયાતો પૂરી કરતો હોય, તો લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક પણ આવકની વહેંચણી કરવા માટે યોગ્ય હોઈ શકે છે.
આવકની વહેંચણી કરી શકતા ટ્રૅક શોધો

આવકની વહેંચણી માટેની યોગ્યતા ધરાવતા ટ્રૅક શોધવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music  પસંદ કરો.
  3. જ્યાં પણ ટ્રૅક સૂચિબદ્ધ થયેલા હોય, ત્યાં આવકની વહેંચણી કરો આઇકન  શોધો. 

ધ્યાનમાં રાખો કે:

  • હોમ પેજ પર, તમને આવકની વહેંચણી કરતા વૈશિષ્ટિકૃત ટ્રૅકમાં આવકની વહેંચણી કરતા ટ્રૅક મળી શકે છે.
  • આવકની વહેંચણી કરતા ટ્રૅક Creator Musicમાંથી ડાઉનલોડ કરી શકાતા નથી.
  • જો તમારો વીડિયો આવકની વહેંચણી માટેની ઉપયોગની જરૂરિયાતો પૂરી કરતો હોય, તો લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક પણ આવકની વહેંચણી કરવા માટે યોગ્ય હોઈ શકે છે.
ટ્રૅક શોધવા માટે, ફિલ્ટર અને સૉર્ટ કરો

ટ્રૅકની સૂચિઓને ફિલ્ટર કરો

ટ્રૅકની સૂચિને ફિલ્ટર કરવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. બ્રાઉઝ કરો પર ક્લિક કરો.
  4. કોઈપણ કૅટેગરી પર ક્લિક કરો:
    • મૂડ
    • શૈલી
    • વોકલ
    • BPM (પ્રતિ મિનિટ બીટ)
    • અવધિ
    • કિંમત
  5. ફિલ્ટર અને પછી લાગુ કરો પસંદ કરો.

તમે એકથી વધુ કૅટેગરીમાં એક કરતાં વધુ ફિલ્ટર પસંદ કરી શકો છો.

ટ્રૅકની સૂચિઓને સૉર્ટ કરો

ટ્રૅકની સૂચિઓને સૉર્ટ કરવા માટે:

  1. બ્રાઉઝ કરવા માટેના પેજ પર, શ્રેષ્ઠ મેળ પર ક્લિક કરો
  2. આમાંથી કોઈપણ માપદંડ મુજબ તમારા શોધ પરિણામોને સૉર્ટ કરવા માટે, શ્રેષ્ઠ મેળ, નવીનતમ અથવા કિંમત (ન્યૂનતમ) પસંદ કરો.

ટ્રૅકનો પ્રીવ્યૂ કરો

જ્યારે તમને એવું મ્યુઝિક મળે જેમાં તમને રુચિ છે, ત્યારે તમે તેનો ઉપયોગ કરો તે પહેલાં ટ્રૅકનો પ્રીવ્યૂ કરવાની અને તેના વિશે માહિતી મેળવવાની કેટલીક રીતો છે:

કોઈ ગીત વગાડો

  • Creator Music પર સાંભળો: કોઈપણ ટ્રૅકની સૂચિમાં, માઉસને આલ્બમના આર્ટવર્ક પર લઈ જાઓ અને "ચલાવો" પર ક્લિક કરો.
  • YouTube પર સાંભળો: કોઈપણ ટ્રૅકની સૂચિમાં, YouTube પર ગીત વગાડવા માટે, "વધુ ક્રિયાઓ" '' અને પછી YouTube પર ખોલો પર ક્લિક કરો.

ટ્રૅકના ઉપયોગની માહિતી ચેક કરો

ઉપયોગના આઇકન

ટ્રૅકના ઉપયોગની માહિતી ઝડપથી જોવા માટે, Creator Musicમાં આ આઇકન શોધો:

આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવે છે. તમારી વીડિયોમાં ટ્રૅકનો ઉપયોગ કરવાનો અર્થ છે કે તમારો વીડિયો ટ્રૅકના અધિકાર ધારકો સાથે આવકની વહેંચણી કરી શકે છે. આવકની વહેંચણી વિશે વધુ જાણો.
કમાણી કરવાની પ્રક્રિયા માટે યોગ્ય નથી. તમારા વીડિયોમાં ટ્રૅકનો ઉપયોગ કરવાનો અર્થ છે કે તમારા વીડિયો વડે કમાણી કરી શકાતી નથી, પણ તે YouTube પર જોઈ શકાશે.
 વીડિયો બ્લૉક કરવામાં આવશે. તમારી વીડિયોમાં ટ્રૅકનો ઉપયોગ કરવાનો અર્થ છે કે તમારો વીડિયો YouTube પર જોઈ શકાશે નહીં.
નોંધ: લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક $0.00 અથવા $9.99 જેવી કિંમત સાથે સૂચિબદ્ધ કરેલા હોય છે. લાઇસન્સ મેળવવા વિશે વધુ જાણો.

ઉપયોગની વિગતો

લાઇસન્સ ખરીદવાયોગ્ય અથવા આવકની વહેંચણી માટે યોગ્ય ટ્રૅક માટે, તમે ટ્રૅકના ઉપયોગની વિગતોમાં ટ્રૅકનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે, તે વિશે વધુ માહિતી મેળવી શકો છો:

  1. એવો ટ્રૅક શોધો જે લાઇસન્સ ખરીદવાયોગ્ય અથવા આવકની વહેંચણી માટે યોગ્ય છે.
  2. લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક માટે, કિંમત પર ક્લિક કરો. આવકની વહેંચણી કરતા ટ્રૅક માટે, "આવકની વહેંચણીની વિગતો જુઓ"  આઇકન પર ક્લિક કરો.
    • જ્યાં કોઈ ટ્રૅક સૂચિબદ્ધ હોય, ત્યાં તમે "વધુ ક્રિયાઓ" '' અને પછી ઉપયોગની વિગતો જુઓ પર પણ ક્લિક કરી શકો છો.

ધ્યાનમાં રાખો કે ઉપયોગની વિગતો અધિકાર ધારકોની વિવેકબુદ્ધિ અનુસાર બદલાય શકે છે.

લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક ડાઉનલોડ કરો

લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક ડાઉનલોડ કરી શકાય છે, જેથી તમે લાઇસન્સ ખરીદતા પહેલાં ખાતરી કરી શકો કે તે તમારા વીડિયોમાં કામ કરે છે. આવકની વહેંચણી  માટે યોગ્ય તરીકે માર્ક કરેલા ટ્રૅક ડાઉનલોડ કરી શકાતા નથી.

લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક ડાઉનલોડ કરવા માટે:

  1. જે લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક તમે ડાઉનલોડ કરવા માગતા હો, તેને શોધો.
  2. કોઈપણ ટ્રૅકની સૂચિમાં અથવા પ્લેયર બારમાંથી "વધુ ક્રિયાઓ" '' અને પછી ટ્રૅક ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
  3. (વૈકલ્પિક) લાઇસન્સના ઉપયોગની વિગતો જોવા માટે, ઉપયોગની વિગતો જુઓ પર ક્લિક કરો.

લાઇસન્સના ઉપયોગની વિગતોમાં દર્શાવેલી શરતો મુજબ, હવે ટ્રૅકનો ઉપયોગ તમારા વીડિયોમાં થઈ શકે છે.

વધુ જાણવા માગો છો? અમારા Creator Music સંબંધિત સામાન્ય પ્રશ્નો જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9238908076826517422
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false