તમારા વીડિયો પરના ઉંમર પ્રતિબંધ સામે અપીલ કરવી

અમારા સમુદાયના દિશાનિર્દેશોમાં એ બાબતનો સમાવેશ થાય છે કે YouTube પર કયું કન્ટેન્ટ માન્ય છે અને કયું માન્ય નથી. તે કાર્યપદ્ધતિના નિયમો છે અને દરેક વીડિયો તેનું પાલન કરે તે જરૂરી છે. જ્યારે વીડિયો આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે ત્યારે અમે તેને કાઢી નાખીએ છીએ. કેટલાક વીડિયો અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા નથી, પરંતુ તે 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોઈ શકે. અમે આ વીડિયો પર ઉંમર પ્રતિબંધ મુકીએ છીએ. કન્ટેન્ટને ઉંમર-પ્રતિબંધિત કરવું કે કેમ તે નક્કી કરતી વખતે, અમે આ મુદ્દાઓ ધ્યાનમાં લઈએ છીએ:

  • હિંસા
  • વિચલિત કરતું દૃશ્ય
  • જાતીય રીતે સૂચક હોય એવું કન્ટેન્ટ
  • નગ્નતા
  • ખતરનાક અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિનું ચિત્રણ

જ્યારે વીડિયો ઉંમર-પ્રતિબંધિત હોય, ત્યારે વીડિયો ચાલે તે પહેલાં ચેતવણી સ્ક્રીન દેખાય છે. ત્યારબાદ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્શકો કન્ટેન્ટ જોવા માટે આગળ વધી શકે છે. દર્શકોની આકસ્મિક રીતે આવા વીડિયો જોવાની શક્યતાને ઘટાડવા માટે, તેને YouTubeના અમુક વિભાગોમાં બતાવવામાં આવતા નથી. ઉંમર-પ્રતિબંધિત વીડિયો મોટાભાગની ત્રીજા પક્ષની વેબસાઇટ પર જોઈ શકાતા નથી. આવા વીડિયો ચલાવતી વખતે દર્શકોને YouTube પર પાછા રીડાયરેક્ટ કરવામાં આવશે.

તમારા વીડિયો પરના ઉંમર પ્રતિબંધ સામે અપીલ કરવી

જો તમારો વીડિયો ઉંમર-પ્રતિબંધિત કરાયો હોય, તો તમે પ્રતિબંધ સામે અપીલ કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂ પર, કન્ટેન્ટ પર ક્લિક કરો.
  3. તમે અપીલ કરવા માગતા હો તે વીડિયો પર જાઓ.
  4. "પ્રતિબંધ" કૉલમમાં, પ્રતિબંધના પ્રકાર તરફ જાઓ. અપીલ કરો પર ક્લિક કરો.
  5. અપીલ કરવા પાછળનું તમારું કારણ દર્શાવો. સબમિટ કરો પર ક્લિક કરો.
નોંધ: તમે તમારા વીડિયો પરના ઉંમર પ્રતિબંધ સામે માત્ર એક જ વાર અપીલ કરી શકો છો.

તમારા વીડિયો પરના ઉંમર પ્રતિબંધ સામે અપીલ કરવી

જો તમારો વીડિયો ઉંમર-પ્રતિબંધિત કરાયો હોય તો તમે પ્રતિબંધ સામે અપીલ કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂ પર, કન્ટેન્ટ પર ક્લિક કરો.
  3. તમે અપીલ કરવા માગતા હો તે વીડિયો પર જાઓ. 
  4. "પ્રતિબંધ" કૉલમમાં, પ્રતિબંધના પ્રકાર તરફ જાઓ. અપીલ કરો પર ક્લિક કરો. 
  5. અપીલ કરવા પાછળનું તમારું કારણ દર્શાવો. સબમિટ કરો પર ક્લિક કરો.

નોંધ: તમે તમારા વીડિયો પરના ઉંમર પ્રતિબંધ સામે માત્ર એક જ વાર અપીલ કરી શકો છો.

તમે અપીલ સબમિટ કર્યા પછી

YouTube ટીમ તમારી વિનંતીનો રિવ્યૂ કરશે અને જરૂર જણાય તો આગળ યોગ્ય પગલાં લેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3597562058216695875
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false